માનવ ઇતિહાસમાં મીઠાની ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ રહી છે, પરંતુ તેણે માનવસમાજ માટે ફક્ત સ્વાદ અને સમૃદ્ધિ પૂરતું જ યોગદાન નથી આપ્યું. મીઠા સત્યાગ્રહ તરીકે ઓળખાતો, દાંડીસત્યાગ્રહ/દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી.
12 માર્ચથી 6 એપ્રિલ, 1930 દરમિયાન અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીએ પોતાના 78 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી હતી. આ કૂચ સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી થઇ હતી. માર્ગમાં હજારો ભારતીયો કૂચમાં જોડાતા ગયા. 6 એપ્રિલના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ મીઠું ઉપાડી કૂચ સમાપ્ત કરી હતી, પરંતુ સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયાં હતાં.
ધ સોલ્ટવોર; 1304માં વેનિસ અને પદુઆ વચ્ચે એક ટૂંકું યુદ્ધ હતું. 9 જુલાઈ, 1291ના રોજ વેનિસ અને પદુઆએ 9 વર્ષ સુધી ચાલનારી જોડાણ સંધિ પર હસ્તાક્ષર કર્યા. 1299માં કર્ઝોલા યુદ્ધ પછી જેનોઆ સાથેની શાંતિ સંધિમાં પદુઆએ વેનિસ માટે જામીન તરીકે કામ કર્યું. 1300માં સંધિની સમાપ્તિ સાથે જ બંને શહેરો વચ્ચે તણાવ વધ્યો. ખુલ્લા યુદ્ધમાં ફેરવાયેલો વિવાદ 1303માં શરૂ થયો, જે ચિઓગિયા સાથેની સરહદ નજીક લગૂન પર કેલ્સિનારાના સ્વેમ્પી દ્વીપકલ્પ પર મીઠાનાં કૂંડાં બાંધવાના પદુઆના અધિકાર અંગેનો વિવાદ હતો. પદુઆન કોમ્યુને કેલ્સિનારા ખાતેની જમીન ગુઆલ્પર્ટિનો પાસેથી મેળવી હતી, જે સાન્ટા ગ્યુસ્ટીનાના મઠાધિપતિ અને કવિ આલ્બર્ટિનો મુસાટોના ભાઈ હતા. વેનિસે આસપાસના વિસ્તારમાં મીઠું સપ્લાય કરવાનો એકાધિકાર હોવાનો દાવો કર્યો. નાનકડું યુદ્ધ ફાટી નીકળ્યું જેમાં વેનિસનો વિજય થયો અને તેના મીઠાના એકાધિકારની પુષ્ટિ થઈ.
ફેરારાયુદ્ધ એ જ કારણોસર લડાયું હતું. ફેરારા યુદ્ધ જેને મીઠાના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ફેરારાના ડ્યૂક એર્કોલ પ્રથમ ડી'એસ્ટે અને એર્કોલના અંગત શત્રુ, પોપ સિક્સટ્સ IV અને તેમના વેનેટિયન સાથીઓ દ્વારા એકત્ર કરાયેલાં દળો વચ્ચે લડાયું હતું. 7 ઓગસ્ટ, 1484ના રોજ હસ્તાક્ષર કરાયેલ બાગ્નોલોની સંધિ સાથે દુશ્મનાવટનો અંત આવ્યો હતો. સાનએલિઝારિયોસોલ્ટવોર; જેને સેલિનેરો રિવોલ્ટ અથવા અલ પાસો સોલ્ટ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે. 19મી સદીના મધ્યમાં એક વિસ્તૃત અને જટિલ રેન્જ વોર હતું, જે પશ્ચિમ ટેક્સાસમાં ગુઆડાલુપ પર્વતોના પાયામાં આવેલા વિશાળ મીઠા તળાવોની માલિકી અને નિયંત્રણની આસપાસ ફરતું હતું. 1866માં એંગ્લો ટેક્સન રાજકારણીઓ અને મૂડીવાદીઓ વચ્ચે રાજકીય અને કાનૂની સંઘર્ષ શરૂ થયો, જેના પરિણામે 1877માં એલ પાસો નજીક રિયો ગ્રાન્ડેની બંને બાજુ રહેતા વંશીય મેક્સિકન અને તેજાનો રહેવાસીઓ દ્વારા ટેક્સાસ રેન્જર્સ દ્વારા સમર્થિત એક અગ્રણી રાજકારણી સામે સશસ્ત્ર સંઘર્ષ થયો. ટેક્સાસના સાન એલિઝારિયો શહેરમાં લગભગ 500 માણસોની લોકપ્રિય સેના સમક્ષ 20 ટેક્સાસ રેન્જર્સના ઘેરાબંધી અને શરણાગતિ સાથે આ સંઘર્ષ પરાકાષ્ઠાએ પહોંચ્યો. કેટલાય માર્યા ગયા અને કેટલાય ઘાયલ થયા. ખારાં તળાવો પર માલિકીનો અધિકાર શસ્ત્રોના બળ દ્વારા સ્થાપિત થયો હતો. અમેરિકન ઇતિહાસમાં યુદ્ધોનાં પરિણામોમાં મીઠું એક મુખ્ય પરિબળ રહ્યું છે. અમેરિકન ક્રાંતિમાં ભૂમિકા ભજવી હતી અને ફ્રાન્સમાં દમનકારી મીઠાનો કર ફ્રેન્ચ ક્રાંતિનું એક કારણ હતું. નાબૂદ થયા પછી નેપોલિયન જ્યારે સમ્રાટ બન્યો ત્યારે પોતાના યુદ્ધોનો ખર્ચ ઉઠાવવા માટે તેણે આ કર ફરીથી લાદ્યો હતો. એટલું જ નહિ એક પ્રાચીન પ્રથા હતી યુદ્ધના સમયમાં પરાજિત શહેરની ભૂમિ પર મીઠું છાંટવાની, ત્યાં જમીનની ફળદ્રુપતા નષ્ટ કરવા માટે. આજેકહીએતોકોણમાનશેકેસત્યાગ્રહથીસંગ્રામસુધીમીઠુંનિમિત્તબનેલું, મીઠામાટેયુદ્ધોલડાયાંહતાં!
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો