એજ્યુકેશન વર્લ્ડમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની અલગ અને વિશેષ દુનિયા છે. આ યુનિવર્સિટીએ વિશ્વને રાજનેતાથી લઈને અનેક શ્રેષ્ઠ રમતવીરો આપ્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એ બ્રિટનની શાખા છે.

આ યુનિવર્સિટીમાં ભારતના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એ માટે ધ હોડ્સ સ્કોલરશિપ આપવામાં આવે છે. હોડ્સ સ્કોલરશિપ બ્રિટનના જગવિખ્યાત ઉદ્યોગપતિ સેસિલ જ્હોન હોડ્સે દુનિયાને બ્રિટન સાથે જોડવા માટે શરૂ કરી હતી. અંગ્રેજી બોલતા દેશો સાથે અન્ય દેશોનો સંબંધ અને વ્યવહાર વધે એ માટે શરૂ થયેલી આ સ્કોલરશિપ દુનિયાની સૌથી પોપ્યુલર છે. દુનિયાભરના અનેક તેજસ્વી, પ્રતિભાશાળી નોબલ, આલિમ્પિક સહિતના મહત્ત્વના વિજેતાઓનાં નામ હોડ્સ સ્કોલરશિપ સાથે જોડાયેલાં છે. ઓક્સફર્ડનું એજ્યુકેશન અન્ય યુનિવર્સિટીની સરખામણીએ કોસ્ટલી કહી શકાય, પણ આ યુનિવર્સિટીમાં ભણવું એ જ કરિયરનો ગોલ્ડન ટાઈમ સાબિત થાય છે. ભારતના વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ હોડ્સ ટ્રસ્ટ અને બિઝનેસમેન જ્હોન મેકોલ મેકબેનના સેકન્ડ સેન્ચુરી ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. ધ હોડ્સ સ્કોલરશિપ ફોર ઈન્ડિયા માટે ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.

મહત્ત્વની બાબતો

ભારતીય નાગરિકત્વની સાથે પાસપોર્ટ હોલ્ડર હોવા જરૂરી છે.

ઉમેદવારે ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ અથવા કરતા હોવા જોઈએ.

ઉમેદવાર બેચલર અને માસ્ટર ડિગ્રી માટે અરજી કરી શકે છે.

બેચલર માટે ધોરણ બાર અથવા તેની સમકક્ષનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. માસ્ટર માટે બેચલર ડિગ્રી અથવા ફાઈનલ યરમાં અભ્યાસ કરતા હોવા જરૂરી છે.

ઉમેદવારે જે તે વિષય પ્રમાણેનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.

ઉમેદવારની વય 18થી 23 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.

વયમર્યાદામાં ડિગ્રી, એકેડેમિક પ્રોગ્રામના આધારે થાય છે. ઘણા કિસ્સામાં વયમર્યાદા 27 વર્ષ સુધીની રાખવામાં આવી છે.

પસંદગી

ઉમેદવારે ફર્સ્ટ ક્લાસ સાથે ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.

એકેડેમિક ટ્રેક રેકોર્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટી એડમિશન પોલિસી અનુસાર હોવો જોઈએ અને એક્સ્ટ્રાઓર્ડિનરી પર્ફોમન્સ હોવું જરૂરી છે.

ઉમેદવાર જે તે અભ્યાસક્રમમાં સતત ટોપ ઓફ ધ ક્લાસ હોવા જોઈએ.

સ્કિલમાં માસ્ટરી હોવી જોઈએ પછી એ કમ્પિટિટિવ, કલ્ચરલ કે ક્રિએટિવ હોય.

ઉમેદવારમાં એ સક્ષમતા હોવી જોઈએ કે એ તેની ફરજ પૂરી નિષ્ઠાથી કરશે.

એકેડેમિક એક્સલન્સ, એનર્જી ટુ યૂઝ યોર ટેલેન્ટ ટુ ધ ફુલ, ટ્રુથ કરેજ ડિવોશન ટુ ડ્યૂટી અને મોરલ ફોર્સ ઓફ કેરેક્ટર પસંદગીમાં મહત્ત્વનાં સાબિત થતાં પરિબળો છે.

ઉમેદવારની પસંદગી સ્ક્રીનિંગ કમિટી દ્વારા કરવામાં આવે છે.

અરજીઓના આધારે ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે. ઈન્ટરવ્યૂ રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લેવામાં આવે છે.

સહાય

દર વર્ષે 19800 પાઉન્ડ સ્ટાઈપેન્ડ પેટે આપવામાં આવે છે.

ઈકોનોમી ક્લાસ ફ્લાઈટ ટિકિટ આપવામાં આવે છે.

ટ્યૂશન, સ્ટડી ફી પૂરી પાડવામાં આવે છે.

અરજી

અરજી ઓનલાઈન કરવાની રહેશે

અરજી માટેઃ https://tinyurl.com/yc3xy7fs

અરજી કરવાની છેલ્લી તારીખ

23 જુલાઈ, 2025

પૂછપરછ માટે

[email protected]

સ્કોલરશિપની માહિતી માટે

https://tinyurl.com/myu9jerd

નેશનલ સેક્રેટરી (ભારત)

[email protected]