છેલ્લા કેટલાક સમયથી ડવ-ડામિયાનો એકબીજાને ડેટ તો કરી જ રહ્યાં હતાં, પરંતુ તેઓ ક્યારે લગ્ન કરશે તે વિશે અનેક મતમંતાતરો હતા. આખરે આ બંને જણાએ ઇટલીમાં ધામધૂમથી લગ્ન કરી લીધાં અને પોતાનો સંબંધ જગજાહેર કરી દીધો. આ કપલે ગત 24 સપ્ટેમ્બરના રોજ ઇટલીના ટસ્કનીમાં મોન્ટાલ્સિનોના ઐતિહાસિક ટાઉન હોલમાં લગ્ન કરી લીધાં હતાં. નોંધનીય છે કે, ડવ અને ડેવિડ વચ્ચે ત્રણ વર્ષનું અંતર છે. ડવ પોતાના સાથીથી ત્રણ વર્ષ મોટી છે. 30 વર્ષીય સિંગર પ્લસ એક્ટ્રેસ ડવ અને 27 વર્ષીય ડામિયાનો ડેવિડે તેમનાં લગ્ન પર મેચિંગ આઉટફિટ પહેર્યાં હતાં અને તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ પણ થઇ હતી. વર્ષ 2023થી જ્યારે એક્ટ્રેસે રોકસ્ટાર બેન્ડ `માનેસ્કિન'માં એક કોન્સર્ટમાં ભાગ લીધો હતો, ત્યારથી આ બંને જણા એકબીજાને પસંદ કરવા લાગ્યાં હતાં. ત્યારબાદ બંને જણા લોસ એન્જેલસમાં ડિનર ડેટ પર પણ જોવા મળ્યાં હતાં. અલબત્ત, વર્ષ 2024માં જ તેમણે સોશિયલ મીડિયા મારફતે બંને રિલેશનમાં છે જેમ જણાવ્યું હતું. બસ, તેમના ફેન્સ તેમનાં લગ્નની જ રાહ જોઇ રહ્યા હતા.

રિલીઝ પહેલાં જ ફિલ્મ `એવેન્જર્સ ડૂમ્સ ડે'એ રેકોર્ડ નોંધાવ્યો  

હોલિવૂડ ફિલ્મોના ફેન્સ દુનિયાભરમાં જોવા મળે છે, તેમાં પણ સુપર હીરોઝને લઇને દર્શકોનું આકર્ષણ આવી ફિલ્મો પર વધુ હોય છે. ખાસ કરીને એવેન્જર્સની ફિલ્મો પર ફેન્સ ખૂબ ફિદા હોય છે. મૂળ ફિલ્મ `એવેન્જર્સ : ડૂમ્સ ડે' ડિસેમ્બર 2026માં રિલીઝ થવા જઇ રહી છે. જેમાં અત્યાર સુધી 472 કરોડ રૂપિયાનું પ્રી-બુકિંગ નોંધવામાં આવ્યું છે અને તેમાં પણ હવે ક્રમશઃ વધારો થતો જોવા મળી રહ્યો છે. જોકે, હવે આ ફિલ્મની સાથે શાહરુખ ખાની ફિલ્મ `કિંગ' પણ રિલીઝ થવાની છે, તેથી દર્શકો આ બે ફિલ્મને જોવા આતુર રહેવાના છે. હવે જોવું રહ્યું કે આ બે ફિલ્મમાં કોની ફિલ્મને દર્શકો વધાવશે. વધુમાં આ બે ફિલ્મોની સાથે અન્ય એક ફિલ્મ `ડ્યૂન : પાર્ટ થ્રી' પણ રિલીઝ થવા જઇ રહી છે. અલબત્ત, આ ત્રણેય ફિલ્મો ડિસેમ્બરના વેકેશનમાં રિલીઝ થવાની છે અને આ ફિલ્મો વચ્ચે એકાદ સપ્તાહનો ગેપ રહેવાનો છે.

એક લાખ રૂપિયામાં બનેલી ફિલ્મે 20 કરોડની કમાણી કરી!  

વર્લ્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્યારે કઇ ફિલ્મ કેટલા કરોડની કમાણી કરી લેશે તે કહી શકાતું નથી! જસ્ટ થોડા સમય પહેલાં જ ચીનમાં એક `નિયુ લાઇ' નામની એનિમેશન ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ ફિલ્મ ખૂબ જ સાધારણ હતી પ્લસ તેનું એનિમેશન પણ કોઇને જકડી રાખે એવું ન હતું. તેની સ્ટોરી લાઇન પણ સાવ નબળી હતી. તેમ છતાં તે ફિલ્મે ઘણા દર્શકોને આકર્ષ્યા હતા. નોંધનીય છે કે, આ ફિલ્મ માત્ર એક લાખ રૂપિયામાં બની હતી અને આ જ ફિલ્મે વીસ કરોડ રૂપિયાની કમાણી કરીને પણ રેકોર્ડ નોંધાવ્યો હતો. `નિયુ લાઇ'નો અર્થ `ગાય આવી ગઇ' થાય છે. આ ફિલ્મને શિન યુમેંગે ડાયરેક્ટ કરી હતી અને તેની સ્ટોરી સુન લિફાંગે લખી હતી. 5 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતના 10 દિવસમાં માત્ર એક લાખ ચાર હજાર રૂપિયા જ કમાણી કરી હતી. આ ફિલ્મ સાથે ટોમ હોલેન્ડની `સ્પાઇડર મેન : બ્રાન્ડ ન્યૂ ડે' પણ રિલીઝ થઇ હતી. તેમ છતાં આ ફિલ્મને ધીરે ધીરે દર્શકો વધાવી રહ્યા હતા.

નિકોલ કિડમેનને ટોમ ક્રૂઝની સાથે લગ્ન ન કરવાની સલાહ અપાઇ હતી  

હોલિવૂડ હોટ એક્ટ્રેસ ફરી એકવાર લાઇમલાઇટમાં આવી છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ નિકોલ કિડમેને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મને પહેલાંથી જ ટોમ ક્રૂઝની સાથે લગ્ન ન કરવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ મારે ટોમ સાથે લગ્ન કરવા જ હતાં, મને તેમાં અપાર ખુશી મળી રહી હતી. હું કોઇપણ ભોગે તેની સાથે લગ્ન કરવાની જ હતી. નોંધનીય છે કે, આખરે વર્ષ 1990માં ટોમ અને નિકોલનાં લગ્ન થયાં હતાં અને 11 વર્ષ બાદ વર્ષ 2001માં તેમના ડિવોર્સ પણ થઇ ગયા હતા. તેમણે બે બાળકો દત્તક પણ લીધાં હતાં. જોકે, આ બધા વચ્ચે વધુ આશ્ચર્યની વાત એ છે કે, નિકોલના બીજા હસબન્ડ કીથ અરબન (Keith Urban) સાથે પણ વર્ષ 2026 જાન્યુઆરીમાં છૂટાછેડા થઇ ગયા હતા, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ચોંકાવનારી ઘટના હતી. અલબત્ત, નિકોલે લગ્ન અને ડિવોર્સ આપણાં હાથમાં નથી તેમ પણ જણાવ્યું હતું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો