ઘણા બધા ભારતીય રોકાણકારોનું નાણાકીય સલામતી તરફ્ પ્રથમ પગલું ફ્ક્સ્ડિ ડિપોઝિટ સાથે શરૂ થતું હોય છે. આ આકર્ષણ દેખીતું છેઃ ખાતરીદાયક વળતરો, મૂડીની સુરક્ષા અને તમને એફ્ડી પાકવા પર અચૂક કેટલાં નાણાં મળશે તે જાણકારી રાહતરૂપ હોય છે. જોકે અહીં જ એક એવી બાબત છે, જે મોટા ભાગના લોકોના ધ્યાનમાં આવતી નથી. તમારાં નાણાં એફ્ડીમાં સુરક્ષિત છે, પરંતુ વાસ્તવમાં તે શાંતિથી તેની શક્તિ ગુમાવી રહેલાં હોય છે. અને મુખ્ય કારણ શું છે? મોંઘવારી એટલે કે ફુગાવાનો દર.


મોંઘવારી શું છે અને તેનું ધ્યાન શા માટે રાખવું જોઈએ?

સરળ શબ્દોમાં કહીએ તો મોંઘવારી એટલે સમયાંતરે માલો અને સેવાઓનો ખર્ચ છે. તેનો અર્થ આજે તમે રૂ. 100માં જે ખરીદી કરો છો તે આજથી દસ વર્ષ પછી તેટલી જ કિંમતે નહીં ખરીદી શકો. ધારો કે 2000માં લિટર દીઠ દૂધ આશરે રૂ. 20માં મળતું હતું. આજે તેની કિંમત આશરે રૂ. 60 છે. એક સમયે પરિવાર સાથે ફ્લ્મિ જોવા જવું હોય તો રૂ. 200નો ખર્ચ થતો હત, પરંતુ આજે તે રૂ. 800 અથવા રૂ. 1000 જેટલો વધુ ખર્ચ થાય છે. આનું કારણ મોંઘવારી છે, જે શાંતિથી તમારાં નાણાંનું મૂલ્ય ખાય છે. આથી તમારાં રોકાણો કરતી વખતે મોંઘવારીને ધ્યાનમાં લેવાનું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જો તમારાં નાણાં મોંઘવારી કરતાં ઝડપથી વધતાં નહીં હોય તો તમે ખરા અર્થમાં સંપત્તિ નિર્માણ કરતા નથી. તમે ફ્ક્ત પાણીમાં તરી રહ્યા છો અથવા તેથી વિપરીત તમે ધીમે ધીમે ડૂબી રહ્યા છો.

મોંઘવારી સામે એફ્ડીનું મૂલ્ય કઈ રીતે ઓછું થાય છે?

ભારતમાં આજે એફ્ડીનો દર બેન્ક અને મુદતને આધારે 6-7 ટકા આસપાસ છે. હાલમાં મોંઘવારી 1.55 ટકા છે. ભારતન લાંબા ગાળાની સરેરાશ મોંઘવારી આશરે 6 ટકા છે.

સરેરાશ મોંઘવારીને ધ્યાનમાં લેતાં જો તમે તમારી એફ્ડી પર 6.5 ટકાની કમાણી કરતા હોય તો મોંઘવારી 6 ટકા છે, જેથી વાસ્તવમાં તમારાં વળતર 0.5 ટકા જેટલા નીચે હોય છે. જો મોંઘવારી 7 ટકા સુધી વધી જાય તો તમે વાસ્તવમાં નકારાત્મક અસલ વળતરો કમાણી કરી રહ્યા છો. તમારાં નાણાં સંખ્યામાં વધે છે, પરંતુ તેની ખરીદશક્તિ ઓછી થાય છે. આથી બેન્કનાં નિવેદનો તમે ક્કક્કનાણાં બનાવ્યાં છેક્રક્ર એવું બતાવે છે ત્યારે વાસ્તવમાં તમે નુકસાન કર્યું હોય છે.

કર પરિપ્રેક્ષ્ય

મોટા ભાગના લોકો વધુ એક પરિબળ ભૂલી જાય છે. એફ્ડીનું વ્યાજ સંપૂર્ણ કરપાત્ર છે. ધારો કે તમે 20 ટકાની માળખામાં આવો છો. એફ્ડીનો 7 ટકા દર હોય તો કર પશ્ચાત વળતરો 5.6 ટકા જેટલાં નીચે આવે છે. જો મોંઘવારી 6 ટકા હોય તો તમારું અસલ વળતર -0.4 ટકા સાથે નકારાત્મક છે. બીજા શબ્દોમાં કહીએ તો દર વર્ષે તમારી બચતો તમને સુરક્ષિત મહેસૂસ થતું હોવા છતાં ઓછી મૂલ્યવાન બનતી હોય છે.

ઘણા બધા લોકો હજુ પણ એફ્ડીને શા માટે અગ્રતા આપે છે

જો એફ્ડી મોંઘવારી સામે આટલી નબળી કામગીરી કરે તો પછી લાખ્ખો ભારતીયો તે છતાં તેને કેમ અગ્રતા આપે છે? લોકો ઓછા વળતરો આવે તો પણ વરતારો પર વિશ્વાસ રાખે છે અને તેથી એફ્ડીને સુરક્ષિત આધાર તરીકે માને છે. જોકે રોકાણકારોએ એ જાણવું જોઈએ કે બજારોનો રૂખ કેવો રહેશે તેનું અનુમાન લગાવી શકાય નહીં. જો આપણે 3 અને 5 વર્ષના સમયગાળામાં નિફ્ટી તરફ્ જોઈએ તો તેણે લગભગ 90 ટકા વાર 7 ટકાથી વધુ વળતરો આપ્યાં છે. આ દર્શાવે છે કે લાંબે ગાળે ઈક્વિટી ડેટની જેમ વર્તીને મોંઘવારીને માત આપવા સાથે નિશ્ચિત વળતર પૂરાં પાડે છે. જો આપણે ભારતીય પરિવારો પર નજર કરીએ તો આપણે જોઈ શકીશું કે તેમણે નીચામાં પરંતુ ખાતરીદાયક વળતરોની અસ્કયામતો, જેમ કે, ડિપોઝિટ્સ, નાની બચતો અને પેન્શન તથા પ્રોવિડેન્ટ ફ્ંડ્સમાં વધુ ફળવણી કરી છે (તેમની નાણાકીય અસ્કયામતોના લગભગ 60 ટકા). આથી તેમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું નથી કે માર્ચ 2025નારોજ ભારતીય પરિવારોની લગભગ 33 ટકા નાણાકીય અસ્કયામતો હજુ ફ્ક્સ્ડિ ડિપોઝિટમાં પડી રહી હતી, જ્યારે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડ્સમાં ફ્ક્ત 6.2 ટકા હતી. આ પ્રવાહનું કારણ એવી વિચારધારા દર્શાવે છે, જ્યાં ડર અને જ્ઞાનનો અભાવ રોકાણકારોને એવી દિશામાં લઈ જાય છે, જ્યાં વૃદ્ધિ કરતાં ખોટી સુરક્ષાની વધુ કદર કરાય છે. સમસ્યા એ છે કે લાંબે ગાળે આ વિચારધારા તમને અસલી સંપત્તિ નિર્માણ કરવાથી દૂર રાખે છે.

મોંઘવારીને માત

સારા સમાચાર એ છે કે મોંઘવારીને માત એ ગૂંચભરી નહીં હોઈ શકે. તમારે સમયાંતરે મોંઘવારીને માત આપતાં વળતરો પ્રદાન કરવા માટે તૈયાર કરાયેલાં યોગ્ય નાણાકીય સાધનો પસંદ કરવાની જરૂર છે. સરળ એસઆઈપી શરૂ કરીને તમે નિયમિત નાની રકમનું રોકાણ કરો છો, પરંતુ ચક્રવૃદ્ધિની શક્તિને હાવી થવા દો છો. સમયાંતરે ભારતમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડ્સે વર્ષમાં આશરે 13-14 ટકા વળતરો આપ્યાં છે. જ મોંઘવારી 6-7 ટકાએ ચાલતી હોય તો પણ તમે ઉત્તમ અસલી લાભથી વંચિત રહી જાઓ છો. એસઆઈપી માર્કેટને ટાઈમિંગ કરવાના તાણથી તમને દૂર રાખે છે, કારણ કે તે રૂપી કોસ્ટ એવરેજિંગની સંકલ્પના પર આધારિત છે. રોકાણકારોએ લાર્જ કેપમાં 55 ટકાની અને બાકી મિડ અને સ્મોલ કેપમાં ફળવણીની આદર્શ માર્કેટ કેપ ફળવણી જાળવી રાખવી જોઈએ, મિડ અને સ્મોલ કેપ્સ વૃદ્ધિની સંભાવના પૂરી પાડે છે. આમ, એફ્ડીમાં તમારાં નાણાંને મોંઘવારી ખાઈ રહી છે તે જોવાને બદલે તમારે એવી સંપત્તિ નિર્માણ કરવી જોઈએ, જે વાસ્તવમાં વર્ષોનાં વહાણાં વીતવા સાથે મૂલ્યાં વધે છે.

15 વર્ષના સમયગાળામાં એફ્ડી વિ. એસઆઈપી

અસલી ફ્રક જોવા માટે આગામી 15 વર્ષમાં દર મહિને રૂ. 10,000 બાજુમાં રાખો છો એવી કલ્પના કરો. જો તમે આ નાણાં 6 ટકા વળતર આપતી ફ્ક્સ્ડિ ડિપોઝિટમાં રાખો તો કર ચૂકવ્યા પછી તમારા હાથોમાં આશરે 5 ટકા વળતરો બચે છે. 15 વર્ષના અંતે તમારાં નાણાં આશરે રૂ. 26 લાખ સુધી વધે છે. જોકે તે જ રકમ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડ એસઆઈપીમાં રોકાણ કરાઈ હોય તો તમને આશરે 13 ટકા વળતરો મળ્યાં હોત, જેને આધારે તમને લગભગ રૂ. 52 લાખ મળ્યા હોત. એટલે કે, એફ્ડી કરતાં બમણી રકમ, તેનું સરળ કારણ એ છે કે ઈક્વિટીઓમાં ચક્રવૃદ્ધિ સખત મહેનત કરે છે. જો તમે એસઆઈપીમાં રોકાણ કરો, જ્યાં તમારું યોગદાન દર વર્ષે ફ્ક્ત 10 ટકા વધારો તો આખરી રકમ લગભગ રૂ. 88 લાખ જેટલી થાય છે. આથી આપણે જોઈ શકીએ કે એફ્ડી સુરક્ષિત લાગે છે, પરંતુ લાંબે ગાળે તમારી સંપત્તિ ઓછી કરે છે અને કોઈ પણ રોકાણકાર માટે રોકાણની ઉત્તમ પસંદગી નથી.

શું મારે એફ્ડી સંપૂર્ણ બંધ કરવી જોઈએ?

6 મહિના કરતાં વધુ લાંબા સમયગાળા સાથેના રોકાણકારોએ સંતુલિત પોર્ટફેલિયો નિર્માણ કરવા માટે મ્યુચ્યુઅલ ફ્ંડ્સમાં રોકાણ કરવાનું વધુ સારું રહેશે. ઉપર જણાવ્યા મુજબ તમને અત્યંત ઉચ્ચ વળતરો મળશે અને વધુ મજબૂત ભંડોળ ઊભું કરવા માટે મોંઘવારીને પણ માત આપી શકશો. નિવૃત્તિ, તમારા બાળકનું શિક્ષણ અથવા સંપત્તિ નિર્માણ કરવા જેવાં લાંબા ગાળાનાં લક્ષ્યો માટે બચતમાં મોંઘવારીને માત આપતી અસ્કયામતો આવશ્યક છે, જેમ કે, મ્યુચ્યુઅલફ્ંડ્સ અસલ દ્રષ્ટિએ તમારાં નાણાં વૃદ્ધિ પામે તેની ખાતરી રાખે છે. લાંબા ગાળાના સાથેના રોકાણકારોએ વૃદ્ધિ અને સ્થિરતા વચ્ચે મહત્તમ સંતુલન જાળવવા માટે ઈક્વિટી અને ડેબ્ટ વચ્ચે 80:20નું પ્રમાણ જાળવી રાખવું જોઈએ. જો રોકાણકારો ડેટને અગ્રતા આપવા માગતા હોય તો તેઓ આર્બિટ્રેજ ફ્ંડ્સ અપનાવી શકે છે, કારણ કે તે ડેટ જેવાં વળતરો અને ઈક્વિટી જેવી કરપાત્રતા પૂરી પાડે છે. અસલ નાણાકીય સુરક્ષા તમારી મૂડીનું રક્ષણ કરવા સાથે જ નહીં, પરંતુ તે મોંઘવારી કરતાં ઝડપથી વધે તેની ખાતરી રાખવામાં છે. ટકાઉ સંપત્તિ નિર્માણ કરવાની આ એકમાત્ર રીત છે.

એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એન્ડ યુનિટ હેડ,

આનંદ રાઠી વેલ્થ લિમિટેડ


  • Follow us on: