સ્લોમોશન કિંગ તરીકે જાણીતા રાઘવ જુયાલ માટે બોલિવૂડની સફર ખુબ જ ખાસ રહી છે. પોતાની બેહતરીન એક્ટિંગ અને ફની સાઇડથી દર્શકોનું દિલ જીતનાર રાઘવ જુયાલ હવે પોતાની નવી ફિલ્મ ભાઇ તેરા સ્ટાર હૈ સાથે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
વિવેક બી. અગ્રવાલ દ્વારા નિર્દેશિત ફિલ્મ ભાઇ તેરા સ્ટાર હૈ માં રાઘવ જુયાલ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ એક લાઇટ-હાર્ટેડ કૉમેડી ફિલ્મ છે, જેની વાર્તા લંડનમાં સેટ કરવામાં આવી છે. ફિલ્મમાં રાઘવ 'અજય સિંહ' નામના એક સ્ટ્રગલિંગ એક્ટરનો રોલ કરી રહ્યા છે, જે એક જ રાતમાં દેવાના ચક્કરમાં ફસાઈને અવનવી મુશ્કેલીઓ ઊભી કરે છે.
'કિલ' જેવી તીવ્ર અને ડાર્ક એક્શન ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવ્યા બાદ, રાઘવે આ ફિલ્મમાં ફરી એકવાર પોતાની શાનદાર કૉમિક ટાઇમિંગ બતાવી છે. આ ફિલ્મમાં તેમની સાથે સંજય કપૂર, નિહારિકા એન.એમ. અને ચંદન રોય સાન્યાલ જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે.
રાઘવની ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી અને સફર ખુબ જ પ્રેરણાદાયી રહી છે. દેહરાદૂનના રાઘવે 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' (DID) જેવા રિયાલિટી શોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેના સિગ્નેચર 'સ્લો મોશન વોક' ડાન્સ સ્ટેપે તેને આખા દેશમાં લોકપ્રિય બનાવી દીધો હતો. ડાન્સિંગ ક્ષેત્રે સફળતા બાદ તેણે 'ડાન્સ પ્લસ' જેવા સુપરહિટ રિયાલિટી શોનું સક્સેસફુલ હોસ્ટિંગ કર્યું. તેમની કૉમેડી અને વન-લાઇનર્સ દર્શકોને ખુબ પસંદ પડતા હતા. રાઘવે 'સોનાલી કેબલ', 'એબીસીડી 2' અને 'કિસી કા ભાઈ કિસી કી જાન' જેવી ફિલ્મોથી અભિનયની શરૂઆત કરી. પરંતુ, તેના કરિયરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ કિલ (Kill) સાબિત થઈ. જેમાં એક નિર્દય વિલનના રોલમાં તેની દમદાર એક્ટિંગથી વિવેચકો પણ અવાક રહી ગયા હતા. રાઘવ હાલ તેના કામની સાથે શહેનાઝ ગિલ સાથેના સંબંધ અને આર્યન ખાન સાથેની મિત્રતા માટે પણ ચર્ચામાં છે. આર્યનની વેબ સીરિઝમાં કામ કર્યાં બાદ તે બંને ખૂબ સારા મિત્રો બની ગયા છે, રાઘવ કહે છે કે આર્યન સાથેની મિત્રતા એની અંદર ઘણાં પરિવર્તન લઇને આવી છે, રહી વાત શહેનાઝ સાથેના સંબંધની તો બંનેએ જાહેરમાં પોતાના પ્રેમની કબુલાત નથી કરી પણ રાઘવે એટલું જરૂર કહ્યું હતું કે હું તેનું આ જીવન ધ્યાન રાખીશ. ડાન્સરથી લઈને કૉમેડિયન, એક્શન વિલન અને હવે કૉમેડી લીડ હીરો સુધીની રાઘવ જુયાલની આ સફર બતાવે ઇન્સ્પિરેશનલ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો