બોર્ડર ફિલ્મમાં તમે `ભૈરવસિંહ એમએમજી સંભાલો.' ડાયલોગ સાંભળ્યો જ હશે અને તેનું કામ પણ જોયું હશે. સંરક્ષણ ક્ષેત્રે `MMG' એટલે મીડિયમ મશીન ગન (Medium Machine Gun). યુદ્ધના મેદાનમાં પાયદળ (ઈન્ફન્ટ્રી) ટુકડીઓને લાંબા અંતર સુધી અવિરત અને સચોટ ગોળીબારનું કવર આપવા માટે આ શસ્ત્ર કરોડરજ્જુ સમાન માનવામાં આવે છે.
શોધ અને ઇતિહાસ
પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારે વોટર-કૂલ્ડ મશીનગનનો ઉપયોગ થતો હતો, જે વજનમાં ખૂબ જ ભારે હતી. સમય જતાં 20મી સદીના મધ્યમાં સંરક્ષણ ઇજનેરોએ એક એવા શસ્ત્રની જરૂરિયાત અનુભવી, જે લાઈટ મશીનગન (LMG) કરતાં વધુ ઘાતક હોય અને હેવી મશીનગન (HMG) કરતાં વજનમાં હલકી હોય. આ વિચારમાંથી `મીડિયમ મશીનગન' અથવા `જનરલ પર્પઝ મશીનગન(GPMG)'ની વિભાવના જન્મી. મોડર્ન MMGના વિકાસમાં બેલ્જિયમ (Fabrique Nationale - FN MAG) અને જર્મની (MG 42/MG 3) જેવા દેશોનું યોગદાન સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યું છે. બેલ્જિયમની FN MAG ડિઝાઇનને આજે પણ વિશ્વની સૌથી સફળ અને વિશ્વસનીય MMG માનવામાં આવે છે.
વિશેષતાઓ
કેલિબર (કેલિબર ક્ષમતા) : મોટાભાગની MMGs 7.62×51mm (NATO) અથવા 7.62×54mmR રાઇફલ કાર્ટ્રિજનો ઉપયોગ કરે છે. - મારક ક્ષમતા : તેની અસરકારક ફાયરિંગ રેન્જ 1,000થી 1,800 મીટર સુધીની હોય છે.
ફાયરિંગ રેટ : આ ગન પ્રતિ મિનિટ 600થી 1,200 ગોળીઓ છોડવાની ક્ષમતા ધરાવે છે.
બેલ્ટ-ફીડ સિસ્ટમ : ગોળીઓ મેગેઝિનના બદલે કાપડ કે ધાતુના લાંબા બેલ્ટ (બેલ સમેત ગોળીઓની સાંકળ) દ્વારા લોડ થાય છે, જેથી સતત ફાયરિંગ કરી શકાય.
ક્વિક-ચેન્જ બેરલ : સતત ફાયરિંગથી બેરલ અતિશય ગરમ થઈ જાય ત્યારે તેને થોડી જ સેકન્ડોમાં બદલી શકાય તેવી સુવિધા હોય છે.
કાર્યપદ્ધતિ
MMG મુખ્યત્વે `ગેસ ઓપરેટેડ' અથવા `રિકોઇલ ઓપરેટેડ' સિદ્ધાંત પર કામ કરે છે.
ફાયરિંગ : જ્યારે ટ્રિગર દબાવવામાં આવે છે, ત્યારે ગોળીમાંથી નીકળતા વિસ્ફોટક વાયુનો એક ભાગ નળી(બેરલ)માં રહેલા નાના છિદ્ર દ્વારા પિસ્ટન તરફ જાય છે.
ઇજેક્શન અને લોડિંગ : આ ગેસ પ્રેશર બોલ્ટને પાછળ ધકેલે છે, જેનાથી ખાલી ખોખું (કાર્ટ્રિજ) બહાર ફેંકાય છે અને બેલ્ટમાંથી નવી ગોળી આપોઆપ ચેમ્બરમાં લોડ થઈ જાય છે.
ટ્રાઇપોડ અને બાયપોડ માઉન્ટ : હલકા ઉપયોગ માટે તેને બાયપોડ (બે પગવાળા સ્ટેન્ડ) પર અને સ્ટેબલ કવર ફાયરિંગ માટે ટ્રાઈપોડ (ત્રણ પગવાળા સ્ટેન્ડ) પર ફિટ કરવામાં આવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો