ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઇમ્તિયાજ અલીની ફિલ્મો ટોક ઓફ ધ ઈન્ડિયા હોય છે. આ વખતે ઇમ્તિયાઝ અલી પોતાની એક અપકમિંગ સીરિઝ `ઓ સાથી રે' લઇને આવી રહ્યા છે. આ સીરિઝમાં અદિતિ રાવ હૈદરી અને અર્જુન રામપાલની સાથે અવિનાશ તિવારી પણ જોવા મળશે. અર્જુન રાપપાલે પોતાના સોશિયલ મીડિયા પેજ પર ઇમ્તિયાજ અલી અને અદિતિ રાવ હૈદરી સાથેની પોતાની તસવીરો શેર કરી હતી. અલબત્ત આ મુલાકાત પર પોતાનો આ નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે, તેની માહિતી પણ આપી હતી. અર્જૂન રામપાલે શેર કરેલી પોસ્ટના કેપ્શનમાં `મેં કેટલાક ખૂબ જ ખાસ લોકો સાથે એક ખૂબ જ ખાસ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. મને તમારી બધી યાદ આવશે. આખરે મારા કોલેજના મિત્ર ઇમ્તિયાઝ અલીના નિર્દેશનમાં કામ કરવું ખૂબ જ સરસ છે. ઓ સાથી રે' લખ્યુ હતું.
કોમેડી ફિલ્મ `હે બેબી' પાર્ટ 2 ટૂંક સમયમાં રિલીઝ થશે
વર્ષ 2007માં ફિલ્મ `હે બેબી' આવી હતી જેમાં બોલિવૂડ સ્ટાર્સ અક્ષય કુમાર, રિતેષ દેશમુખ અને ફરદીન ખાન જોવા મળ્યા હતા. આ ફિલ્મ તે સમયમાં ખૂબ જ હિટ રહી હતી. હવે આ ફિલ્મનો પાર્ટ 2 ટૂંક સમયમાં બનવાનો છે અને જે માટે સાજિદ નડિયાદવાલાએ હામી ભરી હતી. હે બેબી ફિલ્મને સાજિદ ખાને ડાયરેક્ટ કરી હતી. મૂળ આ ફિલ્મ ત્રણ કુંવારા પુરુષોની આસપાસ ફરે છે જેમને એકવાર ઘર આંગણે નાનું બાળક મળે છે. આ ત્રણ પુરુષો બાળકને અપનાવવા હા ના, હા ના કરે છે પરંતુ તેને અપનાવે છે અને બાળક સાથે એકદમ ભાવુક થઇ જાય છે. જ્યારે સોશિયલ મીડિયા પર હે બેબી પાર્ટ 2 માટેની પોસ્ટ આવી હતી તેમાં યુઝર્સ કોમેન્ટ સેક્સનમાં લખતા હતા કે, શું પાર્ટુ 2માં એજ ઓલ્ડ સ્ટાર છે કે અન્ય કોઇ? તો અન્ય એક યુઝર્સ જણાવે છે કે અમને આ ફિલ્મ માટે નવા સ્ટાર્સની રાહ છે. નોંધનીય છે કે હજી આ ફિલ્મ માટેની સ્ટાર કાસ્ટીંગ બાકી છે અને હે બેબી 2ની થીમ કેવી હશે તે વિશે જાણી શકાયું નથી.
બોલિવૂડ સેમી સુપર એક્ટ્રેસ ચુમ દરાંગની તસવીરો વાઇરલ
બોલિવૂડમાં એવી ઘણી સેમી સુપર સ્ટાર એક્ટ્રેસીસ છે જે ભલે એકલ દોકલ ફિલ્મો કરે છે. પરંતુ તેઓ ટૂંકા સમયમાં જ બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવતી જાય છે. આ સેમી સુપર એક્ટ્રેસીસમાં ચુમ દરાંગનો પણ સમાવેશ થાય છે. ચુમે બોલિવૂડમાં ગણતરીની ફિલ્મો કરી છે અને વેબ સીરિઝમાં પણ કામ કર્યું છે. થોડા દિવસ પહેલાં તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોતના યોગ પોઝ પ્લસ ફિટનેશ ફિગર દેખાડતી તસવીરો શેર કરી હતી. આ તસવીરો થોડીજવારમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ હતી. ચુમે આ તસવીરો દરિયા કિનારે પાસે ખેંચાવી હતી. ચુમે પોતાની તસવીરો સાથે એક કેપ્શન આપ્યુ હતું કે, `કોઈ પણ કાર્યમાં સતત કામ કરતા રહેવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ શિસ્ત જ શ્રેષ્ઠ પરિણામો લાવે છે. પ્રેરણાની રાહ ન જુઓ. બસ શરૂઆત કરો.' નોંધનીય છે કે, ચુમ દરાંગ સેમી સુપર સ્ટારની સાથે સાથે સામાજિક કાર્યકર, ઉદ્યમી અને બ્યૂટી પેજેન્ટ વિજેતા પણ છે. ચુમે મિસ અર્થ ઈન્ડિયા 2016 અને મિશ એશિયા વર્લ્ડ 2017માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
`કલ્કિ 2898 AD'ની સિક્વલનું હજી દસ દિવસનું શૂટિંગ પૂર્ણ થયું
વર્ષ 2024માં ફિલ્મ `કલ્કિ 2898 AD' રિલીઝ થઇ હતી. આ ફિલ્મે ભારતભરના દર્શકોને વિશેષ રીતે આકર્ષ્યા હતા. મૂળ આ ફિલ્મ સાયન્સ-ફિક્શન હતી અને તેની દુનિયા સૌથી અલગ જ હતી. આ ફિલ્મમાં પ્રભાસની સાથે દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચને સ્ક્રિન શેર કરી હતી. ફિલ્મ હિટ જતા ફિલ્મની સીક્વલની દર્શકો રાહ જોઇ રહ્યા હતા. ફિલ્મમેકર અશ્વિન નાગે પોતાની આ ફિલ્મની સિક્વલને લઇને જણાવ્યુ હતું કે, આ ફિલ્મની સિક્વલનું શૂટિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને 10 દિવસનું શૂટિંગ પણ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફિલ્મના સ્ટાર પ્રભાસ જેવા અન્ય કેટલાક પ્રોજેક્ટથી ફ્રિ પડશે તેઓ અમારા પ્રોજેક્ટમાં જોડાઇ જશે. તેમના આવવાથી અમે એક લાંબા શેડ્યૂલની શૂટિંગ કરી લઇશું. ટૂંકમાં જે દર્શકો કલ્કી 2ની રાહ જોઇ રહ્યા છે તેમને નિરાશ થવાની જરૂર નથી. ફિલ્મ મેકર આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં પતાવીને ફિલ્મને જલદીથી રિલીઝ કરી દેવાના છે.
રજનીકાંતની ફિલ્મ જેલર 2ની રિલીઝ ડેટ યથાવત્ જ રહેશે
ઢળતી વયે પણ રજનીકાંતનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે દબદબો છે. આજે પણ રજનીકાંતને લીડ રોલ મળે છે અને તેમની ફિલ્મો બોક્સ ઓફિસ બ્રેક કરી જાણે છે. થોડા સમય પહેલા તેમની ફિલ્મ જેલર આવી હતી અને આ ફિલ્મો ખૂબજ ઓછા સમયમાં બોક્સ ઓફિસ બ્રેક કરી હતી. તેથી ફિલ્મના મેકર્સે આ ફિલ્મની સ્ટોરી આગળ વધારવાની જાહેરાત પણ કરી હતી. જેલર ફ્રેન્ચાઇઝીની ફિલ્મ જેલર 2ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરાઇ છે એવી વાત સોશિયલ મીડિયામાં ફેલાઇ રહી હતી. જેના ભાગરૂપે ફિલ્મ મેકર્સે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર જણાવ્યુ હતું કે, અમારી ફિલ્મ જેલર 2ની તારીખ પોસ્ટપોન કરવામાં નહીં આવે. આ ફિલ્મ 15 ઓક્ટોબરના રોજ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. અલબત્ત તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, `ઓક્ટોબર 15ના રોજ અમે તોફાન મચાવવા આવી રહ્યા છીએ.' આ ફિલ્મ નવરાત્રીમાં રિલીઝ થવાની છે. જોવું રહ્યું કે આ તહેવારો દરમિયાન દર્શકો ફિલ્મને અગાઉની ફિલ્મ જેલરની જેમ આવકારશે કે નહીં?
સાઉથ સ્ટાર મોહનલાલની ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો
થોડા દિવસ પહેલા જ સાઉથ સુપર સ્ટાર મોહનલાલે પોતાની આગામી ફિલ્મ માટેની જાહેરાત કરી હતી. મોહનલાલે અગાઉ પોતાની આવનારી ફિલ્મ માટેનું અસ્થાયી ટાઇટલ `L367' રાખ્યું હતું અને હવે આ ફિલ્મનું નામ `ઓપરેશન ગંગા' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મના પોસ્ટરમાં કોઇ સ્ટારને દેખાડવાને બદલે એક સ્ત્રીના પુતળાને દર્શાવવામાં આવ્યું છે અને તેના એક હાથમાં તલવાર અને એક હાથમાં ઢાલ દેખાડવામાં આવી છે. અલબત્ત તે પુતળા પાછળ એક ફાઇટર પ્લેન ઉડતું જોવા મળી રહ્યું છે. આ ફિલ્મનું નિર્દશેન વિષ્ણુ મોહન કરી રહ્યા છે. પ્લસ આ ફિલ્મ કોઇ યુદ્ધ પર આધારિત અથવા કોઇ મીશન પરની હોય તેવું પોસ્ટર પરથી સ્પષ્ટ જણાઇ રહ્યું છે. વધુમાં આ રેસ્ક્યૂ મિશન તે ભારતીયો માટેનું હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે જે રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાઇ ગયા હતા. નોંધનીય છે કે, ફિલ્મની સ્ટાર કાસ્ટમાં બોલિવૂડ સ્ટાર્સનો પણ જમાવડો છે જેમાં અર્જૂન રામપાલ, આદિલ હુસૈન અને ભાગ્યશ્રી બોરસેનો સમાવેશ થાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
