ગત સપ્તાહે જ હોલિવૂડ એક્ટ્રેસ એની હેથવે પોતાની આવનારી ફિલ્મ `ધ એન્ડ ઓફ ઓક સ્ટ્રીટ'ના પ્રમોશનમાં તેણે તેનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આ બેબી બમ્પને કેટલાક નેટિજન્સ સોશિયલ મીડિયા પર ફેક ગણાવી રહ્યા હતા. અલબત્ત, આ ફેક બેબી બમ્પની વાતને એકદમ સરળતાથી લઇને એની હેથવેએ તે તમામ નેટિજન્સને હળવા કટાક્ષમાં જવાબ આપ્યો હતો. હવે આ જવાબ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. નોંધનીય છે કે, એની છેલ્લા 4-5 મહિનાથી પ્રેગ્નન્ટ છે. નેટિજન્સના જવાબમાં એનીએ એક
Behind the Scenes (BTS) વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ફિલ્મ પ્રીમિયરની તૈયારી કરતી હતી. આ દરમિયાન તેમની ટીમ મેકઅપ અને હેરસ્ટાઇલ બનાવે છે. અહીં જ્યારે તેમની ટીમ તેમના વાળની પોનીટેલ સેટ કરે છે ત્યારે તે મજાકમાં કહે છે કે, `આ મારા વાળ અસલી નથી.' ત્યારબાદ વીડિયો કેપ્શનમાં તે ફેક બેબી બમ્પ કહેનારાઓને જણાવે છે કે, `વાળ નકલી છે, પરંતુ બેબી બમ્પ અસલી છે.' ટૂંકમાં, તેણે ટ્રોલર્સને હળવેથી અવગણીને સુંદર જવાબ પણ આપી દીધો.
અમલ ક્લૂની અને જ્યોર્જ ક્લૂનીના ડિવોર્સની અફવા ઊડી
અમલ ક્લૂની અને જ્યોર્જ ક્લૂનીનાં લગ્નને 12 વર્ષ થયાં છે અને હવે તેમના ડિવોર્સની અફવા હોલિવૂડમાં ચાલી રહી છે. અલબત્ત, તેઓ બંને જણા ખરેખર ડિવોર્સ લેવાના છે તે વાતની કોઇ પુષ્ટિ હજુ સુધી સાબિત થઇ નથી. નોંધનીય છે કે, હોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સમાં જ્યોર્જ ક્લૂનીનો સમાવેશ થાય છે. જ્યારે હ્યુમન રાઇટ્સ લોયર તરીકે અમલ ક્લૂનીનો વિશેષ દબદબો છે. ગત મહિને એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમલ ક્લૂનીએ તાજેતરના એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લગ્ન પહેલાંનું તેમનું જીવન `સરળ' હતું પણ હવે નથી, જે એકમાત્ર સંકેત હોઈ શકે છે કે તેઓ છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ આ વાત તો કોઇ પણ કપલ લગ્ન બાદ કરતું જ હોય છે કે, લગ્ન પહેલાંનું જીવન સરળ હોય છે, લગ્ન બાદ જવાબદારીઓ વધવી સ્વાભાવિક છે. આ બાબતોને લઇને જ્યોર્જ અને અમલ છૂટા પડી રહ્યા છે તે વાત માત્ર અફવા જ છે.
`અ વેન્સ્ડે' ફેમ સ્ટાર જેના ઓર્ટેગાને દુબળી-પાતળી જોવા મળી
પોપ્યુલર એક્ટ્રેસ જેના ઓર્ટેગા થોડા દિવસ પહેલાં જ એક ઈન્ટરવ્યૂમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ દુબળી-પાતળી લાગી રહી હતી. તેના આવા લુક્સને જોઇને તેના ફેન્સ ચિંતામાં મુકાઇ ગયા હતા. આ ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે, તે પોતાના શરૂઆતી કરિયરના દિવસોમાં સેટ પર ખાતી-પીતી ન હતી. અલબત્ત, તેણે એમ પણ જણાવ્યું હતું કે, હું એક્ટિંગને લઇને એટલી ક્રેઝી છું કે, હું મારા શોટ માટે ઓલ્વેઝ રેડી હોઉ છું અને તેથી જ હું ખાવા-પીવા પ્રત્યે ઓછું ધ્યાન આપતી હોઉ છું. જોકે, તેના ફેન્સ તેના આ લુકને લઇને સોશિયલ મીડિયા પર એ પ્રકારે ચર્ચા કરવા લાગ્યા છે કે, બની શકે કે તેણે પોતાના કોઇ આગામી પ્રોજેક્ટ માટે આવો લુક અપનાવ્યો હશે. અથવા તો સાચે જ તે બીમાર છે. ટૂંકમાં, તેના ફેન્સ તેના આ લુકને લઇને થોડા ચિંતિત છે, પરંતુ કદાચ તેનો લુક કોઇ ખાસ પ્રોજેક્ટનો એક ભાગ હશે તેમ માનીને હાલમાં સંતોષ માની રહ્યા છે.
એવેન્જર્સ ડૂમ્સડેના અધધ હીરોઝ જોવા દુનિયાભરના દર્શકો આતુર છે
માર્વેલ સિનેમેટિક યુનિવર્સની નવી ફિલ્મ `એવેન્જર્સ ડૂમ્સડે' થોડા સમયમાં જ દુનિયાભરનાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે. `એવેન્જર્સ : ડૂમ્સડે' અને વર્ષ 2027માં આવનારી `એવેન્જર્સ : સિક્રેટ વોર્સ' માર્વેલની અત્યાર સુધીની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝીની સૌથી મોટી ક્રોસઓવર પણ છે. અલબત્ત, આ ફિલ્મોમાં ઓલમોસ્ટ અધધ સુપરહીરોઝ ભેગા થઇ રહ્યા છે. જોકે, સૌ કોઇને કેપ્ટન અમેરિકા અને ડોક્ટર ડૂમનો વિશેષ ઇંતેજાર છે. અત્યાર સુધી `આયરન મેન'ની ભૂમિકા ભજવનાર રોબર્ટ ડાઉની જુનિયર આ ફિલ્મમાં વિલન તરીકે `વિક્ટર વોન ડૂમ' બનીને આવી રહ્યા છે. `એવેન્જર્સ : ડૂમ્સડે' માર્વેલ સુપરહીરોની એક આખી ફોજ છે. `ફેન્ટાસ્ટિક ફોર'થી લઈને `થંડરબોલ્ટ્સ' અને `એક્સ-મેન' સુધી દરેક ફ્રેન્ચાઇઝીના સુપરહીરો આ ફિલ્મનો ભાગ હશે. રોબર્ટ ડાઉની જુનિયર અને ક્રિસ ઇવાન્સ સાથે આ ફિલ્મમાં ક્રિસ હેમ્સવર્થ, પેડ્રો પાસ્કલ, પોલ રુડ, એન્થોની મેકી, ફ્લોરેન્સ પુઘ, વેનેસા કિર્બી, એબોન મોસ-બેક્રેક, વ્યાટ રસેલ, ચેનિંગ ટાટમ, સિમુ લિયુ, ઇયાન મેકકેલેન, ટોમ હિડલસ્ટન અને જેમ્સ માર્સડેન સિવાય પણ અન્ય સ્ટાર્સ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો