જે દેશ પાસે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની શક્તિ છે એ દુનિયા પર રાજ કરે છે. અમેરિકા, જાપાનથી લઈને યુરોપના દેશની પાવરફુલ સ્ટોરી પાછળ તેમનું સૌથી મોટું પરિબળ સંશોધનનું ક્ષેત્ર છે.

ભારત દેશમાં સંશોધન અને ખાસ કરીને કુદરતી વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં સંશોધન, નવીનતા અને સાહસિકતા માટે ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક દિશાઓ પ્રદાન કરવા માટે ભારત સરકારના અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા ફેલોશિપ આપવામાં આવે છે. આ સંસ્થા મેથેમેટિકલ સાયન્સ, એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, એન્વાયર્નમેન્ટલ એન્ડ અર્થ સાયન્સ, હેલ્થ એન્ડ એગ્રિકલ્ચર સહિતના વિષયો પર સંશોધન કરીને સામાજિક જીવનમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજીના માનવતાસભર ઉપયોગ માટે પ્રયત્નશીલ છે. સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ફિલ્ડમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા ઉમેદવારોને આ ફેલોશિપ પ્રદાન કરવામાં આવે છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.

મહત્ત્વની બાબતો

ઉમેદવાર પાસે ભારતીય નાગરિકત્વ હોવું જરૂરી છે.

સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ.

વિદેશમાં વસતા ઓરિજિનલ ઈન્ડિયન સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ માટે આ ફેલોશિપ માન્ય રહેશે.

ઉમેદવાર પાસે હાયર ડિગ્રી હોવી જરૂરી છે. જેમ કે, પીએચડી ઈન સાયન્સ-એન્જિનિયરિંગ, માસ્ટર્સ ઈન એન્જિનિયરિંગ અથવા ટેક્નોલોજી, એમડી ઈન મેડિસિન.

ડિગ્રીની સાથે ઉમેદવાર પાસે પર્યાપ્ત વ્યાવસાયિક અનુભવ પણ હોવો જરૂરી છે.

ઉમેદવારની વય 40 વરસથી ઓછી હોવી જરૂરી છે.

ઉમેદવારે સંશોધન ક્ષેત્રમાં પોતાની જાતને સાબિત કરેલી હોવી જરૂરી છે અને તેનો ટ્રેક રેકોર્ડ આઉટસ્ટેન્ડિંગ હોવો જોઈએ.

ઉમેદવારના રિસર્ચ પબ્લિકેશન પર પસંદગીની પાત્રતા વધુ રહે છે.

ઈન્ડિયન ઈસ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટીમાં કાયમી, કરાર હેઠળ વૈજ્ઞાનિક તરીકે કામ કરતા ઉમેદવાર આ ફેલોશિપ માટે માન્ય ગણાશે નહીં.

ફેલોશિપના કાર્યકાળ દરમિયાન ઉમેદવારને ભારતની કોઈ પણ સંસ્થા કે ઈન્સ્ટિટ્યૂટમાં કાયમી કે કરાર હેઠળ પદ મળશે તો આ ફેલોશિપ રદ થાય છે.

ફેલોશિપ માટે અરજી કરતી વખતે ઉમેદવાર વિદેશમાં કાર્યરત હોવા જોઈએ.

ફેલોશિપનો સમયગાળો વધુમાં વધુ પાંચ વર્ષનો રહેશે.

સહાય

ઉમેદવારને દર મહિને એક લાખ પાંત્રીસ હજારની મદદ કરવામાં આવે છે.

દર વર્ષે સાત લાખ રૂપિયાની રિસર્ચ ગ્રાન્ટ અલગથી ફાળવવામાં આવે છે. જેનો ઉપયોગ ઉમેદવાર ટ્રાવેલ, રિસર્ચ પર્સનલ, કન્ટિજન્સી માટે કરી શકે છે.

દર મહિને 60,000 રૂપિયા ઓવરહેડ ચાર્જ તરીકે આપવામાં આવે છે.

ભારત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગની એજન્સીઓ દ્વારા વિવિધ સહાયો અલગથી આપવામાં આવે છે.

અરજી

અરજી ઓનલાઈન પોર્ટલ પર કરવાની રહેશે.

પોર્ટલ એકાઉન્ટ માટેઃ https://tinyurl.com/4fhwea39

પોર્ટલ પર એકાઉન્ટ ક્રિએટ કર્યા બાદ રામાનુજન ફેલોશિપ સ્કીમ અંતર્ગત અરજી કરવાની રહેશે.

બ્રીફ આઉટલાઈન ઓફ પ્રપોઝલ અને પ્રપોઝ્ડ એરિયા રિસર્ચ પર પાંચ પાનાની મર્યાદામાં માહિતી આપવાની રહેશે.

પીડીએફ ફોર્મેટમાં ડોક્યુમેન્ટ આપવાના રહેશે.

નોમિનેશન લેટર સહિતના ટેમ્પલેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ફેલોશિપની માહિતી માટે

https://tinyurl.com/bdhryahf

સંપર્ક

Dr. Jacob V.V. Anusandhan

National Research Foundation

3rd & 4th Floor, Block II,

Technology Bhavan, New Mehrauli Road,

New Delhi-110016

Tel: +91-11-26552216

Email: [email protected]