થોડા સમય પહેલાં એક ટ્રેન અકસ્માતમાં એક હાથી અને તેનું ત્રણ વર્ષનું બચ્ચુ ગંભીર રીતે ઘાયલ થયાં. જેમાં માનું મૃત્યુ નીપજ્યું હતું, પરંતુ તેના બચ્ચાનો જીવ બચી ગયો, પણ તે લકવાગ્રસ્ત થઇ ગયું હતું. તેને ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલી દેશની પ્રથમ હાથીઓની હોસ્પિટલમાં દાખલ કરાયું. ત્યાં તેનું નામ `બાની' રાખવામાં આવ્યું છે. હોસ્પિટલ સ્ટાફે બાનીને ફિઝિયોથેરાપી, આયુર્વેદિક માલિશ, લેસર થેરાપી, હાઇડ્રોથેરાપી અને ઇલેક્ટ્રોએક્યુપંચર જેવી ટ્રીટમેન્ટ આપી. થોડા સમય બાદ બાનીમાં સારો એવો સુધારો જોવા મળ્યો. જોકે, તેના પાછલા પગમાં ચાલવામાં થોડી તકલીફ હોવાથી તેના માટે ખાસ પ્રકારના શૂઝ બનાવવામાં આવ્યા. આ શૂઝમાં નરમ પેડિંગ અને કેટલીક મજબૂત સામગ્રી ઉમેરીને બનાવાયા છે. જેનાથી તે હવે સરળતાથી ચાલી અને દોડી પણ શકે છે. શરૂઆતમાં તો બાની આ શૂઝ કાઢવાની કોશિષ કરતું, પરંતુ હવે તેને શૂઝ માફક આવી ગયા છે. તેને સમજાઇ ગયું છે કે આ શૂઝ મારા ભલા માટે છે.
24 હજાર વર્ષ પછી પણ વર્મ ઝોમ્બી જીવે છે!
હોલિવૂડ મૂવીમાં ઘણીવાર જે તે માણસ કે કોઇ પ્રાણી બરફના પહાડ-જમીનમાં જામેલો જોવા મળતો હોય છે અને ઘણાં વર્ષો પછી તે તેમાંથી જીવતો નીકળે છે. અલબત્ત, તેને જીવંત દર્શાવવામાં આવે છે, પરંતુ આવી ઘટના સાઇબેરિયામાં હકીકતમાં પરિણમી છે. સાઇબેરિયામાં જામેલી ધરતી(જમીન)માં એક સૂક્ષ્મ જીવ અંદાજિત ૨૪ હજાર વર્ષ બાદ ફરીથી જીવંત જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોએ આ વર્મને `જોમ્બી વર્મ' નામ આપ્યું છે. મૂળ આ વર્મ બીડેલોઇડ રોટીફર (Bdelloid Rotifer) નામનો સૂક્ષ્મ બહુકોશિકીય જીવ છે. આ ઝોમ્બી વર્મ અલાજેયા નદીની પાસે પાસ પર્માફ્રોસ્ટ(હંમેશાં જામેલી માટી-જમીનમાં રહેતો જીવ)માં મળ્યો હતો. ઝોમ્બી વર્મની વિસ્તૃત તપાસ કરતાં માલૂમ થયું કે આ સૂક્ષ્મ જીવ તો જીવ લેટ પ્લેસ્ટોસીન યુગનો છે, આ સમયે પૃથ્વી પર મૈમથ (Mammoth) જેવા મોટાં જનાવરો જોવા મળતાં હતાં. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ ઝોમ્બી વર્મ -20 ઔંસ C તાપમાનમાં હજારો વર્ષો સુધી જામેલો રહ્યો. તે સંપૂર્ણપણે મર્યો ન હતો, પરંતુ તે cryptobiosis અવસ્થામાં જતો રહ્યો હતો. જેનાથી તેની તમામ જૈવિક ક્રિયાઓ રોકાઇ જાય છે. ટૂંકમાં, તે ઠંડી, પાણીની કમી અને ઓક્સિજનની કમી વગર પણ જીવી શકે છે.
સમુદ્રમાં જોવા મળતો ગોલ્ડન ગોળો
થોડા સમય પહેલાં અલાસ્કાની ખાડીમાં વૈજ્ઞાનિકોને અંદાજિત 10,800 ફૂટની નીચે એક રહસ્યમય વસ્તુ જોવા મળી હતી, જે સૌ કોઇ માટે આશ્ચર્યનો વિષય હતો. પહેલી નજરે વૈજ્ઞાનિકો તેને એક ગોલ્ડન ગોળો, કોઇ એલિયન્સની વસ્તુ કે કોઇ અન્ય ગ્રહનો જીવ માનતું હતું, તો કોઇ તેને ઈંડું પણ સમજી રહ્યું હતું, કારણ કે તે ગોલ્ડન ગોળો પિત્તળની જેમ ચમકી રહ્યો હતો! અંતે તે વસ્તુ-જીવને કોઇ દુર્લભ કોરલ તરીકે પણ ઓળખાવતું હતું. તેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો જે ફેલ થયો. આખરે વૈજ્ઞાનિકોએ જ્યારે `હોલ-જિનોમ સિક્કેસિંગ'નો સહારો લીધો ત્યારે તે જીવનો પર્દાફાશ થયો. તે કોઇ એલિયન્સ કે અન્ય ગ્રહની વસ્તુ ન હતી કે ન કોઇ ઈંડું, તે `રેલિકેન્થસ ડૈફને' (Relicanthus daphneae) નામનો વિશાળ સી એનીમોનનો અવશેષ હતો, જે સમુદ્રમાં ખૂબ ઊંડે પેટાળમાં અને ગાઢ અંધારમાં રહે છે. આ સી એનીમોનના ડંખ મારતા ટેન્ટેકલ્સ 6 ફૂટ કરતાં પણ વધુ લાંબા હોય છે. ટૂંકમાં, તે સી એનીમોનના છોડવામાં આવેલી `ડેડ સ્કિન' હતી, જે તેની અવરજવર કે પ્રજનન દરમિયાન અલગ પડી ગઇ હતી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો