વર્ષોથી ભારતને સૌથી ખરાબ રીતે ચીતરવામાં આવે છે. ખાસ કરીને વીડિયોઝ ક્લિપ્સ દ્વારા જેમાં ગંદી શેરીઓ, ભીડભાડવાળી ટ્રેનો, ઝૂંપડપટ્ટીઓ, ખાડાઓ અને અરાજકતા બતાવવામાં આવે છે, જ્યારે તેની સામે ચીનની છબી એવી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે જાણે ચીન એશિયામાં નહિ, વિશ્વમાં જ નહિ, આખા બ્રહ્માંડમાં સૌથી આધુનિક, અદ્યતન, સ્વચ્છ રાષ્ટ્ર છે. વર્ષોથી ચીનની ડિજિટલ છબી ભવિષ્યવાદી સ્કાયલાઇન્સ, હાઇ-સ્પીડ ટ્રેનો અને સુપર-પાવર સ્ટેટસ બતાવવા માટે સખત રીતે દેખાડવામાં આવી છે. મોટી મોટી ચમચમાતી ઇમારતો બતાવી વિશ્વને પોતાનો શ્રેષ્ઠ પક્ષ બતાવે છે.   


ગ્રેટ ફાયરવોલ ઓફ ચાઇના (Great Firewall of China); ચીની સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતી એક કડક ઈન્ટરનેટ નિયંત્રણ અને સેન્સરશિપ સિસ્ટમ છે. તેનો મુખ્ય ઉદ્દેશ ચીનના નાગરિકોને બહારના દેશોની અને વિદેશીઓને ચીનની અંદરની સેન્સર વગરની માહિતી પહોંચતા અટકાવવાનો છે. આ ફાયરવોલ દ્વારા ગૂગલ, યુ ટ્યૂબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટ્વિટર જેવી લોકપ્રિય વૈશ્વિક સેવાઓ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે.   

વાસ્તવમાં જોવામાં આવે તો ભારતની વૈશ્વિક છબી બગાડવાનું કામ ચીન અને ચીનના લાભાર્થે કામ કરતા કેટલાક દેશવિરોધી તત્ત્વો જ વ્યાપકપણે કરી રહ્યા છે. યાદ છેને `મેડ ઈન ઇન્ડિયા હો હી નહિ સકતા' પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કેટલાક દેશભક્ત ભારતીયોએ ચીનની ગ્રેટ ફાયરવોલ ધ્વસ્ત કરીને ઓનલાઈન વાઇરલ વીડિયોઝની શ્રેણી શોધી કાઢી છે. ભારતની ધારાવી ઝૂંપડપટ્ટીને હજારો ઘણી સ્વચ્છ સાબિત કરતાં ગંદકીથી ભરેલાં ચીનનાં શહેરો, ગંદા પાણીથી છલોછલ નાળાં બતાવતા ચીનનો અત્યાર સુધી કરેલો ભ્રામક પ્રચાર ખુલ્લો પાડી રહ્યા છે. કચરાથી ભરેલી શેરીઓ, કચરાવાળા ગંદા દરિયાકિનારા, અસ્વચ્છ એરપોર્ટ વિસ્તારો અને જાહેર સ્થળોએ બેઘર લોકો દર્શાવવામાં આવે છે.   

ભારતની ટ્રેનોમાં ઘેટાંબકરાં જેવી સ્થિતિ બતાવવામાં આવી રહી હતી, પરંતુ ચીનમાં તો ટ્રેનમાં જ બકરા-બકરી સફર કરતાં જોવા મળી રહ્યાં છે, મુસાફરોની સાથે જ તો, પેસેન્જર ટ્રેનમાં. ભારતમાં પ્રાણીઓની હેરફેર ગુડ્સ ટ્રેનોમાં કરવામાં આવે છે. ચીનાઓમાં ભયંકર જાતિપ્રથા જોવા મળે છે અને કોઈ જાતની સિવિક સેન્સ જોવા મળતી નથી. ભારતમાં લગભગ દરેક ગામો સુધી પાકી સડકો પહોંચી ગઈ છે, ત્યારે ચીનમાં ગ્રામીણ સડકોની હાલત જોઈને વિશ્વના ગરીબમાં ગરીબ દેશ કરતાં ખરાબ હાલત હોય તેવું જણાય છે. વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધોને પાંચ-સાત ફૂટમાં જ રહેવા, ખાવા તેમજ સંડાશ-બાથરૂમ જવા મજબૂર કરવામાં આવે છે. ભારતીયો દ્વારા પહેલી વાર ચીનની ગરીબી, ચીનના કૂડા-કચરા, ચીનની ઝૂંપડપટ્ટીઓ, સડકો પર રહેવા મજબૂર લોકો બતાવીને ચીનની કાળી બાજુનો પર્દાફાશ કરી, ચીનની વ્યવસ્થાના લીરેલીરા ઉડાવી દીધા છે. ભારતીય નેટિજન્સે વર્ષોથી ચાલતા ભારત વિરોધી પ્રચાર અભિયાનોને તેમજ કરોડો ડોલરના વૈશ્વિક છબી નિર્માણ તોડી પાડ્યા છે. જ્યારે ચીન ભારત વિરુદ્ધ વાતો ફેલાવવામાં વ્યસ્ત હતું, ત્યારે ભારતીયો હવે ચીનની બીજી બાજુનો પર્દાફાશ કરી રહ્યા છે.

વાઇરલ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને રીલ્સ ચીનની રોજિંદા વાસ્તવિકતાઓને ઉજાગર કરી રહી છે. પ્રથમ વખત ચીનને અને તેની ચળકતી પીઆર છબીને પોતાની દવાનો સ્વાદ મળી રહ્યો છે. ચીની માળખાકીય સુવિધાઓ અને પ્રભુત્વની વાર્તાને પડકાર ફેંક્યો છે. એક જ દિવસમાં વપરાશકર્તાઓએ પ્લેટફોર્મ પર દૃશ્યો અને વાસ્તવિકતાઓ ભરી દીધી, ત્યારે મુખ્ય મુદ્દો એ નથી કે ચીન તદ્દન નકલી (Fake) છે અને ભારત એકદમ સંપૂર્ણ છે. મુદ્દો એ છે કે કોઈ પણ રાષ્ટ્ર સંપૂર્ણ નથી પછી ચીન હોય કે અમેરિકા. દરેક દેશની ઊજળી છબી સાથે ધૂંધળી છબી પણ હોય જ છે. ચીનની બતાવવામાં આવતી ઊજળી છબી જોઈને ચીનને ભારત કરતાં ચડિયાતું અને પચાસ સો વરસ આગળ હોવાનું ગાણું ગાતા લોકોને જોરદાર થપ્પડ પડી છે, તેમાં બેમત નથી.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: