શું તમે જાણો છો કે કઈ નદી ભારત, પાકિસ્તાન અને ચીન ત્રણેય દેશોમાં વહે છે? આ નદી તિબેટમાંથી નીકળીને ભારતના લદ્દાખ અને પછી પાકિસ્તાનમાંથી પસાર થઈને અરબી સમુદ્રમાં મળે છે. તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ ઘણું છે
ઘણા લોકો એ જાણે છે કે ભારતમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા જેવી મોટી નદીઓ વહે છે, પરંતુ શું તમે જાણો છો કે આખરે કઈ નદી ભારત, પાકિસ્તાન અને ચીન ત્રણેય દેશોમાં વહે છે? આ સવાલ સાંભળવામાં સરળ લાગે છે, પરંતુ તેનો જવાબ દરેક વ્યક્તિને ખબર નથી હોતો. સૌથી પહેલાં એ જાણી લો કે ભારતમાં નાની-મોટી મળીને 400થી પણ વધુ નદીઓ વહે છે. આ નદીઓને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે - હિમાલયની નદીઓ, દ્વીપકલ્પીય (પ્રાયદ્વીપીય) નદીઓ અને તટીય નદીઓ.
હિમાલયની નદીઓ જેમ કે ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા ખૂબ લાંબી અને પાણીથી ભરપૂર હોય છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ જેમ કે ગોદાવરી, નર્મદા અને કાવેરી દક્ષિણ ભારતમાં વહે છે. આ નદીઓ દેશના જીવન, ખેતી અને સંસ્કૃતિ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સતલજ નદી પણ ત્રણ દેશોમાંથી પસાર થાય છે
સિંધુ નદી માત્ર એક નદી નથી, પરંતુ તેનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ ઘણું છે. પ્રાચીન સમયમાં સિંધુ ખીણની સભ્યતા આ જ નદીના કિનારે વિકસી હતી, જે વિશ્વની સૌથી જૂની સભ્યતાઓમાંથી એક માનવામાં આવે છે.
આ સિવાય બીજી એક નદી છે જે ત્રણ દેશો - ભારત, પાકિસ્તાન અને ચીનમાં વહે છે અને તેનું નામ છે સતલજ નદી. સતલજ નદી પણ તિબેટમાંથી નીકળે છે અને ભારતના પંજાબમાંથી પસાર થઈને પાકિસ્તાનમાં જાય છે.
જોકે, તેની લંબાઈને લઈને અલગ-અલગ આંકડા મળે છે, પરંતુ તે પણ એક મહત્ત્વપૂર્ણ નદી માનવામાં આવે છે. એકંદરે, જો તમને પૂછવામાં આવે કે કઈ નદી ભારત, પાકિસ્તાન અને ચીન ત્રણેય દેશોમાં વહે છે, તો સૌથી સાચો અને પ્રમુખ જવાબ હશે સિંધુ નદી. આ નદી ત્રણેય દેશોને જોડે છે અને ત્યાંના લોકોના જીવનમાં ખૂબ મોટું યોગદાન આપે છે.
જાણો કેટલી છે લંબાઈ? : હવે વાત કરીએ એ ખાસ નદીની, જે ત્રણ દેશો ભારત, પાકિસ્તાન અને ચીનમાં વહે છે. આ નદીનું નામ છે સિંધુ નદી. તે એશિયાની સૌથી મહત્ત્વપૂર્ણ અને લાંબી નદીઓમાંથી એક માનવામાં આવે છે. તેની કુલ લંબાઈ લગભગ 3,180 કિલોમીટર છે, જે તેને ખૂબ મોટી નદી બનાવે છે. સિંધુ નદીની શરૂઆત ચીનના તિબેટ (તેને અલગ દેશની માન્યતા મળી નથી) ક્ષેત્રમાંથી થાય છે. તે માનસરોવર તળાવ પાસેની એક જગ્યાએથી નીકળે છે, જેને `સિન-કા-બાબ' કહેવામાં આવે છે. તિબેટમાં આ નદીને `સિંઘી ખંબન' અથવા `સિંહનું મુખ' પણ કહેવામાં આવે છે. ત્યાંથી નીકળીને આ નદી ભારતના લદ્દાખ અને કાશ્મીર ક્ષેત્રમાં પ્રવેશે છે. ભારતમાં તે લગભગ 1,100 કિલોમીટરથી વધુનું અંતર કાપે છે. ત્યારબાદ આ નદી પાકિસ્તાનમાં પ્રવેશે છે, જ્યાં તે વધુ મોટી અને પહોળી થઈ જાય છે. પાકિસ્તાનમાં તે ઘણા શહેરો અને ખેતરોને પાણી પૂરું પાડે છે અને ત્યાંની ખેતી માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે. અંતમાં આ નદી અરબી સમુદ્રમાં જઈને મળી જાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો