56 વર્ષીય હોટ સિંગર પ્લસ હોટ એક્ટ્રેસ જેનિફરે હોલિવૂડ ગજવ્યું છે. થોડા દિવસ પહેલાં જ તેની એક તસવીર જબરદસ્ત વાઇરલ થઇ હતી. જેમાં તેણે પોતાની સ્લીમ વેસ્ટ વિથ લાઇટ સિક્સ પેક દર્શાવ્યા હતા. થોડા દિવસ પહેલાં જ એક પોડકાસ્ટમાં તેણે પોતાના પાછળનાં કેટલાંક વર્ષોની વાત કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે સતત 98 દિવસ બેક ટુ બેક વર્ક કરી રહી હતી. પોતાની ક્ષમતાથી પણ વધુ કામ કરવાથી તેણે અંતે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. જેનિફર તે સમયે `ઇનફ' નામની ફિલ્મ પણ કરી રહી હતી અને અન્ય ત્રણેક ફિલ્મો પણ કરી રહી હતી. પ્લસ વધુમાં તે એક આલ્બમ રેકોર્ડ કરી રહી હતી. જેનિફર દિવસે ફિલ્મ શૂટિંગ અને રાત્રે મ્યુઝિક સ્ટુડિયો વિથ વીકેન્ડ પ્રમોનલ ઈવેન્ટ પણ કરતી હતી. એક દિવસ તે અચાનક બેભાન થઇ ગઇ હતી. જોકે, ડોક્ટરે તેણે આરામ કરવાનું જણાવ્યું હતું. આ દરમિયાન જેનિફર હવે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઇ અને હવે તે પોતાના માટે પણ સમય ફાળવી રહી છે. 


સોશિયલ મીડિયામાં `શ્રેક 5'નું ટ્રેલર જબરદસ્ત વાઇરલ થઈ રહ્યું છે  

એનિમેટેડ વર્લ્ડમાં શ્રેક ફ્રેન્ચાઈઝીનો ભારે દબદબો છે. શ્રેક એનિમેટેડ ફિલ્મના માત્ર નાનાં ભૂલકાંઓ જ નહીં, પરંતુ મોટા લોકો પણ દીવાના છે. થોડા દિવસ પહેલાં જ `શ્રેક 5'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ ટ્રેલર લોન્ચ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઇ રહ્યું છે. મૂળ આ ટ્રેલર વર્ષ 2001માં આવેલી ફર્સ્ટ ફિલ્મ `શ્રેક'ને રીપિટ કરે છે, પરંતુ ત્યારે જ ડોન્કી વચ્ચે આવીને મજાકિયા મૂડમાં કહે છે કે, હવે સમય છે નવું કંઇક કરવાનો! તેનાથી જાહેર થાય છે કે, આ વખતે ફિલ્મી સ્ટોરી કંઇક અલગ મોડ પર જવાની છે. શ્રેક, ફિયોના અને ડોન્કી એક વાર ફરીથી જાદુઇ દુનિયા `ફાર, ફાર અવે'માં નીકળી જાય છે. આ સફરમાં તેમને એક મોટો દાનવ, પોલીસ તેમજ એક ડરામણો સ્નોમેન મળે છે, જે `ફ્રોજન'ના ઓલાફનું રસપ્રદ પેરોડી વર્ઝન લાગે છે. વધુમાં સૌ કોઇનું લોકપ્રિય કેરેક્ટર ગિંગી આ ફિલ્મમાં પરત ફર્યો છે, જે ફિલ્મને વધુ જકડી રાખશે. જોકે, દર્શકોએ હજુ આ ફિલ્મ માટે થોડીક રાહ જોવી પડશે. કારણ કે, આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 30 જૂન, 2027માં રિલીઝ થવાની છે.

હોલિવૂડ હોટ એક્ટ્રેસ એની હેથવે ત્રીજીવાર માતા બની   

ઓસ્કાર વિનર્સ એક્ટ્રેસીસમાં એની હેથવેનો સમાવેશ થાય છે. એનીની ફિલ્મો બોક્સઓફિસ બ્રેક કરનારી હોય છે. એની હેથવેનો વિશાળ ચાહકવર્ગ છે. તે છાસવારે સોશિયલ મીડિયા પર અને રેડિયો પર છવાયેલી જોવા મળે છે. એની હેથવે તેના ફેન્સને અવારનવાર સોશિયલ મીડિયા મારફતે પોતાનાં કાર્યો, ટ્રાવેલિંગ કે ફિલ્મી ઝલક પ્રસ્તુત કરતી હોય છે. થોડા દિવસ પહેલાં જ તેણે તેના ફેન્સને પોતે ત્રીજીવાર માતા બનવાની છે તેની ખુશી શેર કરી હતી. નોંધનીય છે કે એની હેથવેની ઉંમર 43 વર્ષની છે અને તે ત્રીજીવાર માતા બનશે તેની ખુશીમાં એનીના સાથી કલાકારોએ સોશિયલ મીડિયામાં તેની પોસ્ટ પર બેબી ઇમોજી અને હાર્ટ ઈમોજી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. 

     એની હેથવેએ સોશિયલ મીડિયા પર જે વીડિયો શેર કર્યો હતો તેમાં તે પોતે સફેદ ડ્રેસમાં ચાલે છે અને ગોળ ગોળ ફરીને પોતાનો બેબી બમ્પ દેખાડી રહી છે. આ દરમિયાન તેણે વીડિયો કેપ્શનમાં લખ્યું હતું કે, `બેબી, હું તારી છું.' આ વીડિયોમાં એનીના ચાહકવર્ગે પણ કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ પ્લસ બેબી ઈમોજી વિથ હેપી ઈમોજી પોસ્ટ કરીને અનોખી શુભેચ્છાઓ પાઠવી હતી.

ક્રિસ્ટોફર નોલન, ટોમ હોલેન્ડ અને મેટ ડેમન ઈન્ડિયા આવવાની તૈયારીમાં છે

દુનિયાભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ક્રિસ્ટોફર નોલનની આવનારી ફિલ્મ `ધ ઓડિસી'ની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ દુનિયાભરની બોક્સઓફિસ બ્રેક કરી શકશે એવી સંભાવનાઓ જણાઇ રહી છે. આ બધા વચ્ચે આશ્ચર્ય અને ખુશીની વાત એ છે કે, આ ફિલ્મનું ફર્સ્ટ પ્રીમિયર મુંબઇ ખાતે યોજાવા જઇ રહ્યું છે, જેમાં નોલનની સાથે મેટ ડેમન અન ટોમ હોલેન્ડ પણ સામેલ થવાના છે. આ આખી ઇવેન્ટ મુંબઇના લોઅર પરેલાસ્થિત એક થિયેટરમાં યોજાવા જઇ રહ્યું છે. જોકે, હજી સુધી પ્રીમિયરની કોઇ તારીખ નક્કી નથી કરવામાં આવી, પરંતુ આ ફિલ્મ 17 જુલાઇ, 2026ના રોજ દુનિયાભરનાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મના સ્ટાર મેટ ડેમને જણાવ્યું હતું કે, `ધ ઓડિસી' તેમની કરિયરની સૌથી કપરી ફિલ્મ સાબિત થઇ હતી. તેમણે ઉમેર્યું હતું કે, ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલનને તમામ વસ્તુઓ અસલી જ દેખાડવાની પસંદ છે, જે માટે તેમણે ફિલ્મના શૂટિંગમાં ક્યારેય કોઇ જ પ્રકારના ગ્રીન સ્ક્રીન કે નકલી સ્ટુડિયોનો ઉપયોગ કર્યો નથી. નોંધનીય છે કે, ફિલ્મ `ધ ઓડિસી' એક એક્શન પ્લસ મોઇથોલોજિકલ ફિલ્મ છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: