હિન્દી પટ્ટાના એક ખુંખાર ડાકુ અને તંત્ર વચ્ચેના સંઘર્ષની વાર્તા ધરાવતી આગામી હિન્દી એક્શન-ડ્રામા અને થ્રિલર ફિલ્મ છે, જે 11 સપ્ટેમ્બર (આજે) ના રોજ Z5 પર રિલીઝ થવાની છે. મુખ્ય કલાકારો અરશદ વારસી અને પ્રતિક ગાંધી સાથે અન્ય કલાકારો રાજપાલ યાદવ અને ઈશિતા દત્તા જોવા મળશે. આ વાર્તા તમને એક ભયાનક ડાકુ અને તેને પકડવા માટે તૈનાત કરાયેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સની દુનિયામાં લઈ જાય છે. તેમાં રોમાંચ, ગુનાખોરી અને હિંસા જોવા મળે છે, અને તે દર્શાવે છે કે જ્યારે સત્તાની રમત ગંદી બની જાય છે ત્યારે પરિસ્થિતિઓ કેટલી જટિલ બની જાય છે. કોતરોમાં ભયાનક ડાકુ 'મહારાજ'નો વાસ છે, જેણે વર્ષોથી જંગલની બહાર પગ મૂક્યો નથી. તેમ છતાં, તે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની અને ભય પેદા કરવાની કળા જાણે છે. પ્રતીક ગાંધી STF અધિકારી આદિત્યની ભૂમિકા ભજવે છે, જેને મહારાજને પકડવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ચાર બહાદુર યુવાન ક્રાંતિકારીઓની દિલધડક વાર્તા ધ રિવોલ્યુશનરીઝ
જે આજે (11 સપ્ટેમ્બર) Amazon Prime Video પર રિલીઝ થવાની છે. આ શ્રેણી ભારતના એવા યુવા સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન અને સંઘર્ષ પર આધારિત છે, જેઓ માનતા હતા કે બ્રિટિશ શાસનને હરાવવા માટે સશસ્ત્ર પ્રતિકાર જરૂરી હતો. બંગાળની પૃષ્ઠભૂમિ પર આધારિત આ શ્રેણી તે અજાણ્યા ક્રાંતિકારીઓના ભૂગર્ભ નેટવર્ક, બલિદાન અને પરસ્પર સંબંધોની ગાથા રજૂ કરે છે. તેમાં ભુવન બામ, પ્રતિભા રાંટા, રોહિત સરાફ અને ગુરફતેહ પીરઝાદા મુખ્ય ભૂમિકામાં છે. વર્ષ 1857ના ભારતીય વિદ્રોહને ઘણીવાર બ્રિટિશ શાસન સામે દેશના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ગણવામાં આવે છે. તેણે સંસ્થાનવાદી ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક પૂરો પાડ્યો હતો; તેણે માત્ર બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન સામે સીધો પડકાર જ ઊભો ન કર્યો હતો, પરંતુ બ્રિટિશ તાજને પણ હચમચાવી નાખ્યો હતો. શ્રેણી બહાદુરી, બલિદાન, મિત્રતા અને વિશ્વાસઘાત તેમજ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક નિર્ણાયક તબક્કાને ઘડનારા મહત્વપૂર્ણ નિર્ણયોને રજૂ કરે છે.
ફેમસ ટેલિવિઝન શ્રેણીનો પુનઃઅવતાર અ ડિફરન્ટ વર્લ્ડ
1987–1993ની સમાન શીર્ષક ધરાવતી એક અમેરિકન NBC સિટકોમ કોમેડી ટેલિવિઝન શ્રેણીનું પુનરાગમન થઇ રહ્યું છે વેબ સિરીઝના રૂપે. તે લોકપ્રિય `ધ કોસ્બી શો' (The Cosby Show) પર આધારિત એક સ્પિન-ઓફ હતું. આ શ્રેણી વર્જિનિયામાં આવેલી `હિલમેન કોલેજ'ના વિદ્યાર્થીઓના જીવન પર આધારિત હતી; આ એક કાલ્પનિક, ઐતિહાસિક રીતે અશ્વેત કોલેજ (HBCU) હતી. નવી વાર્તા આ શો હિલમેન કોલેજમાં ડેબોરાહ વેઈન (મેલિયા જોય મૂન) ના પ્રથમ વર્ષ દરમિયાનની તેની સફર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનું પ્રીમિયર 24 સપ્ટેમ્બરના રોજ Netflix પર થવાનું નિર્ધારિત છે, ડ્વેન વેઈન અને વ્હિટલી ગિલ્બર્ટની સૌથી નાની દીકરી ડેબોરાહ; જે સ્વતંત્ર વિચારો ધરાવતી, દયાળુ અને સાથે સાથે બળવાખોર સ્વભાવની છે, જ્યારે હિલમેન કોલેજમાં તેના પ્રથમ વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે પોતાની આગવી ઓળખ ઊભી કરવાના પ્રયાસમાં તેને તેના માતા-પિતાના પ્રભાવ (કે છાયા)માંથી બહાર નીકળવું મુશ્કેલ જણાય છે.
દસ વર્ષ પછી પણ અવઢવમાં એ લવ અધરધેન યોર્સ
આ વાર્તા નામગુંગ હો અને લી મી-ડોની આસપાસ ફરે છે, મી-ડો એક ફિલ્મ નિર્દેશક છે, જેના માટે નામગુંગ હો સાથેના લગ્ન તેના ભવિષ્યનો એક અભિન્ન હિસ્સો છે. નામગુંગ હો `હૂનમિન કન્ફેક્શનરી'માં આસિસ્ટન્ટ મેનેજર છે. જેઓ છેલ્લા 10 વર્ષથી રિલેશનશિપમાં છે. તેમની શરૂઆતની પ્રગાઢ લાગણીઓ હવે શાંત વિશ્વાસ અને પરિચિતતામાં બદલાઈ ગઈ છે; પરંતુ જ્યારે તેઓ લગ્ન કરવા કે સંબંધ તોડી નાખવા - તેવા નિર્ણાયક વળાંક પર આવીને ઊભા છે, ત્યારે બંનેને નવા લોકો પ્રત્યે અણધાર્યું આકર્ષણ અનુભવાય છે. જ્યારે લાંબા ગાળાના સંબંધો લાલચ અને બદલાતી લાગણીઓની કસોટીમાંથી પસાર થતા હોય, ત્યારે પ્રેમની પસંદગી કરવાનો સાચો અર્થ શું છે - તે આ શ્રેણીમાં દર્શાવવામાં આવ્યું છે. આગામી કોરિયન ડ્રામાનું પ્રીમિયર 12 સપ્ટેમ્બરના રોજ અને દર શનિવારે તેમજ રવિવારે Amazon Prime Video પર પ્રસારિત થશે. બોલો દસ દસ વરસ પછી પણ લગ્ન કરવા કે છુટા પડવું તે નક્કી નથી કરી શકતા.
રીચરનું પહેલું સ્પિન-ઓફ આવી રહ્યું છે નીગલી
શિકાગોના ખાનગી તપાસકર્તા ફ્રાન્સિસ નીગલી ન્યાય મેળવવાનો પ્રયાસ કરે છે, જ્યારે તેમના એક જૂના મિત્રનું શંકાસ્પદ અકસ્માતમાં મૃત્યુ થાય છે. તેઓ આર્મીના 110મા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન્સ યુનિટમાં શીખેલી યુક્તિઓનો ઉપયોગ કરે છે અને તે એક ઊંડા ષડયંત્રનો પર્દાફાશ કરે છે અને મદદ માટે જેક રીચરની મદદ લે છે. તે `રીચર' (Reacher) ટેલિવિઝન શ્રેણીની જ સ્પિન-ઓફ શ્રેણી છે, જેમાં મારિયા સ્ટેન ફ્રાન્સિસ નીગલી તરીકેની પોતાની ભૂમિકા ફરી ભજવી રહી છે; તેમની સાથે ગ્રેસ્ટન હોલ્ટ, જેસ્પર જોન્સ, એડેલિન રુડોલ્ફ, મેથ્યુ ડેલ નેગ્રો અને ડેમન હેરીમેન પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. Amazon Prime Video પર 16 સપ્ટેમ્બર ના રોજ તમામ આઠ એપિસોડ સાથે રિલીઝ થવાની અપેક્ષા છે. નીગલી રીચર કરતાં થોડી વધુ સંયમિત અને કુશળ છે; રીચર બાબતોને જાણે કોઈ `ભારેખમ હથિયાર'થી ઉકેલતા હોય તેમ વર્તે છે, જ્યારે નીગલીની કાર્યશૈલી 'સ્વિસ આર્મી નાઈફ' (બહુવિધ ઉપયોગી સાધન) જેવી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો