ગત સપ્તાહના પ્રથમ હાલ્ફમાં મજબૂત અને બીજા હાલ્ફમાં બજારનું નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું. બુધવારે 1.2 ટકાનો વધારો નોંધાવ્યા બાદ નિફ્ટી અઠવાડિયાના અંતે 0.3 ટકાની નીચે સરકી ગયો હતો. જેના પગલે ચાર સપ્તાહની તેજી અટકી હતી. જો કે નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ અનુક્રમે એક ટકા અને 0.7 ટકા વધ્યા હતા. નિફ્ટી પીએસુય બેંક અને ઓઈલ એન્ડ ગેસ સૂચકાંકો અનુક્રમે 4.7 ટકા અને 3.2 ટકા ઘટયા હતા. જે સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં ટોપ ગેઈનર્સ રહ્યા હતા. જ્યારે કેપિટલ માર્કેટ્સ સૂચકાંક 1.8 ટકા ઘટીને ટોપ લૂઝર રહ્યો હતો. ત્યારબાદ હેલ્થકેર અને ઓટો સૂચકાંક પ્રત્યેકમાં 1.1 ટકાનો ઘટાડો થયો હતો.
નિફ્ટી (સીએમપી : 25,722) : નિફ્ટીએ શુક્રવારે તેના કલાકદીઠ ચાર્ટ પર વેચાણની પુષ્ટિ કરી હતી. 20 અને 34 ડીએમએ જે અનુક્રમે 25,550 અને 25,350ની આસપાસ સ્થિત છે, તે આગામી ઘટાડાના સ્તરો હોઈ શકે છે. અપસાઈડ પર શુક્રવારે બનાવેલી ટોચ 25,953 તાત્કાલિક અવરોધ છે, જેની ઉપર 26,10ની આસપાસ બનાવેલ ડબલ ટોચ આગામી પ્રતિકાર સપાટી હશે. દરમિયાન 25,953ના સ્ટોપ-લોસ સાથે ટ્રેડિંગ શોર્ટ જાળવી શકાય છે.
બેંક નિફ્ટી (સીએમપી : 57,776) : ઈન્ડેક્સ અઠવાડિયા દરમિયાન 0.1 જેટલો ઊંચો રહ્યો હતો. 57,656 શુક્રવારે બનાવેલું નીચું સ્તર કલાકદીઠ ચાર્ટ પર તાત્કાલિક સપોર્ટ છે. જે સપાટી તૂટે તો 20 અને 34 ડીએમએ અનુક્રમે 57,300 અને 56,400ની આસપાસ મૂકવામાં આવે છે. તે આગામી ઘટાડાનું સ્તર હશે. 58,577 ગયા અઠવાડિયે બનાવેલ ટોચ, તાત્કાલિક અવરોધ છે, જેની ઉપર 59,300-59,700 આગામી લક્ષ્ય ક્ષેત્ર હશે.
BEL (સીએમપી : 426) : શુક્રવારે સ્ટોકમાં ચાર ટકાનો વધારો થયો હતો. જે તેના 20 દિવસના સરેરાશ વોલ્યૂમ કરતાં ત્રણ ગણાં વધુ હતો. તેણે તેના કલાકદીઠ ચાર્ટ પર એક નવો બ્રેકઆઉટની પણ પુષ્ટિ કરી હતી. 444 અને 450ના લક્ષ્યાંક માટે વર્તમાન સ્તરે ખરીદી શકાય છે. સ્ટોપ-લોસ 412 પર મૂકવો જોઈએ.
ONGC (સીએમપી : 255.37) : 24 ઓક્ટોબરના રોજ 257.40ની ટોચ બનાવ્યા પછી, સ્ટોક એકીકરણ સ્થિતિમાં હતો. શુક્રવારે તેણે તેના કલાકદીઠ ચાર્ટ પર તાજેતરના ટોચને અડીને ટ્રેન્ડલાઈન તોડી નાંખી હતી, અને 263 તથા 270ના લક્ષ્યાંક માટે વર્તમાન સ્તરે ખરીદી શકાય છે. સ્ટોપ-લોસ 249.85 મૂકો.
DOMS (સીએમપી : 2,572) : શુક્રવારે સ્ટોકમાં 1.4 ટકાનો વધારો થયો હતો. તેના 34 અને 200-ડીએમએ અવરોધથી ઉપર બંધ થયો હતો અને તેના કલાકદીઠ ચાર્ટ પર એક નવો બ્રેકઆઉટ પણ આપ્યો હતો. 2,650ના લક્ષ્યાંક માટે વર્તમાન સ્તરે ખરીદી શકાય. 2,520 પર સ્ટોપ-લોસ જાળવી રાખો.
MCX (સીએમપી : 9,243) : 15 ઓક્ટોબરે 9,617ની ટોચ બનાવ્યા પછી 24મી ઓક્ટોબરે સ્ટોક ઘટીને 8,975ના સ્તરે પહોંચ્યો હતો. ત્યારે તે નેરો રેન્જમાં મજબૂત થઈ રહ્યો છે. શુક્રવારના ટોચના સ્તરનો ક્રોસઓવર તેના કલાકદીઠ ચાર્ટ પર નવા બ્રેકઆઉટની પુષ્ટિ કરશે. 9,600ના લક્ષ્યાંક માટે 9,310ના સ્તરની ઉપર ખરીદી શકાય, 9,000 પર સ્ટોપ-લોસ મૂકવો જોઈએ.