ટેલિવિઝન જગતના લોકપ્રિય કપલ ગણાતા નિકી તંબોલી અને અરબાઝ પટેલ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. અહેવાલો મુજબ, બંનેનું કથિત રીતે બ્રેકઅપ થઈ ગયું છે. આ સમાચાર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર તેમના ચાહકોમાં ભારે આશ્ચર્ય અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. બંનેએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે, જે તેમના અલગ થવાનો સ્પષ્ટ સંકેત આપે છે. વાત માત્ર અનફોલો કરવા સુધી સીમિત ન રહી, પરંતુ બંને વચ્ચે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ વાગ્પ્રહારો શરૂ થઈ ગયા છે. અરબાઝ પટેલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરીને નિકી તંબોલી પર તેને પ્રેમમાં ધોખો આપવાનો પરોક્ષ રીતે આરોપ લગાવ્યો છે. અરબાઝના આ ઈશારા બાદ નેટીઝન્સમાં પણ તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. બીજી તરફ, નિકી તંબોલીએ પણ આ આરોપો સામે મૌન ધારણ કરવાને બદલે વળતો પ્રહાર કર્યો છે. તેણે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અરબાઝને જવાબ આપ્યો છે અને પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

`બિગ બોસ 20'માં રીતિ તિવારીની થઇ શકે છે એન્ટ્રી

ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીની પુત્રી રીતિ તિવારી સલમાન ખાનના બહુચર્ચિત શો `બિગ બોસ 20'માં સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શો માટે રીતિનું નામ કન્ફર્મ થઈ ચૂક્યું છે. રીતિ તિવારી, મનોજ તિવારી અને તેમની પહેલી પત્ની રાની તિવારી (પ્રતીમા પાંડે)ની પુત્રી છે. લગ્નના 11 વર્ષ બાદ મનોજ અને રાનીના છૂટાછેડા થયા હતા, પરંતુ મનોજ તિવારી તેમની પુત્રીના સપોર્ટમાં હંમેશા સાથે ઊભા રહ્યા છે. રીતિ વ્યવસાયે સિંગર, સોંગરાઈટર, કંપોઝર અને પ્રોડ્યુસર છે. આ ઉપરાંત, તે `રીતિ સ્પોર્ટ્સ'ની ડાયરેક્ટર અને જ્વેલરી બ્રાન્ડ 'જૂની કંપની'ની કો-ફાઉન્ડર પણ છે. બિગ બોસના મેકર્સ સાથે ચર્ચાના કેટલાક રાઉન્ડ બાદ રીતિએ શો માટે હા પાડી દીધી છે. રીતિ તેની બોલ્ડનેસ અને કન્ફિડન્સ સાથે 'બિગ બોસ 20' ના ઘરમાં રહેવા માટે તૈયાર છે.

ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2'માં જૂના પાત્રનું થશે કમબેક?

એકતા કપૂરનો લોકપ્રિય ટીવી શો `ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2' દર્શકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. જુના દર્શકોને જ્યાં આ શોથી જૂની યાદો તાજી થઈ રહી છે, તો બીજી તરફ નવી પેઢી પણ આ વાર્તા સાથે જોડાઈ ગઈ છે. શોમાં વચ્ચે-વચ્ચે જૂના પાત્રો લાવીને દર્શકોને સરપ્રાઈઝ આપવામાં આવી રહ્યા છે અને હવે વધુ એક લોકપ્રિય પાત્રની વાપસી થવા જઈ રહી છે.  

રિપોર્ટ્સ અનુસાર, આ શોમાં અભિનેતા અમન વર્મા વાપસી કરવા જઈ રહ્યા છે. તેઓ ફરી એકવાર તેમના જાણીતા પાત્ર `અનુપમ કપાડિયા'ના રોલમાં જોવા મળશે. પહેલી સીઝનમાં અનુપમ કપાડિયાનો તુલસી સાથે ઘણો સારો સંબંધ હતો, તેથી તેમની વાપસીથી સીરિયલની વાર્તામાં એક નવો વળાંક આવશે. હાલમાં 'યે ફિતૂર મેરા' શોમાં જોવા મળી રહેલા અમન વર્માને ફરી આ પ્રખ્યાત રોલમાં જોવા માટે ચાહકો ખૂબ ઉત્સાહિત છે.  

40 વર્ષની વયે પ્રથમ બાળકની માતા બનશે કાશ્મીરા ઈરાની 

`અંબર ધારા' અને `બડે અચ્છે લગતે હૈ' જેવા પોપ્યુલર ટીવી શૉઝ ફેમ એક્ટ્રેસ કાશ્મીરા ઈરાનીના ઘરે ટૂંક સમયમાં જ કિલકારી ગૂંજવાની છે. 40 વર્ષની વયે કાશ્મીરા પોતાના પ્રથમ બાળકની માતા બનવા જઈ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ ખુશખબરી શેર કરી છે. કાશ્મીરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ અક્ષત સાથેની સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેણે કેપ્શનમાં લખ્યું કે તેઓ પોતાના પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સમાચાર સામે આવતા જ ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકારો, મિત્રો અને ચાહકોએ સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું છે. કાશ્મીરાના પતિ અક્ષત બિઝનેસમેન છે. વર્ષ 2020માં બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. 

આસિમ સાથેના વિવાદ વચ્ચે હિમાંશીની રહસ્યમય પોસ્ટ

એક્સ-બોયફ્રેન્ડ આસિમ રિયાઝવચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા જાહેર વિવાદ અને આક્ષેપબાજી વચ્ચે હિમાંશીએ એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે. હિમાંશીએ સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. તસવીરોના અંતમાં તેણે એક ગંદી દિવાલ પર લખેલો મેસેજ શેર કર્યો છે, જેમાં લખ્યું છે: માફ કરજો, હું લો મેઇન્ટેનન્સ વાળી નથી.હિમાંશીની આ પોસ્ટને ફેન્સ આસિમ રિયાઝ સાથે ચાલી રહેલા તેના પબ્લિક વોર સાથે જોડી રહ્યા છે. `બિગ બોસ 13' દરમિયાન પ્રેમમાં પડેલા આ કપલનું બ્રેકઅપ થયા પછી પણ બંને વચ્ચે અવારનવાર સોશિયલ મીડિયા પર શબ્દોની લડાઈ જોવા મળે છે. હિમાંશીના આ બોલ્ડ મેસેજ પરથી સ્પષ્ટ થાય છે કે તે પોતાની લાઈફસ્ટાઈલ અને આત્મસન્માન સાથે કોઈ સમજૂતી કરવા માંગતી નથી. ચાહકો આ પોસ્ટ પર સતત કોમેન્ટ કરીને હિમાંશીના આત્મવિશ્વાસની પ્રશંસા કરી રહ્યા છે.

સ્ટંટ દરમિયાન ગંભીર ઇજાને કારણે ઓરી શોમાંથી બહાર થશે?

રોહિત શેટ્ટી હોસ્ટ કરી રહ્યા હોય તેવા રિયાલિટી શો `ખતરો કે ખિલાડી 15' ની નવી સીઝન એક્શનથી ભરપૂર રહી છે. જાકે, એક સ્ટન્ટ દરમિયાન ગંભીર ઇજા થવાને કારણે ચર્ચિત સેલિબ્રિટી ઓરીના શોમાંથી બહાર થવાના અહેવાલો સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઓરીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડીયો અને ઇમોશનલ નોટ શેર કરીને શોમાંથી બહાર થવાના સંકેત આપ્યા છે. તેણે લખ્યું કે તેણે પોતાનો પૂરો પ્રયાસ કર્યો હતો અને ઇજાને કારણે તે વધુ કોશિશ કરી શક્યો નહીં તે માટે ક્ષમાપ્રાર્થી છે. ઓરીએ સ્પષ્ટ કર્યું કે તે આગળ પણ રમવા માંગતો હતો અને ક્યારેય હાર માનવા કે ટાસ્ક અધવચ્ચે છોડવા નહોતો ઇચ્છતો, પણ હેલ્થ પાસે કોઇનું નથી ચાલતું. આ સોશિયલ મીડિયા પોસ્ટ પરથી ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે ઇજાની ગંભીરતાને કારણે તેને શો છોડવો પડ્યો છે. જોકે, હજી સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો