એક્શન, ક્રાઈમ, ડ્રામાથી ભરપૂર ચોથી સીઝનમાં ભૂતપૂર્વ યુ. એસ. આર્મી મિલિટરી પોલીસમેન રીચર વધુ ખતરનાક ગુનેગારોના સંપર્કમાં આવે છે અને તેમની સામે લડે છે. (અમેરિકન લશ્કરનો મહિમા ગાવામાં આવે છે) સીઝન 4 નું પ્રીમિયર Amazon Prime Video પર 12 ઓગસ્ટના રોજ થશે, જેમાં એલન રિચસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સીઝનની શરૂઆત પ્રથમ દિવસે ત્રણ એપિસોડ સાથે થશે. આ સીઝન લી ચાઈલ્ડની 13મી નવલકથા `ગોન ટુમરો' (Gone Tomorrow) પર આધારિત છે. ફિલાડેલ્ફિયાની સબવે ટ્રેનમાં મુશ્કેલીમાં મુકાયેલા એક અજાણ્યા વ્યક્તિ સાથેની આકસ્મિક મુલાકાત બાદ રીચર એક જોખમી અને જીવલેણ રહસ્યમાં ફસાઈ જાય છે. છ ફૂટ ત્રણ ઇંચ ઊંચા બોક્સર તરીકે જાણીતા આ અભિનેતાની મુખ્ય ભૂમિકાવાળી એક્શન શ્રેણી વિશે અગાઉ સંકેત આપવામાં આવ્યો જ છે કે આ સીઝન પહેલાં કરતાં વધુ એક્શનથી ભરપૂર હશે. તેમાં એવું કંઈક જોવા મળશે જે અગાઉ ક્યારેય જોયું નથી.
બેસ્ટ ઓફ ધ બેસ્ટ
મૈત્રેયી રામકૃષ્ણન અને પ્રિયંકા
કેડિયા અભિનીત છે અમેરિકન ફિલ્મ
આગામી Netflix કોમેડી ફિલ્મ છે જે મૈત્રેયી રામ કૃષ્ણન. પ્રિયંકા કેડિયા અને હસન મિન્હાજ અભિનીત છે. બાળપણની બે ખાસ બહેનપણીઓ માયા અને અંજલિ, UCLAની સ્પર્ધાત્મક `બોલિવૂડ-ફ્યુઝન' ડાન્સ ટીમમાં જોડાય છે. હાઈસ્કૂલમાંથી કોલેજમાં પ્રવેશવાનું પગલું તે બંને માટે મુખ્ય સંઘર્ષનું કારણ બને છે. માયા કોલેજના અભ્યાસમાં ઝડપથી સફળતા મેળવે છે, જ્યારે અંજલિ માંડ-માંડ આગળ વધી રહી છે. તેઓ યુએસ ચેમ્પિયનશિપ જીતવાનું લક્ષ્ય રાખે છે, પરંતુ કોલેજ-સ્તરની ડાન્સ સ્પર્ધાઓનું વાતાવરણ અત્યંત તીવ્ર, ઘોંઘાટભર્યું અને ભારે સ્પર્ધાત્મક હોવાનું તેમને જણાય છે. આ ફિલ્મ બહેનપણીઓ વચ્ચેના ગાઢ સંબંધો, સ્વ-સ્વીકૃતિ અને દક્ષિણ એશિયન કેમ્પસ સંસ્કૃતિની જીવંત દુનિયા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે તેઓ ડાન્સ ટીમમાં જોડાવા માટે પ્રયાસ કરે છે, ત્યારે ટીમના અન્ય સભ્યો તરફથી તેમને અલગ પ્રકારનો પ્રતિસાદ મળે છે. મામલો ઝડપથી જટિલ બની જાય છે અને અચાનક તેમના સંબંધોની નિશ્ચિતતા જોખમમાં મુકાય છે. 18 સપ્ટેમ્બરના રોજ જોવા મળશે.
પૃથ્વી પરના પોલીસ અધિકારી આટલા નકામા હશે? લેન્ટર્ન
આડીસી કોમિક્સના પ્રખ્યાત પાત્ર સુપરહીરો `ગ્રીન લેન્ટર્ન' પર આધારિત એક આગામી અમેરિકન ટેલિવિઝન શ્રેણી છે. આ વાર્તા `ગ્રીન લેન્ટર્ન્સ' એટલે કે અવકાશના પોલીસ અધિકારીઓની આસપાસ ફરે છે. તેમાં વાર્તા અનુભવી આંતર-આકાશગંગા પોલીસ અધિકારી હૅલ જોર્ડન અને નવા ભરતી થયેલા જૉન સ્ટુઅર્ટને અનુસરે છે, જેઓ અમેરિકાના મધ્ય ભાગ(નેબ્રાસ્કા)માં બનેલી એક ગંભીર હત્યાની તપાસ કરી રહ્યા છે. 16 ઓગસ્ટના રોજ JioHotstar પર પ્રસારિત થનાર 8 એપિસોડની ધમાકેદાર અને વાસ્તવિક શૈલીની સાઇ-ફાઈ ડિટેક્ટિવ ડ્રામા સીરિઝ છે. આનું જ નામ કલ્પનાશક્તિ. કોઈ પણ વાર્તા, નવલકથા, નાટક, ફિલ્મ કે વેબ સીરિઝની શરૂઆત કોઈ એકની કલ્પનાથી જ થતી હોય છે. અહીં લેખકે અવકાશની પોલીસ પૃથ્વી પરનો કેસ ઉકેલે છે એવી કલ્પના કરી છે, ત્યારે સવાલ ઊઠે કે પૃથ્વી પરના પોલીસ અધિકારી આટલા નકામા, અક્ષમ હશે કે કેસ ઉકેલવા છેક અવકાશી પોલીસે આવવું પડે? ને અવકાશી પોલીસ પણ હોય છે બોલો!
માઇકલ વિશ્વને ઘેલું કરનાર કલાકારને નૃત્યાંજલિ
24 એપ્રિલ, 2026ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં થિયેટરોમાં રિલીઝ થયેલ, એક જીવનચરિત્રાત્મક ડ્રામા ફિલ્મ છે, જે પોપ આઈકોન માઈકલ જેક્સનના જીવન અને કારકિર્દીની ગાથા રજૂ કરે છે. ફિલ્મમાં `જેક્સન 5' સાથેના બાળપણથી લઈને સોલો આર્ટિસ્ટ તરીકેની તેમની અત્યંત ઝડપી સફળતા સુધીની માઈકલ જેક્સનની સફરને આવરી લેવામાં આવી છે. ફિલ્મમાં ગાયકના વાસ્તવિક જીવનના ભત્રીજા જાફર જેક્સન કોલમેન ડોમિંગો અને નિયા લોંગ સાથે પોતાની પ્રથમ ફીચર ફિલ્મમાં અભિનય કરી રહ્યા છે. માઈકલ જેક્સનના શરૂઆતના સંઘર્ષો, કડક શિસ્તભર્યું તેમનું બાળપણ અને વિશ્વના સૌથી મોટા પોપસ્ટાર બનવા સુધીની તેમની સફરને રજૂ કરે છે. તે તેમના પ્રખ્યાત ગીતો અને ડાન્સ મૂવ્સ (જેમ કે `મૂનવોક') પાછળની વાર્તાને મોટા પડદા પર લાવે છે. આ ફિલ્મને બોક્સઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો અને સમીક્ષકો તરફથી મિશ્રથી લઈને હકારાત્મક સુધીની પ્રતિક્રિયાઓ પ્રાપ્ત થઈ હતી. JioHotstar પર 29 ઓગસ્ટના રોજ પધારશે.
ખર્ચાળ શોની પધરામણી ધ લોર્ડ ઓફ ધ રિંગ્સની ત્રીજી સીઝન
Amazon Prime Video પરની એક લોકપ્રિય કાલ્પનિક શ્રેણી છે. વાર્તા સૌરોનના ઉદય, `વન રિંગ' (One Ring)ના નિર્માણ અને મિડલ-અર્થમાં ફેલાયેલા ભીષણ યુદ્ધ પર આધારિત છે. `ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ : ધ રિંગ્સ ઓફ પાવર'ની ત્રીજી સીઝનનો પ્રારંભ 11 નવેમ્બરે થશે. 11 નવેમ્બરના રોજ પ્રથમ ચાર એપિસોડ રિલીઝ થશે. 18 નવેમ્બરે એપિસોડ 5 અને 6 રિલીઝ થશે અંતે 25 નવેમ્બરના રોજ છેલ્લા બે એપિસોડ પ્રસારિત થશે. નવી સીઝન એલ્વ્સના યુદ્ધની ચરમસીમા પર થાય છે જ્યારે સૌરોન, ધ ડાર્ક લોર્ડ, વન રિંગ બનાવવાનો પ્રયાસ કરે છે. એક શસ્ત્ર જે તેને સમગ્ર મધ્ય-પૃથ્વી પર વિજય મેળવવાની શક્તિ આપશે. આ ખૂબ જ ખર્ચાળ શો છે. (પહેલી સીઝનમાં પ્રતિ એપિસોડ બનાવવા માટે લગભગ $58 મિલિયનનો ખર્ચ થયો હતો). ચારેય એપિસોડ્સ પૂરતી સંખ્યામાં દર્શકો જુએ તો, એક કલાકના ચાર એપિસોડ સ્વાભાવિક રીતે જ એક કે બે કલાક જોવા કરતાં વધુ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો