ટીવીજગતની સુપરસ્ટાર અને ગ્લેમરસ અભિનેત્રી હીના ખાન પોતાના શાનદાર અભિનય અને ફેશન સેન્સને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી હોવાની સાથે સાથે હીના ખાન રિઅલ લાઈફમાં એક સફળ બિઝનેસમેનની પત્ની પણ છે અને મુંબઈ જેવા સપનાના શહેરમાં કરોડો રૂપિયાના એક અત્યંત આલિશાન ઘરની માલકિન છે. હીના ખાનના આ વૈભવી ઘરની કેટલીક અંદરની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે, જે જોઈને ફેન્સની આંખો અંજાઈ ગઈ છે. મુંબઈના પોશ વિસ્તારમાં આવેલું આ ઘર અંદરથી કોઈ ફાઈવ-સ્ટાર હોટલ કે મહેલથી કમ નથી. ઘરના લિવિંગ રૂમને ખૂબ જ મોડર્ન અને રોયલ લુક આપવામાં આવ્યો છે, જેમાં કીમતી ઝુમ્મર, પેઇન્ટિંગ્સ અને આકર્ષક ફર્નિચર રાખવામાં આવ્યું છે. હીનાના આ આશિયાનામાં એક મોટો બાલ્કની એરિયા પણ છે, જ્યાંથી મુંબઈની સ્કાયલાઈનનો અદ્ભુત નજારો જોવા મળે છે. મહેનત અને સફળતાના દમ પર બનાવેલું આ ઘર હીનાના રોયલ ટેસ્ટ અને લક્ઝરી લાઈફસ્ટાઈલની સાક્ષી પૂરે છે.
`બાલિકા વધૂ' ફેમ એક્ટ્રેસ શિવ શક્તિએ છૂપી રીતે સગાઈ કરી
લોકપ્રિય ટીવી સીરિયલ `બાલિકા વધૂ'થી ઘરે-ઘરે જાણીતી બનેલી શિવ શક્તિએ પોતાના અંગત જીવનને લઈને ચાહકોને એક મોટી સરપ્રાઈઝ આપી છે. એક્ટ્રેસ શિવ શક્તિએ કોઈ પણ જાતની જાહેરાત કર્યા વગર, અત્યંત ખાનગી રીતે સગાઈ કરી લીધી છે. આ ખુશખબરની જાણ થતાં જ સોશિયલ મીડિયા પર લાઈક્સ અને અભિનંદનની સુનામી આવી ગઈ છે. અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સગાઈની સુંદર તસવીરો શેર કરીને આ જાહેરાત કરી છે. તસવીરોમાં તે પોતાના મંગેતરના ગળામાં હાથ નાખીને અત્યંત રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. કપલના ચહેરા પરની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે. સગાઈની આ ઈન્ટિમેટ સેરેમનીમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્ન પહેલાંનો આ કપલનો રોમેન્ટિક અંદાજ અને ડાન્સ વીડિયો પણ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે. જોકે, અભિનેત્રીએ હજુ સુધી પોતાના લગ્નની સત્તાવાર તારીખ જાહેર કરી નથી.
મુનમુન દત્તા આજીવન લગ્ન નહીં કરવાના મૂડમાં જણાય છે
લોકપ્રિય કોમેડી શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાજીનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતી બનેલી અભિનેત્રી મુનમુન દત્તા પોતાના અંગત જીવનને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ મુનમુને તેનાં લગ્નને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં એક મોટો ખુલાસો કર્યો છે. મુનમુન દત્તાએ સ્પષ્ટ કર્યું છે કે તે ક્યારેય લગ્ન કરવા માંગતી નથી અને તે પોતાની આ સિંગલ લાઈફથી અત્યંત ખુશ છે. એક ઈન્ટરવ્યૂમાં પોતાના દિલની વાત શેર કરતાં મુનમુને જણાવ્યું કે, લોકો અવારનવાર મને લગ્ન ન કરવા બદલ ટોણાં મારે છે અને લગ્ન કરી લેવાનું દબાણ પણ કરે છે. લોકો કહે છે કે, `જો તું લગ્ન નહીં કરે તો પાછલી ઉંમરે એકલી રહી જઈશ, પણ મને લોકોની આ વાતોથી કોઈ ફરક પડતો નથી. મને મારું એકલતાપણું અને આઝાદી ખૂબ જ પસંદ છે. મુનમુને વધુમાં ઉમેર્યું કે, સમાજના દબાણમાં આવીને લગ્ન કરવા કરતાં પોતાના દિલનું સાંભળવું વધુ સારું છે. તે પોતાની શરતો પર જીવવામાં માને છે.
ચોધાર આંસુએ પાર્થને રડતો જોઈને ચાહકો થયા ચિંતિત
ટીવીજગતના લોકપ્રિય અભિનેતા પાર્થ સમથાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ તેના ચાહકો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. આ વાઇરલ વીડિયોમાં પાર્થ બેડ પર સૂઈને, તકિયામાં પોતાનું મોં છુપાવીને ખૂબ જ ખરાબ રીતે રડતો જોવા મળી રહ્યો છે. પાર્થને ચોધાર આંસુએ રડતો જોઈને સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સતત સવાલો પૂછી રહ્યા હતા કે, તેને શું થયું છે? તું માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો છે? ચાહકોની વધતી ચિંતા અને અટકળો વચ્ચે પાર્થ સમથાને ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા કરતાં કહ્યું કે, હું વાસ્તવિક જીવનમાં નથી રડી રહ્યો, પરંતુ મારા આગામી મ્યુઝિક વીડિયો `રૂબરૂ'ના શૂટિંગ દરમિયાનનો વીડિયો છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, `તમારા બધાના પ્રેમ અને ચિંતા માટે આભાર. એક કલાકાર તરીકે કેમેરા સામે સાચા ઈમોશન્સ લાવવા ક્યારેક ખૂબ જ પીડાદાયક હોય છે. આ પાત્રમાં ડૂબી જવા માટે મારે મારા જૂનાં દર્દ અને યાદોને ફરી જીવવી પડી હતી, જેના કારણે હું સેટ પર પોતાનાં આંસુ રોકી શક્યો નહીં.'
‘ખતરોં કે ખિલાડી 15'ની રિલીઝ ડેટ જાહેર, 25 જુલાઈથી થશે ધમાકેદાર શરૂઆત
ટીવીના સૌથી લોકપ્રિય અને રોમાંચક સ્ટંટ આધારિત રિયાલિટી શો `ખતરોં કે ખિલાડી 15'ની તેના ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ચાહકો માટે મોટા સમાચાર જાણવા મળ્યા છે, ફિલ્મમેકર રોહિત શેટ્ટીના આ ધમાકેદાર શોની ઓફિશિયલ રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. મેકર્સે શોનો એક શાનદાર પ્રોમો શેર કરીને જાહેરાત કરી છે કે, આ શો આગામી 25 જુલાઈથી દર શનિવાર અને રવિવારે રાત્રે 9 : 00 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ વખતે શોનું શૂટિંગ સાઉથ આફ્રિકાના સુંદર શહેર કેપટાઉનમાં થયું છે, જ્યાં સ્પર્ધકોએ પૂરા 40 દિવસ સુધી રોહિત શેટ્ટીની દેખરેખ હેઠળ ભયાનક અને હૃદયના ધબકારા વધારી દે તેવા સ્ટંટ્સ કર્યા છે. આ સીઝનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં જૂના અને નવા કલાકારોનું અદ્ભુત કોમ્બિનેશન જોવા મળશે. શોમાં આ વખતે લોકપ્રિય અભિનેતા ગૌરવ ખન્ના અને ઈન્ટરનેટ સેન્સેશન `ઓરી' (ઓરહાન અવત્રામણી) જેવા નવા ચહેરાઓ પોતાના ડરનો સામનો કરતા જોવા મળશે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ખરીદ્યું આલિશાન ઘર અને લક્ઝરી કાર
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએશન એક એવો પાવરફુલ બિઝનેસ બની ગયો છે કે નાની ઉંમરના યુવાનો પણ પોતાની મહેનતના દમ પર સફળતાનાં શિખરો સર કરી રહ્યા છે. તાજેતરમાં જ એક પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે માત્ર 27 વર્ષની નાની ઉંમરે મુંબઈ જેવા મોંઘા શહેરમાં પોતાનું આલિશાન સપનાનું ઘર અને એક મોંઘી લક્ઝરી કાર ખરીદીને લાખો યુવાનોને પ્રેરણા આપી છે. આરુષ ભોલાએ પરિવાર સાથે મળીને નવા ઘરમાં પરંપરાગત વિધિવિધાનથી ગૃહપ્રવેશની પૂજા રાખી હતી. ગૃહપ્રવેશની પૂજા પૂર્ણ થયા બાદ એક શાનદાર સેલિબ્રેશન અને ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેના નજીકના મિત્રો અને સોશિયલ મીડિયાના અન્ય લોકપ્રિય કલાકારોએ હાજરી આપી હતી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો