છેલ્લા કેટલાક સમયથી અનન્યા પાંડે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ ન હતી. પરંતુ ફરી એકવાર અનન્યા પાંડેની ટ્રોલિંગનો સીલસીલો યથાવત રહ્યો! થોડા દિવસ પહેલાંજ તેની ફિલ્મ `ચાંદ મેરા દિલ' રિલીઝ થઇ હતી. આ ફિલ્મ એવરેજ હિટ સાબિત થઇ રહી છે પરંતુ આ ફિલ્મમાં અનન્યાએ જે ભરત નાટ્યમ કર્યું છે તેને લઇને સોશિયલ મીડિયા તેને જબરદસ્ત ટ્રોલ કરી રહ્યું છે. કારણ કે, અનન્યાએ તેમાં ફ્યૂજન પરર્ફોમન્સ કર્યું છે અને તેને નેટિજન્સે ભરતનાટ્યમનું અપમાન ગણ્યું છે. તેના બચાવમાં તેના પિતા ચંકી પાંડેએ જણાવ્યું હતું કે, જે લોકો અનન્યાને ટ્રોલ કરી રહ્યા છે કે તેની મજાક કરી રહ્યા છે, તેણે આ ફિલ્મ જોવી જોઇએ અને પછી બોલવું જોઇએ કે ફિલ્મમાં તેણે કેમ આ રીતે ભરત નાટ્યમ કર્યું છે. મૂળ અનન્યા આ ફિલ્મમાં એક અલદ પ્રકારનું ફ્યૂઝન ડાન્સ કરી રહે છે જેમાં થોડુંઘણું ભરતનાટ્યમ સમાયેલું છે, આ બસ જેમ હકિકતમાં સ્કૂલ કોલેજમાં ડાન્સ કોમ્પિટિશન હોય છે તે પ્રકારનું જ છે!


કરણ જોહરે સોશિયલ મીડિયામાં અંગત મિત્રોને અનફોલો કર્યા

હાલમાં ઈન્ડસ્ટ્રીમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ખાસ મિત્રો હોય કે પરિવારજન હોય તે બધાને વન બાય વન કરીને અનફોલો કરવાની જાણે ફેશન ચાલી રહી છે. જેમાં હવે કરણ જોહરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી શાહરુખ ખાનની સાથે સાથે વરુણ ધવન, આલિયા ભટ્ટ, અનન્યા પાંડે, ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને પણ અનફોલો કર્યો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર તેમના દોસ્તોને અનફોલો કરવાના કારણમાં સ્ટોરી સેક્સનમાં જણાવ્યું હતું કે, `આ એક ડિજીટલ ડિટોક્સ છે, હું ઇન્સ્ટાગ્રામ પર પોતાનો સમય અને એનર્જી ઓછી ખર્ચવા માટે તમામને અનફોલો કરી રહ્યો છું.'

ફિલ્મ `અલ્ફા'માં આલિયા ભટ્ટ જાસૂસ બની નથી!

બોલિવૂડ ટોપ એક્ટ્રેસીસમાં જેનો સમાવેશ થાય છે તે આલિયા ભટ્ટની આગામી ફિલ્મ `અલ્ફા' આવ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે શર્વરી વાઘ સ્ક્રિન શેર કરી રહી છે. આ ફિલ્મની જ્યારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે એવી ચર્ચા ચાલી રહી હતી આ ફિલ્મ સ્પાય યુનિવર્સ તો છે અને તેમાં આલિયા ભટ્ટ જાસુસની ભૂમિકા છે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે, આલિયા ભટ્ટ આ ફિલ્મમાં જાસુસ છે કે નહીં? કારણ કે, સ્પાય યુનિવર્સની ફિલ્માં મુખ્ય ભૂમિકા ભજવાનર જો જાસુસ નહીં હોય તો કોણ હશે? એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ કિલરની ભૂમિકા ભજવવા જઇ રહી છે અને અગાઉ તેણે ક્યારેય આ પ્રકારની ભૂમિકા ભજવી નથી. વધુમાં આ ફિલ્મમાં આલિયા ભટ્ટે જબરદસ્ત એક્શન સીન પણ કર્યા છે. નોંધનીય છે કે, આ ફિલ્મમાં બોબી દેઓલ વિલનની ભૂમિકામાં છે અને અનિલ કપૂર પણ આ ફિલ્મમાં એક મહત્ત્વની ભૂમિકામાં છે.

જગ્ગુ દાદાની ફિલ્મ `ધ ગ્રેટ ગ્રાન્ડ સુપર હીરો'ને દર્શકોએ વખાણી

ચાર દસકથી જેકી શ્રોફ બોલિવૂડમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. અત્યાર સુધી તેમણે દરેક પ્રકારની ભૂમિકાઓ ફિલ્મોમાં ભજવી છે. સુપર હિરોથી લઇને સુપર વિલન પ્લસ બેસ્ટ સપોર્ટર એક્ટર તરીકે પણ તેમની વિશેષ નોંધ લેવાય છે. થોડા દિવસ પહેલાં જ તેમની ફિલ્મ `ધ ગ્રેટ ગ્રાન્ડ સુપર હિરો' રિલીઝ થઇ છે અને આ ફિલ્મને દર્શકોએ વધાવી છે. ખાસ કરીને નાના બાળકોએ ફિલ્મને ખૂબજ પસંદ કરી છે અને જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મૂળ આ એક પારિવારિક ફિલ્મ છે અને સૌથી વિશેષ પર્યાવરણને લઇને બનાવવામાં આવી છે. અલબત્ત આ ફિલ્મની વાર્તા બાળકોની કલ્પના અને દાદા પૌત્ર વચ્ચેના સંબંધો પર આધારિત છે. જેમાં એક બાળક પોતાના સાથી મિત્રોને ઇમ્પ્રરેસ કરવા પોતાના દાદા એક મોટા સુપરહિરો છે તેમ દર્શાવે છે. હાલમાં વેકેશન મોડ પર આ ફિલ્મ સૌ કોઇને આકર્ષી રહી છે.

ફિલ્મ `રામાયણ'થી રણબીર કપૂરના જીવનમાં પરિવર્તન આવ્યું

છેલ્લા ઘણા સમયથી બોલિવૂડમાં ફિલ્મ `રામાયણ'નું બઝ્ઝ વાગી રહ્યું છે અને દર્શકો આ ફિલ્મની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. નોંધનીય છે કે, આ ફિલ્મ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઇ રહી છે અને તે તમામ ફિલ્મોનો બોક્સ ઓફિસ બ્રેક કરનારી સાબિત થવાની છે એવો મત પણ પ્રવર્તી રહ્યો છે. ફિલ્મ `રામાયણ'માં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં છે અને ગત સપ્તાહે તેણે જણાવ્યું હતું કે આ ફિલ્મથી મારા જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. તેણે જણાવ્યું કે આ ફિલ્મથી તેના વ્યક્તિગત જીવન પર ભાવનાત્મત પ્રભાવ પાડ્યો છે. અલબત્ત આ ફિલ્મથી તેનો જીવન જીવવાનો દૃષ્ટીકોણ પણ બદલાયો છે અને સાથેસાથે તે પોતાની વ્હાલસોયી દીકરી રાહા કપૂરની માટે આદર્શ પિતા પણ બની રહ્યો છે. રણબીરે એક ઈન્ટરવ્યૂમાં આ ફિલ્મ માટે તેમ પણ જણાવ્યુ હતું કે, મને હજી એક છુપો ડર પણ છે કે, શું હું આ ફિલ્મને સંપૂર્ણ ન્યાય આપી શકીશ કે નહીં?

એક સમયે હું ટોમ અને આમિર ખાન જેરી હતો : પૂજા ભટ્ટ

એક સમયની સેમી સુપર એક્ટ્રેસ તરીકે જાણતી પૂજા ભટ્ટે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના અને આમિર ખાનના સંબંધો વિશેની છણાવટ કરી હતી. નોંધનીય છે કે, પૂજા ભટ્ટ અને આમિર ખાન એક સાથે ફિલ્મ `દિલ હે કે માનતા નહીં'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરડુપર હિટ સાબિત થઇ હતી અને ફિલ્મના ગીતો પણ ખૂબ જ ફેમસ થયા હતા. પૂજા ભટ્ટે આ ફિલ્મના સ્ટાર આમિર ખાન બાબતે જણાવ્યું હતું કે, મારી અને આમિર વચ્ચે આકર્ષણ પ્લસ પ્રેમ તો હતો જ પંરતુ આ પ્રેમ-આકર્ષણ એકદમ ટોમ એન્ડ જેરી જેવો જ હતો! હું ટોમ અને આમિર જેરી જ હતો સમજો! આ ફિલ્મમાં અમારી વચ્ચે એક અલગ પ્રકારનું જ રોમેન્ટિક કનેક્શન હતું. ફિલ્મ પૂરી થતા જ અમને બંનેને લાગતું હતું કે અમે બંને એકબીજાના પ્રેમમાં પણ પડી જસુ પરંતુ તેવું કંઇ જ થયું નહીં. જોકે, ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ બ્રેક કરી હતી તેની ખુશી અમને બંનેને ખૂબ જ હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: