2025ના નવેમ્બર મહિનાની એક ઠંડી રાતે જોધપુરમાં એક પ્રચંડ ધડાકા જેવો અવાજ સંભળાયો, જેના કારણે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ અવાજ એટલો શક્તિશાળી હતો કે ધરતીમાં હળવી ધ્રુજારી પણ અનુભવાઈ. જોકે, પછીથી વાયુસેનાએ સ્પષ્ટતા કરી કે આ અવાજ `સોનિક બૂમ' (Sonic Boom) હતો, જે ફાઈટર જેટની સુપરસોનિક ઉડાન દરમિયાન પેદા થયો હતો. બેંગલુરુથી લઈને જોધપુર સુધી અવારનવાર આવા અવાજો સંભળાતા રહે છે. ચાલો જાણીએ કે શું છે આ સોનિક બૂમ અને તે કેવી રીતે પેદા થાય છે.
શું છે સોનિક બૂમ?
જ્યારે કોઈ વિમાન અવાજની ગતિ કરતાં વધુ ઝડપે ઊડે છે, ત્યારે તેને સુપરસોનિક ઝડપ કહેવામાં આવે છે. અવાજની ગતિ આશરે 332 મીટર પ્રતિ સેકન્ડ (લગભગ 1225 કિમી/કલાક) હોય છે. જ્યારે ફાઈટર જેટ આ મર્યાદા વટાવે છે (જેને મેક-1 સ્પીડ કહેવાય છે), ત્યારે તે હવામાં પ્રચંડ દબાણ પેદા કરે છે.
વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તે ધ્વનિ તરંગો પેદા કરે છે. જો વિમાનની ઝડપ અવાજ કરતાં ઓછી હોય, તો આ તરંગો વિમાનની આગળ ફેલાતા રહે છે, પરંતુ, જેવી વિમાનની ઝડપ અવાજની ગતિને પાર કરે છે, ત્યારે આ તરંગો એકબીજામાં ભળી જાય છે અને એક અત્યંત શક્તિશાળી `શોક વેવ' (Shock Wave) પેદા કરે છે. આ શોક વેવ જ્યારે જમીન સુધી પહોંચે છે ત્યારે વિસ્ફોટ જેવો પ્રચંડ અવાજ સંભળાય છે, જેને સોનિક બૂમ કહેવામાં આવે છે.
પેસેન્જર વિમાનો પણ
સોનિક બૂમ પેદા કરી શકે?
કોઈ પણ વિમાન સોનિક બૂમ પેદા કરી શકે છે, જો તે અવાજની ગતિથી તેજ ઊડે. જોકે, બોઈંગ અને એરબસ જેવાં સામાન્ય પેસેન્જર વિમાનો `સબસોનિક' હોય છે, એટલે કે તેમની ગતિ અવાજની ગતિ (મેક 0.78થી 0.85) કરતાં ઓછી હોય છે. ઈંધણની બચત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને આ જ મર્યાદામાં ઉડાવવામાં આવે છે, તેથી પેસેન્જર વિમાનોમાં સોનિક બૂમ સર્જાતી નથી.
શું છે સોનિક બૂમ?
જ્યારે કોઈ વિમાન અવાજની ગતિ કરતાં વધુ ઝડપે ઊડે છે, ત્યારે તેને સુપરસોનિક ઝડપ કહેવામાં આવે છે. અવાજની ગતિ આશરે 332 મીટર પ્રતિ સેકન્ડ (લગભગ 1225 કિમી/કલાક) હોય છે. જ્યારે ફાઈટર જેટ આ મર્યાદા વટાવે છે (જેને મેક-1 સ્પીડ કહેવાય છે), ત્યારે તે હવામાં પ્રચંડ દબાણ પેદા કરે છે.
વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તે ધ્વનિ તરંગો પેદા કરે છે. જો વિમાનની ઝડપ અવાજ કરતાં ઓછી હોય, તો આ તરંગો વિમાનની આગળ ફેલાતા રહે છે, પરંતુ, જેવી વિમાનની ઝડપ અવાજની ગતિને પાર કરે છે, ત્યારે આ તરંગો એકબીજામાં ભળી જાય છે અને એક અત્યંત શક્તિશાળી `શોક વેવ' (Shock Wave) પેદા કરે છે. આ શોક વેવ જ્યારે જમીન સુધી પહોંચે છે ત્યારે વિસ્ફોટ જેવો પ્રચંડ અવાજ સંભળાય છે, જેને સોનિક બૂમ કહેવામાં આવે છે.
સોનિક બૂમ અંગેના નિયમો
દુનિયાભરમાં વસ્તીવાળા વિસ્તારો ઉપર સુપરસોનિક ઉડાન ભરવા પર પ્રતિબંધ છે, કારણ કે સોનિક બૂમથી બારીઓના કાચ તૂટી શકે છે અને લોકોમાં ભય ફેલાઈ શકે છે. ભારતમાં પણ DGCAના નિયમો મુજબ રહેણાક વિસ્તારો ઉપર સુપરસોનિક ઉડાન પર પ્રતિબંધ છે. જોકે, વાયુસેનાના ફાઈટર જેટ્સ તાલીમ કે ખાસ મિશન દરમિયાન નિયંત્રિત પરિસ્થિતિમાં આવી ઉડાન ભરે છે.
પાઇલટ અને વિમાન પર અસર
આધુનિક ફાઈટર જેટ્સ એટલા મજબૂત હોય છે કે સોનિક બૂમથી તેને કોઈ માળખાગત નુકસાન થતું નથી. જોકે, અતિશય તેજ અવાજને કારણે પાઈલટ કે ક્રૂ મેમ્બર્સ પર માનસિક તણાવ કે સાંભળવાની સમસ્યા થઈ શકે છે.
ઈઝરાયેલ (ઈ.સ. 1966-67) : ઈઝરાયેલી વાયુસેનાના જેટ્સ દ્વારા સર્જાયેલા સોનિક બૂમને કારણે આશરે 70 જેટલી ઈમારતોની દીવાલોમાં નુકસાન થયું હતું.
અમેરિકા (ઈ.સ. 1960) : અમેરિકી વાયુસેનાના YF-12 જેટના પરીક્ષણ વખતે અનેક ઈમારતોના કાચ તૂટી ગયા હતા, જેના પગલે સ્થાનિકોએ વાયુસેના પર કેસ પણ કર્યા હતા.
ભારતનાં સૌથી ઝડપી જેટ્સ
અવાજની ગતિ તોડનાર વિશ્વના પ્રથમ પાઈલટ અમેરિકાના ચક યીગર હતા, જેમણે 1947માં `Bell X-1' વિમાન ઉડાવ્યું હતું. ભારતીય વાયુસેનાની વેબસાઈટ મુજબ, ભારતના સૌથી ઝડપી ફાઈટર જેટ્સમાં સુખોઈ-30 MKI અને મિરાજ-2000નો સમાવેશ થાય છે, જે અવાજ કરતાં અનેકગણી ઝડપે ઊડવા માટે સક્ષમ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
