બી.એસ.ઇ. ઇન્ડેક્સ : (79,810) મિત્રો, બી.એસ.ઇ. ઇન્ડેક્સ ગત સપ્તાહના ચાર કામકાજના દિવસોમાં તેના આગલા સાપ્તાહિક બંધ 81,307 સામે 81,501ના મથાળે ઉછાળા સ્વરૂપે 81,799ની ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ ભારે નફારૂપી વેચવાલી થકી ઘટવા તરફી થઈ નીચામાં 79,741ની નીચી સપાટી સ્પર્શી અંતે 79,810ના મથાળે બંધ રહેલ છે.


જે તેના આગલા સાપ્તાહિક બંધ 81,307ની સરખામણીમાં 1,497 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન મુખ્યત્વે અમેરિકા દ્વારા ભારત પર લદાયેલ 50 ટકા ટેરિફ અમલી બનતાં ઓવરઓલ દરેક ઉછાળે વેચવાલી જોવાઈ હતી. જો કે ઓટો તથા એફએમસીજી શેરોમાં સુધારાની ચાલ રહી હતી. ઓવરઓલ એફઆઇઆઇની સતત વેચવાલી થકી સતત ઘટી રહેલ ઇન્ડેક્સ થકી આંતરપ્રવાહો નબળા જણાય છે.

હવે ચાર્ટની દૃષ્ટિએ ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો... 77,700 તથા 76,400ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 70,000નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 82,800 તથા 84,100 મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 84,100 પાર થતાં વધઘટે 88,275 તથા 98,200નો સુધારો જોવાશે.

હવે આગામી સપ્તાહ અંગે ઇન્ડેક્સની ચાલ વિચારીએ તો 80,132ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 80,311નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 79,449ની આરંભિક નીચી સપાટી આવશે. જે ટેકો ધ્યાનમાં રાખવો. ખરાબ સંજોગોમાં 79,449 તૂટતાં 79,116 તથા તે બાદ 78,740નું પેનિક જોવાશે. ઉપરમાં 80,311 પાર થતાં 81,000નો પ્રત્યાઘાતી સુધારો જોવાશે.

નિફ્ટી સ્પોટ : (24,427) 24,519ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 24,573નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 24,382 તથા 24,317નો આરંભિક ઘટાડ.ો જોવાશે. જે ટેકો ધ્યાનમાં રાખવા. ખરાબ સંજોગોમાં 24,317 તૂટતાં 24,168નું પેનિક જોવાશે. ઉપરમાં 24,573 પાર થતાં 24,747નો પ્રત્યાઘાતી સુધારો જોવાશે.

બૅન્ક નિફ્ટી સ્પોટ : (53,656) 53,874 તથા 53,935ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 54,138નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 53,552 તથા 53,293ની આરંભિક નીચી સપાટી આવશે, જે ટેકો ધ્યાનમાં રાખવો. ખરાબ સંજોગોમાં 53,293 તૂટતાં 52,665 તથા તે બાદ 52,636નું પેનિક જોવાશે. ઉપરમાં 54,138 પાર થતાં 54,900નોે પ્રત્યાઘાતી સુધારો જોવાશે.

અદાણી એન્ટરપ્રાઇઝ : (2,245) 2,274ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચામાં 2,290નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 2,210, 2,182 તથા તે બાદ 2,137નું પેનિક જોવાશે.

રિલાયન્સ : (1,357) 1,385ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,404નો સ્ટોપલોસ રાખવો,. નીચામાં 1,333-1,323ની આરંભિક નીચી સપાટી આવશે જે મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. ખરાબ સંજોગોમાં 1,323 તૂટતાં 1,296નું પેનિક જોવાશે.

પાવરગ્રીડ : (275) 280ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 284નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 257 તથા તે બાદ 242નો ઘટાડો જોવાશે.

પીએફબી : (380) 364 નજીકની તથા 392 મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 400નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 364 તથા તે નીચે બંધ આવતાં 341નો ઘટાડો જોવાશે.

ઓરોબિંદો ફાર્મા : (1,028) 1,040 તથા 1,047ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,067નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 982 તથા 952નો ઘટાડો જોવાશે.

મેક્સ હેલ્થકેર : (1,155) 1,174 તથા 1,196ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,218નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,131, 1,106 તથા 1,087નો ઘટાડો જોવાશે.

એચબીએલ ટેક્નો : (1,455) 1,473ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે.વેચાણમાં 1,488નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,385 તથા તે બાદ 1,340નો ઘટાડો જોવાશે.

કોલગેટ : (2,332) 2,304ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 2,250નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 2,368 પાર થતાં 2,400 તથા 2,446નો સુધારો જોવાશે.

ડીએલએફ (739) 749ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 754નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 734 તથા તે બાદ 719નો ઘટાડો જોવાશે.

બી.એસ.ઇ : (2,096) 2,154ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 2,184નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 2,022નો વધુ ઘટાડો જોવાશે.


  • Follow us on: