ગ્લોબલ એક્ટ્રેસ કહેવાતી પ્રિયંકા ચોપરા થોડા દિવસ પહેલાં જ વિમ્બલડનમાં પોતાના આકર્ષક લુકમાં જોવા મળી હતી. હવે તેવી જ રીતે બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ વિમ્બલડનમાં એકદમ અલગ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. અલબત્ત, જેમ પ્રિયંકાની તસવીરો પ્લસ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં હતાં તેમ અનન્યા પાંડેની તસવીરો પ્લસ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં હતાં. મૂળ અનન્યા 2026ના વિમ્બલડન મેન્સ સિંગલ્સ સેમિફાઇનલ મેચમાં રેડ કલરના ડ્રેસમાં એકદમ હોટ અવતારમાં જોવા મળી હતી. નોંધનીય છે કે આ દરમિયાન અનન્યા પાંડેને લંડનના ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ એન્ડ ક્રોકેટ ક્લબ(AELTC)માં સ્પોટ કરવામાં આવી હતી. ત્યારબાદ તેના લુકની ચર્ચા સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, વિમ્બલડન 2026માં બોલિવૂડ સ્ટાર્સ સાથે ક્રિકેટર્સ અને અન્ય સેલિબ્રિટીઓ પણ જોવા મળી હતી. 

ટૂંક સમયમાં જ રણબીર કપૂરના `રામાયણ'નું ટ્રેલર રિલીઝ થશે  

છેલ્લાં બે વર્ષથી બોલિવૂડમાં ચર્ચામાં રેહલી રણબીર કપૂરની ફિલ્મ `રામાયણ' તમામ ફિલ્મોના બોક્સઓફિસ બ્રેક કરશે એવાં એંધાણ રચાયાં છે. અલબત્ત, આ ફિલ્મને લઇને કોઇ પણ પ્રકારની અપડેટ હોય તો પણ જાણવા અધીરા બને છે. થોડા દિવસ પહેલાં જ આ ફિલ્મના ફિલ્મમેકર્સે પોતાના સોશિયલ મીડિયા પેજ પર ફિલ્મ `રામાયણ'ની એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, `ભારતથી દુનિયા સુધી, હજારો વર્ષોથી રામાયણ ધર્મ, ગૌરવ, હિંમત અને કરુણાના તેના કાલાતીત ઉપદેશોથી પેઢીઓને પ્રેરણા આપે છે. હવે તે એક નવી સફર શરૂ કરે છે. ભારતની મહાન સભ્યતાની વાર્તાઓમાંની એક હવે ભારતીય સિનેમામાં પહેલાં ક્યારેય ન જોવા મળેલા સ્કેલ પર વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે.' વધુમાં ફિલ્મમેકર્સે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, `રામાયણ'નું ટ્રેલર 24 જુલાઇના રોજ દુનિયાભરમાં પ્રસ્તુત કરવામાં આવશે. આ જાહેરાતથી નેટિજન્સમાં ખુશીઓનું મોજું ફરી વળ્યું હતું.

સલમાન ખાને પોતાના બાન્દ્રા વેસ્ટનું એપાર્ટમેન્ટ વેચ્યું 

ટૂંક સમયમાં જ સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ `માતૃભૂમિ' લઇને આવી રહ્યો છે. આ ફિલ્મ ભારત-ચાઇના બોર્ડર પર જોવા મળતી ચડસાચડસી પર આધારિત છે. અલબત્ત, આ ફિલ્મને લઇને સલમાન ખાન જબરદસ્ત લાઇમલાઇટમાં છે. વધુમાં તેના ફેન્સ તેને આર્મીના લુકમાં જોવા પણ તત્પર છે. ગત સપ્તાહે જ સલમાન ખાન ફરી એકવાર લાઇમલાઇટમાં આવ્યો હતો, કારણ કે વર્ષ 1974થી તે ગેલેક્સી એપોર્ટમેન્ટમાં રહે છે અને મુંબઇના બાન્દ્રા વેસ્ટમાં પણ તેનું 758 સ્ક્વેરવાળું એપાર્ટમેન્ટ હતું, જેને તેણે વેચી નાખ્યું છે. CRE મેટ્રિક્સ રિયલ એસ્ટેટ ડેટા પ્લેટફોર્મ દ્વારા મેળવેલા પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર, સલમાન ખાને મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ રૂ. 3.50 કરોડમાં વેચ્યું હતું. સલમાન ખાને વર્ષ 2015માં આ એપાર્ટમેન્ટ રૂ. 2.88 કરોડમાં ખરીદ્યું હતું. આ એપાર્ટમેન્ટ બાંદ્રા વેસ્ટમાં શિવ અસ્થાન હાઇટ્સ નામના રહેણાક મકાનમાં આવેલું છે. 

અપારશક્તિ ખુરાના હવે 

શક્તિ કપૂરના રાહે ચાલશે  

આયુષ્માન ખુરાનાનો ભાઇ અપારશક્તિ ખુરાના પણ બોલિવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવી ચૂક્યો છે. ભલે તેણે અત્યાર સુધી કોમેડી રોલ અને સાઇડ રોલ કર્યા છે, પરંતુ તેણે આ સંદર્ભે જેટલા પણ રોલ કર્યા છે, તેની નોંધ લેવામાં આવી છે, તેથી જ તે હવે કોમેડી રોલ છોડીને ગંભીર રોલ તરફ પોતાના ડગ માંડી રહ્યો છે. એક સમયે શક્તિ કપૂરે ગંભીર રોલ પ્લસ વિલનના રોલ કર્યા હતા, પરંતુ ત્યારબાદ અચાનક જ તેણે કોમેડી રોલ ચાલુ કરી દીધા હતા અને સફળતા મેળવી હતી. અહીં અપારશક્તિએ પહેલાં કોમેડી કરી અને હવે ગંભીર પ્લસ વિલન તરીકે સફળતા મેળવવાના પ્રયાસો કરી રહ્યો છે. અપારશક્તિ હવે ફિલ્મ `ગનમાસ્ટર જી નાઇન'માં વિલન તરીકે જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડ સીરિયલ કિસર તરીકે જાણીતો ઇમરાન હાશ્મી સ્ક્રીન શેર કરવાનો છે. હવે જોવું રહ્યું કે, અપારશક્તિ ખુરાના કોમેડી રોલની જેમ વિલનના રોલમાં પણ દર્શકોનાં દિલ જીતી શકશે કે કેમ?

કરીનાનો વ્હાઇટ બિકિની લુક સોશિયલ મીડિયામાં વાઇરલ થયો  

બોલિવૂડ બેબો કહેવાતી કરીના કપૂર છેલ્લા કેટલાક સમયથી લાઇમલાઇટથી દૂર રહી હતી. જોકે, હવે તે ફરી પાછી પોતાના લુકને લઇને લાઇમલાઇટમાં આવી ગઇ છે. કરીના કપૂર તેની ફેમિલી સાથે હાલમાં ગ્રીસમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેણે પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં વ્હાઇટ બિકિનીની તેની તસવીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. અલબત્ત, આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. કરીના કપૂરે પોતાની તસવીરોની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, `ખાલી હું અને નીલો સાગર.' આ બધા વચ્ચે નેટિજન્સ તેને એ બાબતે વધુ સ્વીકારી રહ્યા છે કે, કરીનાએ જેટલી પણ તસવીરો શેર કરી છે તે ફિલ્ટર વગરની આબેહૂબ છે, તેથી નેટિજન્સ કહી રહ્યા છે, તમે જે નેચરલ લુકમાં તસવીરો શેર કરી છે તે અમને ગમ્યું છે. ટૂંકમાં, નેટિજન્સે કરીનાની તસવીરો પર હાર્ટ પ્લસ ફાયર ઈમોજી આપીને પોતાની ખુશીઓ શેર કરી હતી. 

આમિર ખાન હનીમૂન હેટ્રિક ઓસ્ટ્રેલિયામાં મનાવવાનો છે

ગત 5 જુલાઈના રોજ આમિર ખાને ત્રીજાં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન એક રીતે સંપૂર્ણ સાદગીથી ઊજવવામાં આવ્યાં હતાં. જોકે, આમિર ખાનના આ લગ્નમાં અડધું બોલિવૂડ અને અન્ય રાજકારણીઓ ઉપરાંત કેટલાક બિઝનેસમેન્સ પણ આવ્યા જ હતા. આમિર ખાનના આ ત્રીજાં લગ્નએ સોશિયલ મીડિયામાં જબરદસ્ત ધૂમ મચાવી હતી. અલબત્ત, તેમનાં લગ્નને લઇને મીમ્સ પણ વાઇરલ થયા હતા. હવે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે તેઓ અને તેમની થર્ડ વાઇફ ગૌરી પોતાનું હનીમૂન ઓસ્ટ્રેલિયામાં મનાવવાનાં છે. વધુમાં તેઓ ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્નમાં પણ ભાગ લેવાના છે. નોંધનીય છે કે, આમિર ખાનને આ ફેસ્ટિવલમાં તેમની ફિલ્મ `સિતારે જમીન પર'માં તેમણે ભજવેલી મુખ્ય ભૂમિકા માટે સર્વશ્રેષ્ઠ એક્ટર તરીકે નામાંકન મળ્યું છે. આ ફિલ્મ ફેસ્ટિવલનું નોમિનેશન થોડા દિવસ પહેલાં જ કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલ 13 ઓગસ્ટથી લઇને 23 ઓગસ્ટ, 2026 સુધી ઓસ્ટ્રેલિયામાં ઊજવવામાં આવશે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો