છેલ્લા કેટલાય સમયથી પૂર્વ પીએમ જસ્ટિન ટ્રૂડો અને સિંગર કેટી પેરીની અધધ તસવીરો વાઇરલ થઇ જ રહી છે, પરંતુ હાલમાં તેમની જે તસવીરો વાઇરલ થઇ છે તેને લઇને નેટિજન્સ તેમને અલગ જ નજરથી જોઇ રહ્યા છે. વર્ષ 2025થી જ જસ્ટિન અને કેટી એકબીજાના સંપર્કમાં છે અને બંનેએ પોતે રિલશનમાં છે તેમ પણ જણાવી દીધું છે. પ્રસ્તુત વાઇરલ તસવીરમાં જસ્ટિન કેટીના ટોપની અંદર લોશન લગાવતો જોવા મળી રહ્યો છે. જેના કોમેન્ટ સેક્શનમાં નેટિજન્સ કહી રહ્યા છે કે, `મને તો ડર છે કે, જસ્ટીન અને કેટી એકવાર સૌની સામે ગાઢ રોમાન્સ ન કરી લે' તો અન્ય એક નેટિજન્સ કહી રહ્યો છે કે, `હું આ તસવીરો માટે ખરેખર તૈયાર ન હતો.' અલબત્ત, કેટલાક નેટિજન્સ તેમની આ તસવીરોને વધાવી રહ્યા છે તો કેટલાક ખાસ પળને અંગત રાખવા જ કહી રહ્યા છે. આ બધા વચ્ચે એક વર્ગ એવી પણ કોમેન્ટ કરી રહ્યો છે કે, જસ્ટિન અને કેટી હવે લગ્ન કરી લે તો સારું છે.
ફિલ્મ `જુમાન્જી ઓપન વર્લ્ડ'ના ટ્રેલરને નેટિજન્સે વધાવ્યું
જુમાન્જી ફ્રેન્ચાઇઝીની થર્ડ ફિલ્મ `જુમાન્જી ઓપન વર્લ્ડ' રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મના ટ્રેલરને નેટિજન્સે વધાવ્યું છે અને આ ટ્રેલરમાં ફિલ્મના કલાકારો એક્શન મોડમાં પણ જોવા મળી રહ્યા છે. પ્રસ્તુત ટ્રેલરમાં ડ્વેન જોન્સન (રોક), કેવિન હાર્ટ, જેક બ્લેક અને કેરેન ગિલન દમદાર અવતારમાં જોવા મળી રહ્યાં છે. 3 મિનિટ, 6 સેકન્ડના ટ્રેલરમાં જુમાન્જી ગેમનો કંટ્રોલ તૂટેલો જોવા મળે છે અને વીડિયો ગેમમાં ભૂમિકા ભજવનાર ઓરિજિનલ દુનિયામાં પણ આવી ગયા છે. જેમાં સૌથી જંગલી ગણાતા ખતરનાક જાનવરો રોડ પર તબાહી મચાવતાં જોવા મળી રહ્યાં છે. આ બધાંને રોકવા ગેમના હીરો મળીને વ્યૂહરચના ઘડતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં એક્શન પ્લસ કોમેડી અને બોડી-સ્વેપ જોવા મળવાનાં છે. ફિલ્મમાં અન્ય નામી કલાકારોની વચ્ચે ડેની ડેવિટો, નિક જોનાસ, ઓક્વાફિના, મારિન હિંકલ, બેબે ન્યૂવિર્થ, લેમોન મોરિસ અને રાઇસ ડાર્બીનો સમાવેશ થાય છે. મૂળ આ ફિલ્મ ક્રિસમસ વેકેશનમાં તારીખ 25 ડિસેમ્બર, 2026ના રોજ દુનિયાભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
79 વર્ષે પણ આર્નોલ્ડ શ્વાર્જનેગર હિટ એન્ડ ફિટ છે
હોલિવૂડના ટોપ દિગ્ગજ સ્ટાર્સમાં આર્નોલ્ડ શ્વાર્જનેગરનો સમાવેશ થાય છે. તેમણે બોલિવૂડને અઢળક હિટ ફિલ્મો આપી છે. આર્નોલ્ડ શ્વાર્જનેગરના ચાહકો દુનિયાભરમાં જોવા મળે છે. ગત સપ્તાહે જ તેમણે તેમનો 79મો હેપ્પી બર્થડે ઊજવ્યો હતો. તેમણે તેમના ચાહકોને પોતાના બર્થડે નિમિત્તે ગિફ્ટ આપવા કરતાં પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું. નોંધનીય છે કે, તેઓ એક સમયના કેલિફોર્નિયાના ગવર્નર પણ રહી ચૂક્યા છે. અલબત્ત, તેમણે તેમના જન્મદિવસ પર જિમ કરતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી અને આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થઇ હતી.
તેમણે આ તસવીરો સાથે કેપ્શન આપ્યું હતું કે, મને ગિફ્ટ આપવા કરતાં હું અને મારી ટીમ ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં મોટો બદલાવ લાવવા માંગીએ છીએ. ટૂંકમાં, તેઓ સૌ કોઇને ફિટનેસથી અવગત કરાવવા માંગે છે. નોંધનીય છે કે, આજે પણ આર્નોલ્ડ શ્વાર્જનેગર જિમ પ્લસ એક્ટિંગ ઈન્ડસ્ટ્રી સાથે પણ સંકળાયેલા છે. નજીકના સમયમાં જ તેઓ ઓટીટી પર જોવા મળશે.
તો હવે પછી નેક્સ્ટ સ્પાઇડર મેન ઓવેન કુપરને બનાવવામાં આવશે કે કેમ?
ગત સપ્તાહે જ દુનિયાભરમાં ફિલ્મ `સ્પાઇડર મેન ઃ બ્રાન્ડ ન્યૂ ડે' રિલીઝ થઇ હતી, જેને અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન આ ફિલ્મના સ્ટાર પ્લસ સ્પાઇડર મેનના એક નિવેદને સૌ કોઇને ચોંકાવી દીધા છે, કારણ કે હવે આવનારી આગામી સ્પાઇડર મેનની ફિલ્મમાં સ્પાઇડર મેનની ભૂમિકા ટોમ હોલેન્ડ નિભાવવાનો નથી. અલબત્ત, માર્વલ તેને રિપ્લેસ કરશે. હવે સ્પાઇડર મેનના ફેન્સ કન્ફ્યૂઝ છે કે, નવો સ્પાઇડર મેન કોણ હશે? એક મીડિયા રિપોર્ટમાં પણ ટોમે જણાવ્યું હતું કે, હું હવે મારી સ્પાઇડર મેન તરીકેની જવાબદારી અન્યને સોંપી દઇશ. વધુમાં ટોમ હોલેન્ડે નવા સ્પાઇડર મેન તરીકે ઓવેન કૂપર પર યશ કળશ ઢોળ્યો હતો. ઈન્ડસ્ટ્રીમાં ઓવેન કૂપર ખૂબ જ લાઇમલાઇટમાં છે અને તેનો પણ વિશાળ ચાહકવર્ગ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016થી ટોમ હોલેન્ડે ફિલ્મ `કેપ્ટન અમેરિકા ઃ સિવિલ વોર'માં પીટર પાર્કર બનીને ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં સ્પાઇડર મેનની ભૂમિકા ભજવી હતી. હવે જોવું રહ્યું કે, શું આગામી સ્પાઇડર મેન ખરેખર ઓવેન કૂપર બનશે કે કેમ?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો