વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલિવૂડ સહિત વિશ્વભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના અનેક સ્ટાર્સ લિડો આઇલેન્ડ પર જોવા મળી રહ્યાં છે. અહીં ફિલ્મોની સાથે ફેશન પરેડે પણ દુનિયાભરના દર્શકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. નોંધનીય છે કે, આ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ `બંકર'ને પણ ફેસ્ટિવલમાં દર્શકો તરફથી જબરદસ્ત પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મના સ્ક્રીનિંગ બાદ આ ફિલ્મને લઇને અંદાજિત 15 મિનિટ અને 30 સેકન્ડ સુધી દર્શકોએ ઊભા રહીને તાળીઓથી બિરદાવી હતી. આ દરમિયાન, એક્ટ્રેસ પેનેલોપ ક્રૂઝ રડી પડી. પેનેલોપે તેના પતિ અને સહકલાકાર જેવિયર બાર્ડેમને હળવું ચુંબન કર્યું અને ભાવુક દેખાઈ હતી. દર્શકોના સતત તાળીઓના ગડગડાટથી અને તેમના પ્રેમને પેનેલોપ આજીવન ભૂલી શકવાની નથી. દર્શકોએ સતત તાળીઓ પાડવાનું ચાલુ જ રાખ્યું હતું. અલબત્ત, દર્શકોના આ પ્રેમે ફિલ્મ `બંકર'ને વેનિસ 2026ની અત્યાર સુધીની સૌથી વધુ લોકપ્રિય ફિલ્મોમાંની એક બનાવી છે.
એમી એવોર્ડ્સ 2026માં મેગા સ્ટાર્સનો ભારે જમાવડો જોવા મળ્યો
થોડા સમય પહેલાં જ એમી એવોર્ડ્સ સેરેમનીમાં ઘણાં સ્ટાર્સે પોતાના નામે એમી અવોર્ડ કર્યો હતો. અલબત્ત, આ એમી એવોર્ડ્સ સેરેમનીમાં `ડીટીએફ સેન્ટ લુઇસ'નો ભારે દબદબો જોવા મળ્યો હતો. મૂળ ડીટીએફ સેન્ટ લુઇસે લિમિટેડ સીરિઝ કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કુલ છ જેટલા એવોર્ડ પોતાના નામે કર્યા. તેના કો-સ્ટાર્સ અને દિગ્ગજ એક્ટર્સ ડેવિડ હાર્બર અને લિન્ડા કાર્ડેલિનીએ પણ પોતાનો ફર્સ્ટ એમી એવોર્ડ જીત્યો હતો. અલબત્ત, એપલ ટીવીની હોરર કોમેડી સીરિઝ `વિડોઝ બે'એ પણ 8 એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. આ સીરિઝમાં મેથ્યુ રાઇસ એક નવા ઇંગ્લેન્ડ શહેરના મેયરની દમદાર ભૂમિકા ભજવે છે, જે વર્ષો પુરાણા શાપનો સામનો કરી રહ્યા હોય છે. નોંધનીય છે કે, આ શોએ કેટલાય એવોર્ડ પોતાના નામે કરેલ છે. એક્ટ્રેસ શાઇલિન વુડલીએ પણ `પેરાડાઇઝ'માં પોતાની ભૂમિકા માટે બેસ્ટ એક્ટ્રેસ ઇન ડ્રામાનો એવોર્ડ જીત્યો હતો.
ટોમ ક્રૂઝની ફિલ્મ `ડિગર'નું ટ્રેલર વાઇરલ થયું
ગત સપ્તાહે જ ટોમ ક્રૂઝની ફિલ્મ `ડિગર'નું ફાઇનલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું. આ ટ્રેલર વાઇરલ થવાનું મુખ્ય કારણ ટોમ ક્રૂઝનો જોવા મળેલો નવો લુક છે. અગાઉની ફિલ્મોમાં ટોમ ક્રૂઝનો લુક સરખો જ જોવા મળતો હતો, પરંતુ આ ફિલ્મમાં તેનો લુક ખૂબ જ અસાધારણ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરના કોમેન્ટ સેક્સનમાં યૂઝર્સ ટોમ ક્રૂઝનાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ જોવાની માંગણી કરી રહ્યા છે. આ ફિલ્મ ચોક્કસથી બોક્સઓફિસ બ્રેક કરશે તેવું પણ જણાવી રહ્યા છે. મૂળ આ ફિલ્મમાં ડિગર રોકવેલની ભૂમિકા જે ભજવે છે, તે ખૂબ જ અમીર અને ઘમંડી માણસ હોય છે. પોતાનાં કરેલાં કામોને લીધે દુનિયા ખતરામાં પડી જાય છે. ફિલ્મના ટ્રેલરમાં જોવા મળેલા એક્શન સીન્સ પણ દર્શકોનું વિશેષ ધ્યાન ખેંચે છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના અન્ય સ્ટાર્સમાં રિઝ અહમદ, જોન ગુડમેન, સેન્ડ્રા હુલર અને જેસ્સી પામન્સનો સમાવેશ થાય છે. ટોમનું ફેન ફોલોઇંગ ખૂબ દમદાર છે. જોઇએ આ ફિલ્મના તેના આ લૂકને લોકો આવકારે છે કે નહીં.
ગ્લોબલ પોપસ્ટાર સિંગર લેડી ગાગાના ઘરે પારણું બંધાયું
વર્લ્ડ બેસ્ટ પોપસ્ટાર્સ સિંગર્સના લિસ્ટમાં લેડી ગાગાનું નામ પણ મોખરે આવે છે. લેડી ગાગાએ અત્યાર સુધી ઘણાં હિટ આલ્બમ આપેલ છે. વધુમાં તે સિંગિગની સાથે ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી જાણે છે. થોડા દિવસ પહેલાં જ એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે, લેડી ગાગાએ પોતાના મંગેતર બિઝનેસ મેન માઇકલ પોલાન્સ્કીની સાથે પોતાના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. જોકે, આ કપલે પોતાના બાળકનું નામ, જન્મતારીખ અને અન્ય માહિતી ખૂબ જ ગુપ્ત રાખી છે. નોંધનીય છે કે, એક સમાચારપત્રમાં લેડી ગાગા અને પોલાન્સ્કીએ તેમના નાના બાળક સાથે દેખા દીધી હતી. તે તેમના બાળક સાથેની પહેલી ઝલક હતી. ઉલ્લેખનીય છે કે, ગ્રેમી એવોર્ડ વિનર લેડી ગાગા છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સાઇલન્ટ રહી છે અને મીડિયામાં પણ જોવા મળી નથી. મીડિયાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તેમણે તેમના બાળકને લઇને પોતાની લાઇફને પ્રાઇવેટ રાખી છે. જોકે, હવે તેઓ ધીમે ધીમે જાહેર સ્થળો પર જોવા મળી રહ્યાં છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો