ઓટ્ટાવા, ઓન્ટારિયોમાં વર્લ્ડ રોક પેપર સિઝર્સ એસોસિએશને 2014માં આ દિવસની રચના કરી હતી. તેમનું ધ્યેય શક્ય તેટલા લોકોને મનોરંજન તેમજ નિર્ણય લેવાની પ્રક્રિયામાં આ રમત રમવા માટે પ્રોત્સાહિત કરવાનું હતું.

વર્લ્ડ રોક પેપર સિઝર્સ ડે એ એકમાત્ર રમતની ઉજવણી કરવાનો એક માર્ગ છે, જેમાં ભાષા, લિંગ અથવા ઉંમરને ધ્યાનમાં લીધા વિના દરેકને જીતવાની તક મળે છે અને તે પણ કોઈ ખર્ચ કે સાધનો વિના! હેતુ લોકોને એકસાથે લાવવાનો છે. આ સરળ રમતમાંથી મળી શકે તેવી મજા માટે તેમને એક કરવાનો છે, જે વિશ્વની સૌથી જૂની રમતમાંની એક માનવામાં આવે છે! નામ રમતમાં સામેલ ત્રણ હાવભાવ માટેના જાપાની શબ્દોનો ફક્ત અનુવાદ છે, જોકે રમતનું જાપાની નામ અલગ છે.

દર વર્ષે 27 ઓગસ્ટના રોજ વર્લ્ડ રોક પેપર સિઝર્સ ડે પ્રતિષ્ઠિત હાથની રમતની ઉજવણી કરે છે. આ દિવસ ફક્ત મનોરંજન માટે અથવા વિવાદનું સમાધાન કરવા માટે રોક પેપર સિઝર્સ રમવાનો પણ છે.

રોક પેપર સિઝર્સ આ સરળ રમતને વિશ્વની સૌથી જૂની રમતમાંની એક માનવામાં આવે છે. હકીકતમાં આ રમત ચીની હાન રાજવંશથી શરૂ થાય છે. આ યુગ 206 બીસીમાં શરૂ થયો હતો અને 220 એડીમાં સમાપ્ત થયો હતો. જાપાની ઇતિહાસમાં આ રમતના અહેવાલો પણ છે. આ રમતનાં પ્રારંભિક સંસ્કરણોમાં ગોકળગાય, સાપ અને દેડકાનો સમાવેશ થતો હતો. 17મી સદીમાં વિકસિત રમતના પછીના સંસ્કરણમાં ખડકો, કાગળો અને કાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 19૩2માં ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખમાં રોક પેપર સિઝર્સના નિયમોનું વર્ણન કરવામાં આવ્યું હતું.

વર્ષો દરમિયાન ઘણા લોકોએ જીતવા માટે વ્યૂહરચનાઓ વિકસાવી છે. કેટલાક લોકો જે પ્રથમ રાઉન્ડમાં હારી જાય છે તેઓ તેમના વિરોધીને હરાવવા માટે જે વસ્તુનો ઉપયોગ કરતા હતા તેનો ઉપયોગ કરવા માટે સ્વિચ કરે છે. અન્ય લોકો તેમને જીતવામાં મદદ કરવા માટે આંકડા પર આધાર રાખે છે.

આ દિવસે વિશ્વભરના લોકોને આ રમત રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જો કોઈ સાથે વિવાદ હોય, તો તેને ઉકેલવા માટે આ રમતનો ઉપયોગ થાય છે. યાદ રાખો, રોક કાતરને તોડે છે, કાતર કાગળને કાપે છે અને કાગળ રોકને ઢાંકી દે છે. જે સામાન્ય રીતે બે લોકો વચ્ચે રમાય છે, જેમાં દરેક ખેલાડી એકસાથે વિસ્તરેલા હાથથી ત્રણ આકારમાંથી એક બનાવે છે. આ આકારો છે `રોક' (બંધ મુઠ્ઠી), `કાગળ' (સપાટ હાથ), અને `કાતર' (તર્જની અને મધ્યમ આંગળી લંબાવેલી મુઠ્ઠી, જે V બનાવે છે). એકસાથે શૂન્ય-સમ રમત છે જેમાં ત્રણ સંભવિત પરિણામો મળે છે, ડ્રો, જીત અથવા હાર. જે ખેલાડી રોક રમવાનું નક્કી કરે છે તે બીજા ખેલાડીને હરાવશે જેણે કાતર પસંદ કરી હશે. કારણ રોક (ખડક) કાતરને કચડી નાખે છે, પરંતુ જે ખેલાડી કાગળ રમ્યો છે તેનાથી રોક હારી જશે, કારણ કાગળ રોકને ઢાંકે છે; કાગળનો ખેલાડી કાતરના ખેલથી હારી જશે, કેમ કે કાતર કાગળને કાપે છે. જો બંને ખેલાડીઓ સમાન આકાર પસંદ કરે છે, તો રમત ટાઈ થાય છે અને સામાન્ય રીતે ટાઇ તોડવા માટે ફરીથી રમાય છે. ખેલાડીઓ મોટેથી ત્રણ ગણીને શરૂઆત કરી શકે છે.

2005માં જ્યારે જાપાની ટેલિવિઝન સાધનો ઉત્પાદક માસ્પ્રો ડેન્કોહના સીઈઓ, તાકાશી હાશીયામાએ તેમના કોર્પોરેશનની માલિકીના પ્રભાવવાદી ચિત્રોના સંગ્રહની હરાજી કરવાનું કામ કોને સોંપવું તેનો નિર્ણય આ રમતથી કર્યો હતો. 2006માં એક નજીવા પરંતુ લાંબા સમયથી ચર્ચામાં રહેલા મુદ્દાનું સમાધાન કરવા ફ્લોરિડાના મિડલ ડિસ્ટ્રિક્ટના અમેરિકન ફેડરલ જજ ગ્રેગરી પ્રેસનેલે પક્ષોને રોક પેપર સિઝર રમતનો ઉપયોગ કરી જુબાની માટે યોગ્ય સ્થાન નક્કી કરવાનો આદેશ આપ્યો હતો.