વર્તમાન સમયમાં જ્યારે કોર્પોરેટ જગત, પબ્લિક સેક્ટર અને સામાજિક માળખું સતત પરિવર્તનશીલ છે, ત્યારે એક ઈફેક્ટિવ લીડર અને કુશળ મેનેજર માટે માત્ર ટેક્નિકલ નોલેજ પૂરતું નથી.

બલ્કે સાચું નેતૃત્વ એ છે જે પોતાની ભીતર રહેલાં મૂલ્યોને કે સ્કિલ્સને ઓળખે અને તેને પોતાના કાર્યમાં વણી લે. મહાભારતના શાંતિપર્વમાં જ્યારે ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને રાજધર્મ અને જીવનનાં ગૂઢ રહસ્યો સમજાવે છે, ત્યારે તેઓ આત્મતીર્થની ઓળખને અત્યંત મહત્ત્વ આપે છે. જ્યારે આપણે પ્રેક્ટિકલ વર્લ્ડમાં સફળતાની શોધમાં બહાર ભટકતા હોઈએ છીએ, ત્યારે ઘણીવાર આપણે એ ભૂલી જઈએ છીએ કે એક્સેલન્સનું સાચું લોકેશન આપણી અંદર જ છે. એક લીડર તરીકે જ્યારે વ્યક્તિ પોતાના આંતરિક સત્ય અને સેલ્ફ-કંટ્રોલને ઓળખી લે છે, ત્યારે તેના ડિસીઝન મેકિંગમાં એક પ્રકારની ટ્રાન્સપરન્સી અને સ્ટેબિલિટી આવે છે. મેનેજમેન્ટનો મુખ્ય ઉદ્દેશ માત્ર રિસોર્સિસનું હેન્ડલિંગ નથી, પરંતુ ઈમોશન્સ અને એથિક્સનું બેલેન્સ જાળવવાનો પણ છે. નેતૃત્વના પથ પર ચાલનાર વ્યક્તિ માટે સંયમ એ સૌથી મોટું શસ્ત્ર છે. એક મેનેજર જ્યારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પોતાની માનસિક શાંતિ જાળવી રાખે છે, ત્યારે તે પોતાની ટીમને પ્રોપર ગાઈડન્સ આપી શકે છે. લોન્ગ ટર્મ ઈમ્પેક્ટ પાડવા માટે લીડરના કેરેક્ટરમાં પ્યોરિટી હોવી અનિવાર્ય છે. શુદ્ધ આત્મા અને શુદ્ધ વિઝન ધરાવતો લીડર ક્યારેય લોભ કે મોહમાં આવીને રોન્ગ ડિસીઝન્સ લેતો નથી. તેના માટે સત્ય એ જ માર્ગદર્શક ફોર્સ હોય છે.

પ્રોફેશનલ જગતમાં સત્યનો અર્થ પોતાની કેપેબિલિટી અને લિમિટેશન્સ પ્રત્યે ઓનેસ્ટ રહેવું છે. જે મેનેજર પોતાની ભૂલો સ્વીકારી શકે છે અને સત્યને પકડી રાખે છે, તે જ પોતાની ટીમમાં ટ્રસ્ટનું વાતાવરણ ઊભું કરી શકે છે. શાંતિપર્વના એ ઉપદેશો આધુનિક મેનેજમેન્ટ સ્ટાઈલ માટે એક પરફેક્ટ બ્લૂપ્રિન્ટ પૂરી પાડે છે. સાચું એડમિનિસ્ટ્રેશન એ છે, જે દયા અને કરુણાના પાયા પર ટકેલું હોય. એક લીડર જ્યારે તેના સબોર્ડિનેટ્સ પ્રત્યે સેન્સિટિવ હોય છે, ત્યારે તે માત્ર એક બોસ મટીને મેન્ટર બની જાય છે. ચારિત્ર્યની ઠંડક અને વર્તનમાં રહેલી નમ્રતા એ નેતૃત્વના એવા પાસાં છે જે ગમે તેવા કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ્સના સોલ્યુશન લાવી શકે છે. મેનેજમેન્ટમાં ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ, જે ઓબ્સ્ટકલ્સને પાર કરીને પણ પોતાનો રસ્તો શોધી લે છે. આ પ્રવાહમાં જો સંયમનું વોટર હોય અને સત્યની પ્યોરિટી હોય, તો તે સંસ્થાના કલ્ચરને પણ પવિત્ર બનાવે છે. જે રીતે પાણીથી બોડી સાફ થાય છે, તેમ ઉમદા વિચારો અને નૈતિક મૂલ્યોથી લીડરની પર્સનાલિટી નિખરે છે. પિતામહ ભીષ્મનો આ જ સંદેશ હતો કે સાચું સ્નાન એ આત્માનું સ્નાન છે, જે સંયમ અને સત્યના જળથી થાય છે.

યાદ રાખવું જોઈએ કે જે સક્સેસ અનૈતિક રસ્તે અથવા અન્યોને નુકસાન પહોંચાડીને મેળવવામાં આવે છે, તે સસ્ટેનેબલ હોતી નથી. સાચો લીડર એ છે જે જાણે છે કે ઓથોરિટી એ સર્વિસ કરવાનું મીડિયમ છે. તેના માટે તેની રિસ્પોન્સિબિલિટી એ એક પવિત્ર ડ્યૂટી સમાન છે. જ્યારે નેતૃત્વમાં સેલ્ફ-કોન્ફિડન્સની સાથે આત્મજ્ઞાન ભળે છે, ત્યારે તે વ્યક્તિ મિરેકલ સર્જી શકે છે. મેનેજમેન્ટે સમજવું પડશે કે જો લીડરની અંદર મોરાલિટીનો અભાવ હશે, તો તે નિયમો માત્ર કાગળ પર જ રહી જશે. લીડરશિપ એ એક એવું માઈન્ડસેટ છે, જે અન્યને મોટિવેટ કરે છે. એક આદર્શ મેનેજર હંમેશાં પોતાના બિહેવિયર દ્વારા તેનામાં રહેલી પેશન્સ શીખવે છે અને તેની સેલ્ફ-ડિસિપ્લિન જ ટીમને ટફ ટાઈમમાં હિંમત આપે છે. જ્યારે ચારે બાજુ કન્ફ્યૂઝન અને કેઓસ હોય ત્યારે સ્ટેબલ રહીને કાર્ય કરવું એ જ સાચા નેતૃત્વની ટેસ્ટ છે. આ સ્ટેબિલિટી ત્યારે જ આવે છે જ્યારે લીડર બાહ્ય એપ્રીસિએશન કે ક્રિટિસિઝમથી પર થઈને પોતાનાં આંતરિક મૂલ્યોને વળગી રહે છે. સત્ય અને કેરેક્ટરના મિશ્રણથી બનેલું નેતૃત્વ ક્યારેય ડગમગતું નથી. તે જાણે છે કે સાચો વિજય એ છે જે લોકોના હૃદયમાં પ્લેસ બનાવીને મેળવાય છે. બિઝનેસ મેનેજમેન્ટમાં જે `ઇમોશનલ ઇન્ટેલિજન્સ' પર ભાર મૂકાય છે, તે વાસ્તવમાં આંતરિક બેલેન્સ જ છે. પોતાના માઈન્ડ પર કંટ્રોલ રાખવો અને અન્યની ફીલિંગ્સને સમજવી એ જ નેતૃત્વનો કોર છે. જે મેનેજર પોતાના સેન્સીસ પર કાબૂ ધરાવે છે, તે જ સંસ્થાને લોન્ગ ટર્મ બેનિફિટ કરાવી શકે છે. પવિત્રતાનો અર્થ અહીં વર્ક પ્રત્યેનું ડેડિકેશન અને વિચારોમાં રહેલી ક્લેરિટી છે. જ્યારે કોઈ પ્રોજેક્ટ પૂરી શ્રદ્ધા અને નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવે છે, ત્યારે તે કાર્ય જ વર્શિપ બની જાય છે. એક લીડર માટે તેની ટીમનું વેલફેર સર્વોપરી હોવું જોઈએ. જો તે પોતાની ટીમને પ્રોપર એન્વાયર્નમેન્ટ પૂરું પાડે, તો મેનેજમેન્ટના ગોલ્સ ઓટોમેટિકલી અચીવ થઈ જાય છે. આખરે નેતૃત્વ અને સંચાલન એ ઇનસાઇડ-આઉટ જર્ની છે. જો તમે તમારી જાતને લીડ કરી શકતા નથી, તો તમે દુનિયાને કેવી રીતે મેનેજ કરી શકશો? જે મેનેજર પોતાના મનને અનુશાસનમાં રાખી શકે છે, તે જ અન્યના માઈન્ડસેટને બદલી શકે છે. સત્યનો માર્ગ કદાચ પડકારરૂપ હોઈ શકે છે, પણ તે જ અલ્ટિમેટ સક્સેસ તરફ દોરી જાય છે. એક આદર્શ લીડર એ છે જે બદલાવની શરૂઆત પોતાની જાતથી કરે છે. તે અન્યને સુધારવાને બદલે પોતે રોલમોડલ બનીને બતાવે છે. આવી જ લીડરશિપ કોઈ પણ ઓર્ગેનાઈઝેશનને ટોપ લેવલ પર પહોંચાડી શકે છે, જેનો પાયો સદીઓ પહેલાં શાંતિપર્વમાં પિતામહ ભીષ્મે નાખ્યો હતો.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો