જેફેબ્રિક વડે મેકિન્ટોશ બનાવવામાં આવ્યો હતો તે ફેબ્રિકનું નામ હતું, `ઇન્ડિયા રબર ક્લોથ'.

1782 ઇન્ડિયા રબર, કુદરતી રબર અથવા સખત કર્યા વગરનું `ઇન્ડિયા રબર' એક પોલિમરાઇઝેશન ઉત્પાદન, જે દક્ષિણ અમેરિકા, આફ્રિકાનાં ચોક્કસ વૃક્ષો અને અન્ય છોડના કોગ્યુલેટેડ લેટેક્સ છે.

1784 ઇન્ડિયા રબરથી બનેલું ઇરેઝર; 1825 યુ.એસ. મુખ્યત્વે બહુવચનમાં. ઇન્ડિયા રબરથી બનેલું વોટરપ્રૂફ ઓવરશૂ; 1815 `ઊપજ આપનાર ઇન્ડિયા રબર'ના અર્થ સાથે જેમ કે, ઇન્ડિયા રબર પ્લાન્ટ, ઇન્ડિયા રબર ટ્રી, ઇન્ડિયા રબર વેલો વગેરે; 1820 `ઇન્ડિયા રબરથી બનેલું' અર્થ સાથે જેમ કે, ઇન્ડિયા રબર બોલ, ઇન્ડિયા રબર બેન્ડ, ઇન્ડિયા રબર બોટલ વગેરે; 1835 `મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા રબર' અર્થ સાથે જેમ કે, ઇન્ડિયા રબર ફેક્ટરી, ઇન્ડિયા રબર વર્ક્સ વગેરે; 1821 એટ્રિબ્યુટિવ. વિસ્તૃત ઉપયોગમાં `ઇન્ડિયા રબર જેવું અત્યંત સ્થિતિસ્થાપક અને લવચીક' અર્થ સાથે; 1833 `વાદ્ય અને પેરાસિન્થેટિક' હવે દુર્લભ; 1851 એજન્ટ નામો, મૌખિક નામો અને પાર્ટિસિપલ સાથે ઉદ્દેશ્ય. હવે દુર્લભ; 1835 વિશેષણ ઇન્ડિયા રબર જેવું; ઇન્ડિયા રબર વાઈન, ક્રિપ્ટોસ્ટેજિયા ગ્રાન્ડિફ્લોરા.

જુદાં જુદાં વર્ષોમાં ઉચ્ચારાયેલા ઉપરોક્ત બધાં વાક્યોમાં જે સામાન્ય નાઉન (noun) નામ, સંજ્ઞા છે તે `ઇન્ડિયા રબર' જેના સૌથી પહેલા ઉપયોગનો પુરાવો 1782માં ફોર્ચ્યુનેટ સિસ્ટર્સમાં મળ્યો છે. ઈન્ડિયા રબર નામ પાછળનું કારણ શું છે? `ઇન્ડિયા રબર' નામનો અર્થ શું થાય છે?

પહેલાં તો રબરને સમજવાની જરૂર છે. રબર એ એક ઝાડનો સૂકો રસ છે, જે દક્ષિણ અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય આફ્રિકા જેવા ગરમ વરસાદવાળા વાતાવરણમાં ઊગે છે. તે એક નરમ, લવચીક, સ્થિતિસ્થાપક સામગ્રી છે જેને વલ્કેનાઈઝ કરી શકાય છે અને તેમાંથી હવે ઘણાં ઉત્પાદનો બનાવી શકાય છે. જેમાં બોલ, ઈરેઝર, ઓવરશૂઝ, બેન્ડ અને વોટરપ્રૂફ કપડાંનો સમાવેશ થાય છે. રબરનાં વૃક્ષો મુખ્યત્વે ત્યાં ઊગે છે જ્યાં ભારે વરસાદ પડે છે સાથે જ તેને ગરમ વાતાવરણની જરૂર હોય છે. જોકે, શરૂઆતમાં તેનો મુખ્ય ઉપયોગ પેન્સિલનું લખાણ ભૂંસવા (To rub) માટે થતો હોવાથી રબર કહેવામાં આવતું હતું. આપણે હજુ પણ તેનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં આ હેતુ માટે કરીએ છીએ. `રબર' શબ્દ 1770માં અંગ્રેજી રસાયણશાસ્ત્રી જોસેફ પ્રિસ્ટલી દ્વારા બનાવવામાં આવ્યો હતો.

ભારતમાં જોન જોસેફ મર્ફી (1 ઓગસ્ટ, 1872 - 9 મે, 1957) એક આઇરિશ કૃષિ ઉદ્યોગસાહસિક હતા, જેમણે 1902માં કેરળમાં ભારતના પ્રથમ વ્યાપારી રીતે સક્ષમ રબર વાવેતરની સ્થાપના કરી હતી. તેમને ભારતીય રબર વાવેતરના પિતા માનવામાં આવે છે. તો પછી રબર જોડે `ઇન્ડિયા' નામના ભાગની ઉત્પત્તિ કેમની થઇ?

તેને ઇન્ડિયા રબર કહેવામાં આવે છે તેનું કારણ દર્શાવવામાં આવે છે કે તે વેસ્ટ ઈન્ડિઝમાં યુરોપિયનો દ્વારા જોવામાં આવ્યું હતું. અમેરિકા શોધવા ગયેલા કોલંબસે વેસ્ટ ઇન્ડિયનોને દડાથી રમતા જોયા.

આ દડા રબરના બનેલા હતા. જ્યારે યુરોપિયન સંશોધકોએ આ સામગ્રીનો સામનો કર્યો, ત્યારે તેમને તે અમેરિકામાં, ખાસ કરીને એમેઝોન બેસિનમાં મળી. `ઇન્ડિયા રબર' શબ્દ લેટિન અમેરિકન સ્વદેશી શબ્દ `કાઉચૌક' પરથી આવ્યો છે, જે કુદરતી રબરનું નામ હતું. અમેરિકામાં જોવા મળતા હોવા છતાં, `ઇન્ડિયા' નામ ટકી રહ્યું, કારણ કે રબર યુરોપમાં નિકાસ કરવામાં આવતું હતું અને યુરોપિયન સંશોધકો `ઇન્ડીઝ' શબ્દ શોધેલી નવી જમીનો માટે વાપરતા હતા. `ઇન્ડિયા રબર' એ એક એવું નામ હતું જે યુરોપિયનોની ભૌગોલિક ગેરસમજ (અમેરિકાને `ઇન્ડીઝ' તરીકે ઓળખાવતા) અને 18મી સદીના અંત સુધીમાં ભૂંસી નાખવા માટે `રબર' તરીકે સામગ્રીના વ્યવહારિક ઉપયોગના સંયોજનથી પરિણમ્યું હતું. બાકી ભારતને `ઇન્ડિયા રબર' સાથે સીધો કોઈ સંબંધ નથી.