સ્મોલ અને મિડ-કેપ શેરો મોટે ભાગે રોકાણકારો પાસેથી મિશ્રિાત પ્રતિક્રિયા લાવે છે. અમુક માટે તે ઉચ્ચ વળતરોની શક્યતા આલેખિત કરે છે. અન્યો માટે તે બહુ જોખમી છે. ફેબ્રુઆરી 2025માં તીક્ષ્ણ કરેક્શન આવ્યું ફ્ક્ત જૂજ સપ્તાહમાં સ્મોલ અને મિડ-કેપ ઇન્ડાઇસિસમાં પણ તીક્ષ્ણ ઘટાડો થયેલો જોવા મળતાં ફરી ચર્ચાનો વિષય બની ગયા હતા. આંકડાની દ્રષ્ટિએ વાત કરીએ તે નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સ લગભગ 16 ટકા પટકાયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ 150 11 ટકા પટકાયો હતો. ખાસ કરીને સ્મોલ-કેપ અવકાશમાં વ્યક્તિગત શેરોમાં પણ તીક્ષ્ણ ઘટાડો જોવા મળ્યો હતો. વકરાંગી, ઝેન ટેક્નોલોજિસ અને ઓરિયેન્ટલ રેઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી કંપનીઓમાં તો 40થી 66 ટકા આસપાસ ઘટાડો જોવા મળ્યો હતો. આથી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ સેગમેન્ટમાં રોકાણ હજુ સુરક્ષિત છે કે પછી રોકાણકારો માટે બહુ જોખમી છે?
ધારણા અને વાસ્તવિકતા
આ ચર્ચામાં મોટે ભાગે એ ભૂલી જવાય છે કે ઘણાં બધાં સ્મોલ અને મિડ કેપ ફ્ંડ્સ વાસ્તવમાં નિફ્ટી 50 કરતાં નીચો બીટા ધરાવે છે. બીટા વ્યાપક બજારની તુલનામાં અસ્થિરતાનું માપન છે. 1નો બીટા એટલે રોકાણ ઇન્ડેક્સની રેખામાં આગળ વધી રહ્યો છે, જ્યારે 1થી નીચે હોય તો અસ્થિરતા ઓછી એવો અર્થ થાય છે. આૃર્યજનક રીતે સ્મોલ અને મિડ-કેપ ફ્ંડ્સ અત્યંત ઉચ્ચ અસ્થિર માનવામાં આવતા હોવા છતાં નિફ્ટી 50 કરતાં નીચા બીટા મૂલ્યો ધરાવે છે.
છેલ્લાં 25 વર્ષમાં નિફ્ટી સ્મોલ કેપ 250માં સરેરાશ ઘટાડો આશરે 25 ટકા રહ્યો છે. આ મોટા ભાગનો ઘટાડો 3થી 4 મહિનામાં જોવા મળ્યો છે અને બજાર સામાન્ય રીતે આશરે દોઢેક વર્ષમાં પલવાટ કરીને જૂની ઊંચાઈએ પહોંચી જાય છે. લાંબા ગાળાના રોકાણના મોટા ચિત્રમાં રોકાણકારોના મનમાં આ લાંબી વાત જોવા જેવું હોવા છતાં તે બહુ સામાન્ય બાબત છે. આ કોઈ પણ રિકવરીના અવકાશ વિનાનો બિન-ઉચિત પલટો નથી. તે બજારના સ્વાભાવિક લય અને ચક્રોનો ફ્ક્ત હિસ્સો છે.
આથી જ આ મુદ્દો રોકાણકારોના મનમાં સામાન્ય રીતે તે ચાલે છે તેને પડકારે છે. આ અવકાશમાં જોખમની ધારણા વાસ્તવિક કરતાં વારંવાર ઉચ્ચ હોય છે, જે રોકાણકારોને મિડ અને સ્મોલ કેપમાં આદર્શ રીતે 45 ટકા ફાળવીને પોતાને માટે ઉત્તમ પોર્ટફોલિયો નિર્માણ કરવાથી રોકે છે.
રોકાણ મહત્ત્વપૂર્ણ કઈ રીતે છે
તમે જોખમ ઉઠાવવાનું વિચારતા હોય ત્યારે સ્મોલ અને મિડ-કેપ શેરોમાં રોકાણ મહત્ત્વપૂર્ણ શા માટે છે તે સમજી લેવાનું અગત્યનું છે. દાખલા તરીકે, જો તમે સ્મોલ અને મિડ કેપ મ્યુચ્યુઅલ ફ્ંડ્સમાં રોકાણ કરો છો તો તમે એક બાસ્કેટમાં બધાં જ ઈંડાં મૂકી રહ્યા છો. આ ફ્ંડ્સ સામાન્ય રીતે તમારા નાણાં વિવિધ ક્ષેત્રો અને થીમ્સમાંથી 50થી 70 અલગ અલગ શેરોમાં રોકાણ કરે છે. આ ડાઇવર્સિફ્કિેશન જો જૂજ શેરો સારું નહીં કરતા હોય તો ફટકા સામે રક્ષણ આપે છે, કારણ કે તમારાં રોકાણો અનેક શેરોમાં કરવામાં આવ્યાં હોવાથી જૂજ શેરો નબળી કામગીરી કરે તો પણ આખું ફ્ંડ નીચે આવવાની શક્યતા નથી હોતી.
વધુ એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ મ્યુચ્યુઅલ ફ્ંડ્સ સક્રિય રીતે વ્યવસ્થાપન કરાય છે. આનો અર્થ અનુભવી વ્યાવસાયિકોની ટીમ સતત સંશોધન કરે છે, બજારના પ્રવાહોનું પગેરું રાખે છે અને જેમ અને જ્યારે જરૂર હોય ત્યારે પોર્ટફોલિયોનું પુનઃસંતુલન કરે છે. જો કંપની અથવા એકંદર બજારના દ્રષ્ટિબિંદુ સંબંધમાં કોઈ પણ ગડબડ જણાય તો ફ્ંડ મેનેજરો તે અનુસાર ફાળવણી સમાયોજિત કરી શકે છે. એકંદરે સ્મોલ અને મિડ-કેપ્સમાં મ્યુચ્યુઅલ ફ્ંડ્સ થકી રોકાણ કરવાથી રોકાણકારો તેમના પોર્ટફોલિયોમાં વૃદ્ધિ માટે સંભાવના વધારી શકે છે.
બે રોકાણકારોની વાત
હવે આપણે સાદા દાખલા સાથે આને સમજીએ. ફેબ્રુઆરીમાં કરેક્શન દરમિયાન બે રોકાણકારોએ સ્મોલ-કેપ કંપનીઓમાં તકોનો લાભ લેવાનું નક્કી કર્યું. એક રોકાણકારે વકરાંગીના એક શેરમાં રૂ. 1 લાખ રોકાણ કર્યા, જ્યારે અન્ય રોકાણકારે એચડીએફ્સી સ્મોલ કેપ ફ્ંડ જેવા ઉત્તમ વ્યવસ્થાપન કરાતા સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફ્ંડમાં તેટલી જ રકમનું રોકાણ કર્યું.
જો આપણે આજના પરિપ્રેક્ષ્યમાં તેને લઈએ તો વકરાંગીનો રોકાણકારો લગભગ રૂ. 60,000ના નુકસાન પર બેઠો છે, કારણ કે તેના શેર હજુ 56 ટકા નીચે છે. બીજી બાજુ એચડીએફ્સી સ્મોલ કેપ ફ્ંડમાં રોકાણ કરનારને કરેક્શન દરમિયાન ફ્ક્ત રૂ. 10,000નો ફ્ટકો પડયો છે, પરંતુ ફ્ંડે તે છતાં રિકવરી કરી છે અને હવે તે આશરે 13 ટકા ઊંચામાં છે. આ ફરક ડાઇવર્સિફ્કિેશન અને વ્યાવસાયિક વ્યવસ્થાપનનું મહત્ત્વ સમજાવે છે. શેર વિશિષ્ટ રોકાણ ખાસ કરીને નાની કંપનીઓમાં જોખમ વધારે છે. બીજી બાજુ મ્યુચ્યુઅલ ફ્ંડ્સ જોખમ સ્પ્રેડ કરવામાં અને લાંબા ગાળે વૃદ્ધિ મહત્તમ બનાવવામાં મદદ કરે છે.
શિસ્તબદ્ધ રોકાણ
રોકાણકારો સ્મોલ અને મિડ-કેપ્સમાં રોકાણ કરતી વખતે એક સૌથી મોટી ભૂલ એ કરે છે કે તેમની એન્ટ્રી અને એક્ઝિટને ટાઈમિંગ કરવાનો પ્રયાસ કરે છે. મોટા ભાગના લોકો તેજીમાં રોકાણ કરે છે અને પડતીમાં ભયના માર્યા એક્ઝિટ કરે છે. આ ભાવનાત્મક રોકાણ લાંબે ગાળે સંપત્તિ નિર્માણ કરવા માટે યોગ્ય અભિગમ નથી. રોકાણકારો ચક્રવૃદ્ધિની શક્તિ થકી લાંબે ગાળે સંપત્તિ નિર્મિતિ સમજે તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સર્વ બજારનાં ચક્રોમાં રોકાણો જાળવી રાખવાં અને રૂપી કોસ્ટ એવરેજિંગમાંથી લાભ લેવા મદદરૂપ થાય તે માટે એસઆઈપીનો લાભ લેવાથી અસ્થિરતાનું વ્યવસ્થાપન કરવામાં અને સમયાંતરે સ્થિર રીતે સંપત્તિ સંચય કરવામાં મદદ થાય છે. એચડીએફ્સી સ્મોલ કેપ ફ્ંડ તેનો દાખલો છે. રોકાણકારોએ ફેબ્રુઆરીમાં કરેક્શન સમયે પણ રોકાણો જાળવી રાખ્યાં તેમણે તેમના નુકસાનની રિકવરી કરતા સાથે તેમાંથી લાભ પણ મેળવ્યો. દરમિયાન વ્યક્તિગત શેરો કરેક્શન દરમિયાન નીચે આવ્યા તેની રિકવરી થઈ નથી.
આદર્શ વ્યૂહરચના
સ્મોલ અને મિડ-કેપ્સ પણ લાર્જ કેપ્સની જેમ જોખમ ધરાવે છે. જોકે તે લાંબે ગાળે તક પણ આપે છે. આ સેગમેન્ટમાં મોટે ભાગે આવતીકાલની બજાર આગેવાનોનો સમાવેશ હોય છે અને ઐતિહાસિક રીતે તેમણે આર્થિક વિસ્તરણ અથવા રિકવરીઓ દરમિયાન મજબૂત વળતરો આપ્યાં છે. ચાવી તમે કઈ રીતે રોકાણ કરો છો તેમાં રહેલી છે. તમને પોતાનું સંશોધન કરવા ભરપૂર અનુભવ અને સમય નહીં હોય તો પોતાની મેળે સ્મોલ અને મિડ-કેપ શેરો પસંદ કરવાનું સાહસ નહીં કરવું સારું રહેશે. તેને બદલે મ્યુચ્યુઅલ ફ્ંડનો માર્ગ અપનાવવો જોઈએ ને વ્યાવસાયિક વ્યવસ્થાપન અને ડાઈવર્સિફ્કિેશનનો લાભ લેવો જોઈએ.
વણલખ્યો નિયમ એ છે કે મોટા ભાગના રોકાણકારો લાર્જ કેપ ફ્ંડ્સમાં 55 ટકા, મિડ કેપ્સમાં 23 ટકા અને સ્મોલ કેપ્સમાં 22 ટકા ફાળવણીનું પાલન કરે છે. આનાથી તેઓ મિડ અને સ્મોલ કેપ્સની વૃદ્ધિની તકો માણવા સાથે તે છતાં તમારા પોર્ટફોલિયોની સ્થિરતા માટે લાર્જ કેપ્સમાં ફાળવણી પણ જાળવી રાખી છે.
ઝુંડથી અલગ રહેવું
તીક્ષ્ણ કરેક્શનના સમયગાળા સ્વવાભાવિક રીતે રોકાણકારની માનસિકતાની કસોટી કરવા સાથે લાંબા ગાળાનું, મજબૂત રોરાણ નિયોજન ધરાવવાનું અસલી મૂલ્ય પણ આલેખિત કરે છે. મથાળાં અથવા અસ્થિરતામાં દોરવાઈ જવાનું આસાન છે, પરંતુ અસલી રોકાણ સફળતાનું માપન તમે બજારમાં પલટા સામે કેટલા ઝડપથી પ્રતિક્રિયા આપો છો તેમાં રહેલી નથી.
સ્મોલ અને મિડ કેપ શેરોમાં યોગ્ય વ્યૂહરચના સાથે રોકાણ કરાય તો ફરી ફરી એવું જોવા મળ્યું છે કે તે લાંબા ગાળાની વૃદ્ધિમાં મૂલ્યવાન યોગદાનકારી બન્યા છે. ડાઇવર્સિફ્કિેશન, વ્યાવસાયિક વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ અભિગમના લાભો સાથે તે તમારા રોકાણ લક્ષ્યોને હાંસલ કરવા માટે તમારા પોર્ટફોલિયોને આકાર આપવામાં મદદ કરી શકે છે. અંતે સ્પષ્ટતા, શિસ્ત અને લાંબા ગાળાનો ધ્યેય તમારા ભવિષ્ય માટે નાણાકીય વૃદ્ધિ અને મજબૂત રોકાણ ભંડોળની રાહમાં તમારા મજબૂત સાથી બની શકે છે.
એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એન્ડ યુનિટ હેડ,
આનંદ રાઠી વેલ્થ લિમિટેડ










