આપણા દેશના મોટાભાગનાં શહેરોમાં જોવા મળતું સામાન્ય દૃશ્ય - ઊંધી દિશામાંથી ધડાધડ ધસી આવતાં વાહનો, અચાનક U ટર્ન લઇ જે ગતિએ આવ્યાં હોય તેનાથી બમણી ગતિએ સાચી દિશામાં ભાગે. શું કામ? જવાબ છે સામે ઊભેલા કોઈ હવાલદાર, જમાદાર કે પોલીસ અધિકારીનો ડર.

ISIS (ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા)ને ખતમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, 2015-2017ની વચ્ચે આ પ્રદેશોમાં હજારો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જ્યારે ઇરાકમાં લડાઇ મિશન સત્તાવાર રીતે પૂર્ણ 2021માં થયા. આતંકવાદને ઇરાકી પ્રાયોજિત કરવાના, ઇરાક દ્વારા સામૂહિક વિનાશનાં શસ્ત્રોના કથિત વિકાસના આરોપો, સદ્દામ હુસૈનની સરકારનાં આતંકવાદી સંગઠનો, ખાસ કરીને અલ-કાયદા વચ્ચે કથિત સંબંધો કારણ. સપ્ટેમ્બર 2014થી સીરિયામાં સતત લશ્કરી હસ્તક્ષેપ, મુખ્યત્વે સરકારને ઉથલાવી પાડવા માટે પરંપરાગત આક્રમણને બદલે ઓપરેશન ઇનહેરન્ટ રિઝોલ્વના ભાગ રૂપે ISISને લક્ષ્ય બનાવવામાં આવ્યું. સીરિયન ડેમોક્રેટિક ફોર્સિસ સાથે સહયોગ અને ક્યારેક ક્યારેક ISIS અને સંલગ્ન જૂથો સામે હુમલાઓ કરે છે. ફેબ્રુઆરી/માર્ચ 2026ના અહેવાલોના આધારે, ઇરાન પર તેના પરમાણુ કાર્યક્રમને રોકવા, મિસાઇલ/ડ્રોન માળખાને નષ્ટ કરવા અને લશ્કરી નેતૃત્વને ખતમ કરવા માટે હુમલાઓ શરૂ કર્યા.

ઇઝરાયેલ સાથે મળીને ઇરાન પર હુમલો કોણે કર્યો? સીરિયામાં સતત લશ્કરી ઓપરેશન કોણ કરી રહ્યું છે? ઇરાકમાં હજારો બોમ્બ કોણે ફેંક્યા? બધા જ સવાલનો એક જ ઉત્તર છે અમેરિકા. અમેરિકાને `જગત જમાદાર'ની બેધારી ઉપાધિ આપવામાં આવે છે; એક ધાર પદવી, ખિતાબ, ઇલકાબ અને બીજી ધાર આપદા, ચંચુપાત. ગુણગાન ગાઓ કે ગાળો આપો; એકવાર વિચારવા યોગ્ય બાબત તો એ છે કે અમેરિકા જગત જમાદારની ભૂમિકા ન ભજવતું હોત તો?

જો અમેરિકા જગત જમાદારની ભૂમિકા ભજવવાનું બંધ કરે, શક્યતા રહે છે કે અસ્થિર પુનર્ગઠનને ઉત્તેજિત કરે. વિશ્વમાં અસ્તવ્યસ્ત પ્રણાલી અમલમાં આવે. વૈશ્વિક નેતૃત્વમાં એક શૂન્યાવકાશ સર્જાઈ જાય, જે ચીન જેવા વિસ્તારવાદી દેશને ખુલ્લું મેદાન અને શક્તિ પ્રદાન કરે, જે સરવાળે ભારત સહિત અનેક દેશો પર ભારે પડે. આખા વિશ્વમાં લોકશાહી મૂલ્યોને બદલે સર્વાધિકારવાદી પ્રભાવ વધી જાય. `જગત જમાદાર' વિના પ્રાદેશિક સંઘર્ષો વધી શકે છે. યુએસ નૌકાદળ શક્તિ વિના, ચાંચિયાગીરી વધી શકે છે અને પ્રાદેશિક શક્તિઓ વધુ આક્રમક રીતે કાર્ય કરી શકે છે, જેના કારણે મોટા પાયે યુદ્ધોનું જોખમ વધી શકે છે. લોકશાહી મૂલ્યો અને માનવ અધિકારોના વૈશ્વિક પ્રમોશનમાં ઘટાડો થઈ શકે તેમજ વૈશ્વિક શાસન અને વેપારમાં સરમુખત્યારશાહી મોડલો વધુ ઘાતક રીતે ઊભરી આવે.

અમેરિકાને જેટલું ભાંડવું હોય એટલું ભાંડી શકીએ, પરંતુ એક વાત સૂર્યપ્રકાશ જેટલી સ્પષ્ટ છે તે ગુનાહિત માનસિકતા દરેક યુગમાં, દરેક દેશમાં પ્રવર્તતી જ હોય છે. રામ રાજ્ય વખતે રાવણે, કૃષ્ણ યુગમાં કંસ અને દુર્યોધને બધું હોવા છતાં વગર કારણે જ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી હતી. આજે પણ આતંકવાદીઓ, માઓવાદીઓ ફક્ત અન્યાયને કારણે જ પેદા થતા નથી. અન્યાય અને અસંતોષ તો દાદાગીરી બતાવી આધિપત્ય જમાવવાનાં સહેલાં અને હાથવગાં બહાનાં હોય છે.

અમેરિકા પર દેશના ગણતરીના લોકોના ફાયદા માટે વિશ્વમાં સંઘર્ષ કરાવી રહ્યાના આરોપો પણ લાગ્યા જ કરે છે. બેવકૂફી કહેવી કે બહાદુરી તે જુદી ચર્ચાનો વિષય છે. અમેરિકા કરી શકે છે, કેમ કે સામર્થ્ય સાથે બીજા દેશ, બીજા દેશના લોકોનાં હિત, રક્ષણાર્થે પોતાના સૈનિકો હોમવાની ઇચ્છાશક્તિ પણ છે. અમેરિકાનો ડંડો ડર તો ઊભો કરે જ છે. ભાગલા પડ્યા ત્યારથી જ પાકિસ્તાન સીધી રીતે યુદ્ધ કે પ્રોક્સી યુદ્ધ રૂપે આતંકવાદી ભારતને અર્પણ કરતું જ રહ્યું છે. સામે પક્ષે છેલ્લાં અમુક વર્ષોને બાદ કરતાં ભારતે ક્યારેક માનવતા તો ક્યારેક સહનશીલતા, તો ક્યારેક કાયરતા, તો ક્યારેક હૃદયંગમતાને કારણે તર્પણ કરવાનું જ વલણ અપનાવ્યું હતું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો