માસોક્રેટિસજી,

રું ગ્રેજ્યુએશન પૂરું થતાં મારા મેરેજ નક્કી થયા છે. ત્યારે મને એક વાત ખટકે છે તે એ છે કે મને હંમેશાં હેલ્પ કરતા મનીષ (નામ બદલ્યું છે) અંકલ માટે હું કશું કરી શકી નથી. તેમને હું ક્યારેય ભૂલી નહીં શકું અને તેમણે મારો તમામ બાબતે જે ખ્યાલ રાખ્યો છે તેને જોતાં મને મેરેજ પહેલાં તેમને હગ કરવાનું અને તેમને એકવાર સમર્પિત થઈને તેમનું ઋણ અદા કરવાનું બહુ જ મન છે, તો હું શું કરું? - રેખા (નામ બદલ્યું છે),

તારી ખૂબ અંગત કહી શકાય એવી બાબત તને મારી સલાહ લેવાનું સૂઝ્યું તે ખરેખર યોગ્ય પગલું છે. તેં તારા ઇ-મેલમાં જણાવ્યા મુજબ તારા સ્કૂલ સમયથી કોલેજ પૂરી થઈ ત્યાં સુધી તમારી બાજુમાં જ રહેતાં મનીષ અંકલ અને તેમનાં પત્નીએ તને પુત્રીની જેમ રાખી છે. તેઓ બંનેએ તને હંમેશાં ખુશ રાખવા પ્રયાસ કર્યો છે. એનું મુખ્ય કારણ તેઓને સંતાન નથી તે કહી શકાય, પરંતુ બહુ ઓછાં નિઃસંતાન દંપતી અન્યના સંતાનને પોતાનું સમજી પ્રેમ કરીને તેનું લાલનપાલન કરે. તેઓ બંને જ તારાં પુસ્તકો, શાળા-કોલેજની જરૂરી સાધનસામગ્રી તેમજ અન્ય જરૂરિયાતોનો બહુ જ ખ્યાલ રાખતાં રહ્યાં છે. એટલું જ નહીં તેં જણાવ્યા મુજબ તારા દરેક બર્થડેએ તેઓ તને બહુ જ મોંઘીદાટ ગિફ્ટ આપે છે. સરસ મજાની મોંઘી ઘડિયાળો, એકદમ હાઇફાઇ ડ્રેસીસ વગેરે. ઉપરાંત તને ટુ વ્હીલર પણ અપાવ્યું છે. આટલું બધું તેઓએ તને પોતાનું સંતાન માનીને કર્યું હોય એમ માની શકાય, પરંતુ તારા કહેવા મુજબ તો તેની પાછળનું મૂળ કારણ મનીષ અંકલનો તારા પ્રત્યેનો પ્રેમ છે. તું નાની હતી ત્યારે તને તેઓ ખૂબ રમાડતા, સાથે ફરવા લઈ જતા. ખૂબ જ લાડ કરાવતા, પરંતુ તું સમજણી થઈ તે પછી થોડું અંતર વધવા માંડ્યું અને યંગ થયા પછી તો સ્પર્શ કરવાનું બંધ જ થઈ ગયું હતું. એટલે તારા મનમાં તેમના પ્રત્યેનો પ્રેમ મળતો બંધ થતાં તને હંમેશાં તેમને હગ કરવાનું મન થતું રહે છે.

આમ જોઈએ તો તારા જીવનમાં પપ્પા પછીના બીજા પુરુષ મનીષ અંકલ છે, એટલે તને તેમના પ્રત્યે વિવિધ પ્રકારના ભાવ જાગે છે. એમણે તને સંતાન તરીકે લાડ કર્યા છે, પરંતુ સમય જતાં યૌવનમાં પ્રવેશતાં તેમના પ્રત્યેની તારી દૃષ્ટિ બદલાઈ ગઈ છે. કદાચ એમાં તેમનો પણ ફાળો હશે. તેં મેલમાં ક્યાંય ઉલ્લેખ નથી કર્યો, પણ કલ્પી શકાય કે તેમણે પણ તારા પ્રત્યે પુરુષ જેવી દૃષ્ટિથી જોવા માંડ્યું હોય. તેમના મનમાં તું સંતાન નહીં પણ પ્રેમિકા બની ચૂકી હોય. મન બહુ ચંચળ હોય છે અને લાગણી ખૂબ નાજુક હોય છે. એટલે ક્યારે શું કરી બેસીએ તેની ખબર જ ન પડે. એવા ઘણા કિસ્સાઓ બનતા હોય છે કે પરિણીત મોટા પુરુષો કિશોરીઓ, તરુણીઓને વિવિધ પ્રકારે વશમાં કરતા હોય છે અને શારીરિક ભૂખ પણ સંતોષતા હોવાના બનાવો બનતા હોય છે. કેટલીક કિશોરી, તરુણી ગભરાઈ જવાથી વાત બહાર આવે, બાકી અસંખ્ય કિસ્સા બંનેની સમજૂતીથી દબાઈ જતા હોય છે. એની યાદમાં બંને જીવે અને તેનો પણ આનંદ લે, ક્યારેક વર્ષો પછી પણ એ દિવસો ફરી ઊજવે. ગમતી વ્યક્તિ અને તેની સાથેના સેક્સની વૃત્તિ બહુ જ પાગલ કરી દેનારી હોય છે.

સમાજનો ડર અને પારિવારિક બંધનો તેમજ મૂલ્યોને કારણે વ્યક્તિને તેની વૃત્તિઓને કાબૂમાં રાખવા મજબૂર બનવું પડતું હોય છે. બાકી સેક્સ સંબંધો કશું જ જોતા હોતા નથી. એ પ્રેમનું જ એક વરવું સ્વરૂપ હોવાથી ઉંમર, ઉચ્ચ, નીચ કે જાતિ-જ્ઞાતિ કશું જ જોતા નથી. એનાં ક્યારેક ખરાબ પરિણામો આવે છે. તેને લાગતા અનેક ગુનાઓ બને છે, કેટલાય કુટુંબો ભાંગી પડે છે. કેટલીય યુવતીઓ શોષણનો ભોગ બને છે અને સમાજમાં કાળો કારોબાર વધે છે. એટલે અહીં તને એ સ્પષ્ટ કરાવવું છે કે તું જે વિચારી રહી છે તે આમ તો સ્વાભાવિક છે, પરંતુ બધી રીતે જોખમી છે. તેની અસર વ્યક્તિગત જીવન, પરિવાર અને સમાજ પર પડતી હોય છે. તેં તારા મનીષ અંકલમાં તને ગમતો પુરુષ જોયો છે. તે તને ખૂબ પ્રેમ કરે છે, તને બધી રીતે રક્ષણ આપી શકે એમ છે. તું એમનામાં તારી નિર્ભીકતા જુએ છે. સુરક્ષિત માને છે. એટલે એમને સમર્પિત થવા ઈચ્છે છે.

તું આ સ્ટેજ પર પહોંચી છે તેમાં મનીષ અંકલે એવી ચેષ્ટાઓ કરી જ હશે કે જેથી તું આ બાબતે આકર્ષાય છે. તે અંગે અંગત કારણોસર તેં તારા મેલમાં ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તને સેક્સ્યુઅલી આકર્ષણ ઊભું થાય એવું તેમણે દર્શાવ્યું જ હશે અને તે તને ખૂબ ગમ્યું હશે, જેથી તું તારા અત્યાર સુધીના તેમની સાથેના સંબંધોને તોલી રહી છે. જેમાં તું પોતાને તેમની ઋણી સમજે છે. તેમનો તારા પ્રત્યેનો પ્રેમ જુએ છે અને વિચારે છે કે જેણે તને બધી રીતે સાચવી, ખૂબ લાડ પ્યાર કર્યા, પ્રેમ કર્યો એને કઈ રીતે ખુશ કરી તેમનું કાયમ માટે ઋણ ચૂકવી પોતાના ઋણી બનાવી શકાય. એટલું જ નહીં તે સાથે તને જીવનમાં એક એવી વ્યક્તિ મળી શકે કે કોઈ પણ પરિસ્થિતિમાં જે તને સાથ સહારો આપે અને જરૂર પડે સ્વીકારે. એ પરિસ્થિતિમાં ભલે સંબંધનું સ્વરૂપ અલગ હોય, પરંતુ અંગત જીવનમાં તો તે જ સર્વસ્વ હોય.

આ થઈ તારી લાગણીની ચંચળ મનની અને રેશમી સંબંધની વાત, પરંતુ તારે આ બધામાંથી બહાર આવી મનીષ અંકલને પિતાતુલ્ય જ માનીને તેમની સાથે વર્તવું જોઈએ. તું વિદાય વેળા અને સમગ્ર સમાજની સામે હગ કરી શકે છે, અન્ય પ્રસંગોએ પણ હગ કરી શકીશ, બસ એમાં દૃષ્ટિ, લાગણીનો ભેદ હશે. એમાં ક્યાંય સેક્સવૃત્તિ નહીં હોય, એમાં પવિત્ર ભાવ જ હશે. તારી લાગણીને આ રીતે વાળીને જ તેમનું ઋણ ચૂકવી શકીશ.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો