વર્ષ 2025માં જ હોલિવૂડનું હોટ કપલ જેનિફર લોપેઝ અને બેન એફ્લેકના ડિવોર્સ થયા હતા. આ બંનેના ડિવોર્સ જ્યારે થયા ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માનવા તૈયાર ન હતી પરંતુ આખરે તેઓ છુટા થયા. જેનિફર લોપેઝ અને બેન એફ્લેકના ડિવોર્સ ટોક ઓફ ધ ઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હતા આ દરમિયાન તેમના ડિવોર્સના ન્યુઝ પણ જબરદસ્ત વાઇરલ થયા હતા. હવે ફરી એકવાર જેનિફર બેન એફ્લેકને લઇને જ ચર્ચામાં આવી છે અને ફરીથી વાઇરલ થઇ છે. નોંધનીય છે કે, જેનિફર બેન એફ્લેકને લઇને એ હદે પ્રેમમાંથી હતી કે જેનિફરે બેન એફ્લેકનું ટેટૂ પણ તેના શરીરે ત્રોફાવ્યું હતું. પંરતુ હવે તેણે તેના નામનું ટેટૂ કવર કરી લીધુ છે અને તે હવે સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થઇ રહ્યું છે. પોતાના ડિવોર્સને લઇને જેનિફરે એક ઈન્ટરવ્યૂમાં પણ જણાવ્યુ હતું કે `મને આ વાતનો જરાય પછતાવો નથી, હા મારા માટે તે સમય ઘણો કપરો હતો, પરંતુ મારા માટે તે ખરેખર જરૂરી હતું.'
ફિલ્મ `રેમ્બો'ની પ્રિક્વલમાં `જોન રેમ્બો' તરીકે નોઆ સેન્ટિનિયો છે!
હોલિવૂડની બોક્સ ઓફિસ બ્રેક કરનારી ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં `રેમ્બો'નો પહેલી હરોળમાં સમાવેશ થાય છે. વર્ષ 1982માં આવેલી આ ફ્રેન્ચાઇઝીની ફર્સ્ટ ફિલ્મ `ફર્સ્ટ બ્લડ' પર આધારીત `જોન રેમ્બો' 4 જૂન 2027ના રોજ રિલીઝ થવાની છે. નોંધનીય છે કે, આ ફિલ્મમાં સિલ્વેલ્ટર સ્ટેલોન નહીં પરંતુ નોઆ સેન્ટિનિયો મુખ્ય ભૂમિકામાં છે. વધુમાં `સ્ટ્રેન્જર થિંગ્સ' ફેમ ડેવિડ હાર્બર `મેજર ટ્રોટમેન'ની ભૂમિકામાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટમાં જેમ્સ ફ્રેન્કો, જેસન ટોબિન અને ક્વિંસી યશાયાહનો સમાવેશ થાય છે. આ એક્શન ફિલ્મનું નિર્દેશન જલમારી હેલેન્ડરે કર્યુ છે, જે પોતાની ફિલ્મમાં `સીસુ (Sisu)' તરીકે વિશેષ ઓળખાય છે. આશ્ચર્યની વાત એ છે કે, સિલ્વેસ્ટર સ્ટેલોન અને માર્વેલ ફિલ્મોના ફએમસ નિર્દેશક `રુસો બ્રધર્સ' (એન્થની અને જો રુસો) આ ફિલ્મના એગ્ઝીક્યૂટિવ પ્રોડ્યૂસર છે. `જોન રેમ્બો' જૂન 2027માં રિલીઝ થવાની છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ બ્રેક કરે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
આખરે નિકોલસ કેજે કાનૂની રીતે પોતાનું નામ બદલી જ નાખ્યું
ઓસ્કાર વિનર નિકોલસ કેજના દૂનિયાભરમાં ફેન્સ છે. તમને જાણીને નવાઇ લાગશે કે તેણે ગત વર્ષે જ પોતાનું નામ બદલી કાઢ્યું છે અને તે માટે તેણે કાયદા-કાનૂનનો પણ સહારો લીધો હતો. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યુ હતું કે, હું અસલ જિંદગીમાં પણ નિક કેજ છું અને કેમેરાની સામે પણ નિક કેજ જ છું. નોંધનીય છે કે, હોલિવૂડ સ્ટાર નિકોલસ કેજનું સાચું નામ નિકોલસ કિમ કોપાલા છે અને હવે તે કાયદાકીય રીતે ફિલ્મી નામ તરીકે જ એટલે કે નિકોલસ કેજ તરીકે જ ઓળખાશે! નિકોલસે પોતાના નામ વિશે વધુમાં જણાવ્યું હતું કે, મેં મારી સરનેમ માર્વેલ કોમિક્સના કિરદાર લ્યૂક કેજથી લીધી છે અને મારો પરિવાર પણ આ કિરદારની ખૂબ જ પ્રસંશા પણ કરતા હતા. વાતની અંતે નિકોલસે સ્મિતપૂર્વક જણાવ્યું હતું કે, મારું નામ ભલે નિકોલસ છે પણ મને કોઇ હુલામણા નામે નિક કહીને બોલાવે તો પણ મને વાંધો નથી મારા માટે આ બંને નામ સરખા છે અને રહેશે.
જેમ્સ બોન્ડની ભૂમિકા માટે ઇદરીસ એલ્બાએ મૌન તોડ્યું
વિશ્વભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં જેમ્સ બોન્ડ સિરીઝનું નામ સૌથી પહેલી હરોળમાં આવે છે. જેમ્સ બોન્ડની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ બ્રેક કરે છે અને આ ફિલ્મો જોવા માટે દુનિયાભરના દર્શકો આકર્ષાય છે પ્લસ જેમ્સ બોન્ડના ફિલ્મોની કાગડોળે રાહ પણ જોતા હોય છે. હવે ટૂંક સમયમાં જ આ જેમ્સ બોન્ડની આગામી ફિલ્મ આવી રહી છે, પરંતુ આ ફિલ્મમાં જેમ્સ બોન્ડ કોણ છે તેના વિશે જાણી શકાયું નથી! જોકે, આ દરમિયાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી પણ અફવા ચાલી હતી કે, હવે પછી જેમ્સ બોન્ડની ભૂમિકા `લુથર', `હેડ ઓફ સ્ટેટ' અને `થોર' જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા ઇદરીસ એલ્બા ભજવવાના છે. પરંતુ એક ઈન્ટરવ્યુમાં ઇદરીસ એલ્બાએ સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે `હું આ રેસમાં હતો જ નહીં! અમે બધા એક્ટર છીએ અને અમે સમજીએ છીએ કે આ ભૂમિકા તે પ્રતિષ્ઠિત ભૂમિકાઓમાંથી એક છે જેને કોઇપણ નિભાવવા માંગે છે, આ દૂનિયાના સૌથી પરફેક્ટ પુરુષના એવોર્ડ મેળવવા જેવું છે.' અલબત્ત જો ઇદરીસ એલ્બા જેમ્સ બોન્ડ બને છે તો બેશક તેને દર્શકો વધાવી જ શકે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો