અપકમિંગ ફિલ્મ `એવેન્જર્સ : ડૂમ્સ ડે'ના ટ્રેલરે દુનિયાભરના નેટિજન્સને વિશેષ રીતે આકર્ષ્યા છે. આ ટ્રેલર લોન્ચ થતાંની સાથે જ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે. ખાસ કરીને લોકો થોરના અંદાજને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને ફિલ્મ રિલીઝ થવાની આતૂરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. નોંધનીય છે કે, અંગ્રેજી ટ્રેલર લોન્ચ થયાના માત્ર ચાર જ કલાકમાં જ 1.25 કરોડ વ્યૂઝ મળ્યા હતા અને તેમાં હજી પણ ક્રમશઃ વધારો થતો જોવા મળી રહ્યો છે. ફિલ્મના હિન્દી ટ્રેલરમાં 7 લાખથી પણ વધુ વ્યૂઝ મળ્યા હતા, જેમાં પણ ક્રમશઃ વધારો થઇ રહ્યો છે. 2 મિનિટ 25 સેકન્ડની ફિલ્મના આ ટ્રેલરમાં એક મોટી ટીમ દર્શાવવામાં આવી છે, જે દુનિયાનો ખાત્મો કરનારા લોકોને ખતમ કરવા એકત્ર થયા હોય છે. આ સમગ્ર ટીમનો લીડર થોર છે, જે કહી રહ્યો છે કે, જો તમે એકસાથે નહીં રહ્યા તો પાછળની કુરબાની વ્યર્થ જશે, તેથી આંતરિક નાના-મોટા ઝઘડા ભૂલીને સૌ એક થઇ જાઓ. આ ફિલ્મ 18 ડિસેમ્બર, 2026ના રોજ ક્રિસમસ સપ્તાહમાં રિલીઝ કરવામાં આવશે.
રેપર પ્લસ એક્ટર સ્નૂપ ડોગની બાયોપિક વર્ષ 2027માં રિલીઝ થશે
રેપર વર્લ્ડમાં સ્નૂપ ડોગનું નામ સૌથી પહેલી હરોળમાં લેવાય છે. દુનિયાભરમાં તેમના અધધ ચાહકો છે પ્લસ તેમનો આઇકોનિક ડાન્સ આજે પણ ફેમસ છે. તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર તેમની કોઇ પણ અપડેટને જાણવા આતુર હોય છે. પ્લસ તેમની પાછળની જિંદગી કેવી હતી અને કેવી રીતે રેપર વર્લ્ડમાં તેઓ આવ્યા તે જાણવા માટે પણ તેઓ આતુર હોય છે. આ બધી જ આતુરતાનો અંત હવે આવી રહ્યો છે, કારણ કે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે યુનિવર્સલ પિક્ચર્સ તેમની બાયોપિક ફિલ્મ લઇને આવી રહી છે. આ ફિલ્મમાં તેમની તમામ ઉપલબ્ધિઓને સમાવી લેવામાં આવી છે. સ્નૂપ ડોગની આ ફિલ્મને ક્રેગ બ્રેવર ડાયરેક્ટ કરવાના છે. ક્રેગ બેવરને `હસલ એન્ડ ફ્લો' જેવી સુપરહિટ ફિલ્મ માટે વિશેષ જાણવામાં આવે છે. સ્નૂપ ડોગની બાયોપિક ફિલ્મમાં સ્નૂપની ભૂમિકા જોનાથન ડેવિસ ભજવવાનો છે. સ્નૂપ ડોગની આ ફિલ્મ 6 ઓગસ્ટ, 2027ના રોજ રિલીઝ કરવામાં આવશે. નોંધનીય છે કે, સ્નૂપ ડોગે બોલિવૂડ ફિલ્મ `સિંઘ ઇઝ કિંગ'માં રેપ સોન્ગ ગાયું હતું.
`પિંક પેન્થર' થીમ સેક્સોફોનિસ્ટ પ્લાસ જોન્સનનું નિધન
તમે ક્યાંક ને ક્યાંક `પિંક પેન્થર'ની ધૂન પ્લસ કાર્ટૂન તો જોયું જ હશે, સાંભળ્યુ જ હશે. દુનિયાભરમાં ધૂમ મચાવનારી ક્લાસિક `પિંક પેન્થર' થીમના ગીત માટે જાણીતા સેક્સોફોનિસ્ટ પ્લાસ જોન્સનનું ગત 15 જુલાઇના રોજ 91 વર્ષની જૈફ વયે નિધન થતાં હોલિવૂડ શોકમાં ગરકાવ છે. તેઓ લોસ એન્જેલસમાં છેલ્લા ઘણા સમયથી રહેતા હતા અને તેમના ઘરે જ તેમના અંતિમ શ્વાસ તૂટ્યા હતા. તેમના નિધનની પુષ્ટિ તેમનાં બાળકો એરિક જોન્સન અને સ્ટેફની ઓલિવરે આપી હતી. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં જ તેમણે એક કોન્સર્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નોંધનીય છે કે આજના જમાનામાં પણ સોશિયલ મીડિયા પ્લસ વીડિયો કે શોર્ટ્સમાં પિંક પેન્થરના મ્યુઝિકની પ્રસ્તુતિ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, જોન્સનને વર્ષ 1963માં રિલીઝ થયેલી હેનરી મેનસિનીની ફિલ્મ `ધ પિંક પેન્થર' માટે વિશેષ યાદ કરવામાં આવે છે. તેમના નિધનના એક સપ્તાહ પછી જોન્સનને સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સ અને તેમના મિત્રો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
લાંબા ફિલ્મી બ્રેક બાદ જોની ડેપ
ફિલ્મ `એબેનેજર'માં જોવા મળશે
હોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સમાં જોની ડેપનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ હોલિવૂડની ફિલ્મોથી દૂર રહ્યા હતા. જોકે, તેઓ સમયાંતરે સોશિયલ મીડિયામાં કોઇ ને કોઇ કારણોસર ચર્ચામાં રહેતા હતા. અલબત્ત હવે તેઓ તેમની આવનારી આગામી ફિલ્મ `એબેનેજર'(Ebenezer)માં દમદાર ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થઇ રહ્યું છે. આ ફિલ્મમાં પણ તેઓ એક રહસ્યમયી ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં જોની ડેપ `સ્ક્રૂજ' નામની વ્યક્તિ છે અને તેમની આ ભૂમિકા એકદમ ડાર્ક છે તેવું મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે. મૂળ આ ફિલ્મ ચાર્લ્સ ડિકેન્સની ક્લાસિક બુક `અ ક્રિસમસ કેરોલ' પર આધારિત છે. પ્રસ્તુત ટ્રેલરમાં ડેપ ભૂતો સાથે બાથ ભીડતો જોવા મળી રહ્યો છે. જોનીની આ ફિલ્મનું નિર્માણ પેરામાઉન્ટ પિક્ચર્સના બેનર હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. જોની ડેપની સાથે એન્ડ્રિયા રાઇજબોરો, ટ્રામેલ ટિલમેન, ઇયાન મેકકેલન અને ડેદી રિડલે સ્ક્રીન શેર કરી રહ્યા છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો