ટીવી જગતમાંથી બોલિવૂડ સુધીની સફર ખેડનારી મશહૂર અને ખૂબસૂરત અભિનેત્રી અવનીત કૌર હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અવનીત કૌર તેના નવતર અંદાજ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે. હાલમાં અવનીત કૌર સોશિયલ મીડિયા પર મૂકેલ તસવીરમાં બ્લૂ કલરની બિકીનીમાં ખૂબ જ આકર્ષક અંદાજમાં જોવા મળી રહી છે. દરિયાનાં મોજાં અને કિનારાની રેતી વચ્ચે અવનીતે એકથી એક ચડિયાતા દિલકશ અને કિલર પોઝ આપ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. તેની આ અદાઓ જોઈને તેના ચાહકોના હોશ ઊડી ગયા છે. બાળ કલાકાર તરીકે `ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ'થી પોતાની કરિયરની શરૂઆત કરનારી અને `અલાદ્દીન' જેવા લોકપ્રિય શોથી ઘર-ઘરમાં જાણીતી બની હતી. આજે ઇન્સ્ટાગ્રામ પર તેના કરોડો ફોલોઅર્સ છે,
દેવોં કે દેવ મહાદેવની પાર્વતી દીકરીને લઈને ભાવુક થઈ
દેવોં કે દેવ મહાદેવ સીરિયલમાં માતા પાર્વતીનું પાત્ર ભજવીને દેશભરમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી સોનારિકા ભદોરિયા હાલમાં પોતાની માતૃત્વની સફરને કારણે સમાચારોમાં છે. હાલમાં જ સોનારિકાએ તેની દીકરી `વિરિકા પરાશર'ના 6 મહિના પૂરા થવા પર સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક અને સુંદર પોસ્ટ શેર કરી છે. તેણે માતૃત્વના આ તબક્કાને તેના જીવનનો સૌથી સુંદર અને અદ્ભુત અનુભવ ગણાવ્યો છે. આ ખાસ પ્રસંગે તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સીના દિવસોથી લઈને અત્યાર સુધીની કેટલીક ન જોયેલી તસવીરો અને વીડિયોઝ શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યા છે. તસવીરોમાં તે અને તેની દીકરી સફેદ રંગનાં આઉટફિટમાં ટ્વિનિંગ કરતા પણ જોવા મળ્યાં છે. 2024માં બિઝનેસમેન વિકાસ પરાશર સાથે લગ્નગ્રંથિથી જોડાયેલી સોનારિકા હાલમાં તેના જીવનના આ શ્રેષ્ઠ તબક્કાને માણી રહી છે.
હિબા નવાબ નવા શોને કારણે ચર્ચામાં આવી છે
ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી હિબા નવાબ હાલમાં પોતાના નવા પ્રોજેક્ટ્સને કારણે નેટિજન્સમાં ચર્ચામાં છે. સુપરહિટ ટીવી શો ઝનકમાં લીડ રોલ પ્લે કરીને દર્શકોનાં દિલ જીતનારી હિબા હવે ટીવી પર એક તદ્દન નવા અંદાજમાં વાપસી કરવાની છે. `જીજાજી છત પર હૈ' જેવા કોમેડી શોથી પોતાની ખાસ ઓળખ બનાવનારી હિબા ફરી એકવાર કોમેડી જોનરમાં પરત ફરી રહી હોવાથી તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ સિવાય તે હોલિવૂડની એક ક્લાસિક સીરિઝ પરથી પ્રેરિત એક અનોખા ફેન્ટસી શોમાં પણ મુખ્ય ભૂમિકા ભજવવાની છે એવી ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં તે એક એવી જાદુગરીનું પાત્ર ભજવશે જે પ્રેમ ખાતર સામાન્ય માણસની જેમ જીવવાનો પ્રયત્ન કરે છે. અગાઉ `ઝનક' શોમાં 20 વર્ષનો લાંબો લીપ આવવાને કારણે હિબાએ તે શો છોડવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તે પડદા પર પોતાની ઉંમરના પાત્રની માતાનો રોલ કરવા માંગતી નહોતી. હવે તેમના આ નવા કમબેકના સમાચાર સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યા છે.
દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેકના ઘરે જોડિયાં બાળકોનું આગમન
ટેલિવિઝન જગતનું સૌથી લોકપ્રિય કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા હાલમાં સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે અને તેનું કારણ પણ ખૂબ જ ખાસ છે. લગ્નના લાંબા સમય બાદ આ સ્ટાર કપલના ઘરે કિલકિલાટ ગુંજી ઊઠી છે. દિવ્યાંકાએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો છે, જેના કારણે દિવ્યાંકા અને વિવેકના પરિવાર ઉપરાંત તેમના ચાહકો પણ ખુશખુશાલ થઇ ગયા છે. દિવ્યાંકા ત્રિપાઠીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર નવજાત બાળકોના નાના હાથની એક સુંદર તસવીર શેર કરીને આ ગુડ ન્યૂઝ ફેન્સ સાથે શેર કર્યા હતા. તેમણે કેપ્શનમાં ઈમોશનલ નોટ લખીને ભગવાને આપેલા આ આશીર્વાદ સમાન ભેટ બદલ આભાર માન્યો હતો. આ સમાચારને કારણે ટીવી ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ અને ફેન્સ તરફથી અભિનંદનનો વરસાદ શરૂ થઈ ગયો છે. રસપ્રદ વાત એ છે કે, સોશિયલ મીડિયા પર ફેન્સ આ કપલને અનોખી રીતે વધામણી આપી રહ્યા છે. ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈને કમેન્ટ્સમાં `મેરે કરણ-અર્જુન આ ગયે' લખીને આ જોડિયાં બાળકોનું સ્વાગત કરી રહ્યા છે.
સંભાવના અને અવિનાશના ઘરે ટ્વિન્સની પધરામણી
ભોજપુરી અને હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને કન્ટેન્ટ ક્રિએટર સંભાવના શેઠ હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. લગ્નનાં આશરે 10 વર્ષ પછી સંભાવના શેઠ અને અવિનાશ દ્વિવેદીના ઘરે જોડિયાં બાળકો એક દીકરો અને એક દીકરીની પધરામણી થઇ છે. આ કપલે સરોગસીની મદદથી બાળકોનું દુનિયામાં સ્વાગત કર્યું છે. આ ખુશખબરી શેર કરતાં કપલે ઇન્સ્ટાગ્રામ પર નવજાત બાળકો સાથેની ઇમોશનલ તસવીરો પોસ્ટ કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું, `આ વર્ષે મહા દિવાળી વહેલી આવી ગઈ છે. લક્ષ્મી અને ગણેશ બંને ઘરે આવી ગયાં છે. અમે બહુ ખુશ છીએ. હર હર મહાદેવ.' તસવીરોમાં હોસ્પિટલના ઓપરેશન થિયેટરનાં એવાં દૃશ્યો છે જ્યાં બાળકોના જન્મ સમયે સંભાવના ખૂબ જ ભાવુક થઈને રડી પડી હતી.
ટ્રાવેલિંગની શોખીન મુનમુન દત્તા નોર્વેના પ્રવાસે
લોકપ્રિય ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તા હાલમાં તેના અંગત જીવન અને સોશિયલ મીડિયા એક્ટિવિટીને કારણે ચર્ચામાં છે. મુનમુન ટ્રાવેલિંગની ખૂબ શોખીન છે અને તાજેતરમાં જ તે નોર્વેના પ્રવાસે ગઈ હતી. ઓસ્લો ઓપેરા હાઉસ જેવા સુંદર લોકેશન્સ પરથી તેણે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો શેર કરી હતી. આ સાથે તેણે રમૂજી કેપ્શન લખ્યું હતું કે, ભારત હોય કે નોર્વે, તે તેજ ધૂપ સહન કરી શકતી નથી. ફેન્સને તેનો આ અંદાજ ખૂબ ગમ્યો છે. બીજી તરફ પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને કારણે પણ તે હેડલાઇન્સમાં રહી છે. શોના સેટ પર રખડતાં પશુઓની સંભાળ રાખવા માટે જાણીતી મુનમુને તાજેતરમાં જ એક બિલાડીના બચ્ચાનો જીવ બચાવી તેને આશ્રય આપ્યો હતો, જેની ખૂબ પ્રશંસા થઈ હતી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો