કેટી પેરી 


કેટી પેરી અને જસ્ટીન ટ્રુડો 

    હોલિવૂડ હોટ કપલ તરીકે હવે કેટી પેરી અને જસ્ટીન ટ્રુડોનો પણ સમાવેશ થાય તેવાં એંધાણ છે, કારણ કે થોડા દિવસ પહેલાં જ કેટી પેરી અને જસ્ટિન ટ્રુડો ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં સજોડે જોવા મળ્યાં હતાં. અલબત્ત, તેઓ હવે અવારનવાર સાથે જ જોવા મળી રહ્યાં છે. વધુમાં તેઓએ કબૂલ્યું છે કે તેઓ રિલેશનશિપમાં છે! મૂળ તેઓ ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર સાથે સૌને સ્મિત આપતાં જોવા મળ્યાં હતાં. નોંધનીય છે કે, આ ફિલ્મ ફેસ્ટિવલ ન્યૂયોર્કમાં યોજાય છે. ઉલ્લેખનીય છે કે, ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં કેટી પેરીની નવી ડોક્યુમેન્ટરી `કેટી પેરી : ધ લાઇફ ટાઇમ્સ ટૂર લાઇવ ફ્રોમ પેરિસ'નું પ્રીમિયર હતું. આ દરમિયાન કેટી પેરીનો બોયફ્રેન્ડ જસ્ટીન ટ્રુડો કેટી પેરીને સપોટ કરવા માટે ઇવેન્ટમાં પહોંચ્યો હતો. આ ઇવેન્ટમાં બંને જણા હળવો રોમાન્સ કરતાં પણ પેપ્સના કેમેરામાં આવી ગયાં હતાં. વર્ષ 2025થી જ આ બંને જણા રિલેશનશીપમાં આવશે એવી અફવા ચાલી હતી, જે આગળ જતા સાચી ઠરી. 

સ્પાઇડર મેન બ્રાન્ડ ન્યૂ ડે

સૌથી પહેલાં `સ્પાઇડર મેન બ્રાન્ડ ન્યૂ ડે' ભારતમાં રિલીઝ થશે   

      દુનિયાભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્પાઈડર મેન ફ્રેન્ચાઈઝી ટોપ ફ્રેન્ચાઇઝીમાંથી એક છે. અલબત્ત, સ્પાઇડરમેનની અત્યાર સુધીની જેટલી પણ ફિલ્મો આવી છે, તે બધી ફિલ્મોએ બોક્સઓફિસ બ્રેક કરી છે. હવે જ્યારે સ્પાઇડર મેન ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ `સ્પાઇડર મેન બ્રાન્ડ ન્યૂ ડે' આવી રહી છે ત્યારે દુનિયાભરના દર્શકો તેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. આ બધા વચ્ચે ખુશીની વાત એ છે કે, આ ફિલ્મ ભારતમાં સૌથી પહેલાં રિલીઝ થવાની છે. ભારતમાં આ ફિલ્મ 30 જુલાઇ, 2026માં રિલીઝ થશે જ્યારે અન્ય દેશોમાં આ જ ફિલ્મ 31 જુલાઇ, 2026ના રોજ રિલીઝ થવાની છે. નોંધનીય છે કે સ્પાઇડર મેનની આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ એમ કુલ છ ભાષામાં રિલીઝ થવાની છે. મૂળ આ ફિલ્મ તેની પાછલી ફિલ્મ `સ્પાઇડર મેન : નો વે હોમ'ની સ્ટોરીની આગળથી ચાલુ થશે. પાછલી ફિલ્મમાં સમગ્ર દુનિયા પીટર પાર્કરને સાવ ભૂલી જાય છે. આ વખતે પીટર ખૂબ એકલો જણાઇ રહ્યો છે, તેમ છતાં તે ન્યૂયોર્ક સિટીની રક્ષા કરવા સક્ષમ છે. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: