ભારતીય વાયુસેનાના પાઇલટ્સના સ્ક્વોડ્રન દ્વારા હાથ ધરવામાં આવેલું એક સાહસિક અને જોખમી મિશન. ડ્રામા, વોર શૈલીની સીરિઝ 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેના(IAF)ના અદમ્ય સાહસ અને હિંમતભર્યાં હવાઈ અભિયાનો પર આધારિત છે. Netflix 7 ઓગસ્ટના દિવસે `ગોલ્ડન એરોઝ' સ્ક્વોડ્રનની વણકહી ગાથા રજૂ કરે છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે વાયુસેનાના બહાદુર યોદ્ધાઓએ અત્યંત જોખમી અને ઊંચાઈ પરના હવાઈ મિશનને અંજામ આપવા માટે દુશ્મનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. કાશ્મીરમાં શિયાળાના ભારે વાતાવરણને કારણે, ભારતીય અને પાકિસ્તાની સેના માટે વસંતઋતુમાં આગળની ચોકીઓ છોડીને ફરીથી કબજો કરવો એ સામાન્ય પ્રથા હતી. 1999માં પાકિસ્તાની સેનાએ નિર્ધારિત સમય પહેલાં ફક્ત પોતાની જ પોસ્ટ જ નહીં, પરંતુ ભારતની 132 પોસ્ટ પણ ફરીથી કબજે કરી લીધી. કારગિલ સેક્ટરમાંથી પાકિસ્તાની દળોને ખદેડી મૂકવામાં ભારતીય સેનાને ટેકો આપવા માટે ઓપરેશન સફેદ સાગર 26 મે, 1999 ના રોજ શરૂ થયું હતું. 

એક સીઝનમાં બે નવલકથાઓનું મિશ્રણ સ્લો હોર્સીસ સીઝન 6 

Apple TV+ પર 16 સપ્ટેમ્બર સુધી જેની રાહ જોવી પડશે તે ડ્રામા, થ્રિલર સીરિઝમાં સ્લો હાઉસ ખાતે જેક્સન લેમ્બ અને તેમની ટીમ એક એવા ખતરનાક ષડ્યંત્રની તપાસ કરે છે, જે MI5 અને દેશ બંનેને જોખમમાં મૂકે છે. જ્યારે એજન્ટો જીવલેણ નવા મિશનનો સામનો કરે છે, ત્યારે જૂના દુશ્મનો પાછા ફરે છે. Apple TVની અત્યાર સુધીની શ્રેષ્ઠ જાસૂસી થ્રિલર સત્તાવાર રીતે તેનું સ્વરૂપ બદલી રહી છે. આ શ્રેણીએ અત્યાર સુધીમાં રોમાંચક અને ધબકારા વધારી દે તેવી એક્શનથી ભરપૂર પાંચ સીઝન રજૂ કરી છે અને તેની ગતિ ધીમી પડવાના કોઈ સંકેત દેખાતા નથી. જોકે, આ શ્રેણીની છઠ્ઠી સીઝન જ્યારે પરત ફરશે ત્યારે તેના ફોર્મેટમાં એક નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. આ બાબતમાં એક ડગલું આગળ વધીને હેરોનનાં બે પુસ્તકો `જો કન્ટ્રી' (2019) અને `સ્લો હાઉસ' (2021) પર આધારિત કથા રજૂ કરશે. એક સીઝનમાં બે નવલકથાઓનું મિશ્રણ કરવું એ એક મોટું કામ લાગે છે.

મદદ માટેનો કૉલ કોનો હશે? લાસ્ટ સીન સીઝન 1

9 સપ્ટેમ્બરના રોજ Apple TV+ પર વૈશ્વિક સ્તરે રજૂ થનારી છ ભાગની એક રોમાંચક ક્રાઈમ થ્રિલર શ્રેણી. રાયન ડેવિડ જાનની 2011ની નવલકથા `ધ ડિસ્પેચર' પર આધારિત છે, જે ભૂતપૂર્વ ડિટેક્ટિવ ઈયાન રિડલીની વાર્તા માંડે છે, હવે પોલીસ ડિસ્પેચર તરીકે કામ કરે છે અને તેમને એક એવો `ડિસ્ટ્રેસ કોલ' (મદદ માટેનો કૉલ) મળે છે, જે તેમને લાગે છે કે તેમની લાંબા સમયથી ખોવાયેલી પુત્રીનો છે. 11 વર્ષ પહેલાં જ્યારે ઈયાન રિડલીની નાની દીકરી મેગી કોઈ પણ નિશાન છોડ્યા વિના ગાયબ થઈ ગઈ, ત્યારે તેનું જીવન વેરવિખેર થઈ ગયું હતું. તે એ વાત સ્વીકારવા તૈયાર નહોતો કે દીકરી કાયમ માટે ચાલી ગઈ છે; તેથી આશાના સહારે તે પોલીસ ડિસ્પેચર તરીકે કામ કરવાનું ચાલુ રાખે છે. તેને એક કિશોરીનો મદદ માટેનો કૉલ આવે છે અને તેને ખાતરી થાય છે કે તે મેગી જ છે.

કાવતરાની કરામત બતાવશે એ ટોક્સિક લવસ્ટોરી

બે દિવસ પહેલાં ક્રાઈમ, ડૉક્યુમેન્ટરી ફિલ્મ 22 જુલાઈના રોજ Netflix પર રિલીઝ થઇ છે. એક નવપરિણીત યુ.એસ. માર્શલ અને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ બદલો લેવાના આઘાતજનક કાવતરામાં ફસાઈ જાય છે. આ સાચા ગુના પર આધારિત દસ્તાવેજી ધમકીભર્યા ઇ-મેલ્સ, જુઠાણાં અને છુપાયેલાં રહસ્યોને ઉજાગર કરે છે. આ ડોક્યુમેન્ટરી પીછો કરવાની (સ્ટોકિંગ), બ્લેકમેલ કરવાની અને ભૂતપૂર્વ પ્રેમીની નવી પત્ની વિરુદ્ધના કથિત કાવતરાની એક ગૂંચવણભરી વાર્તાને ઉજાગર કરે છે. જેમ જેમ તપાસકર્તાઓ ધમકીઓ અને રોમેન્ટિક દગાની પરતો ખોલે છે, તેમ છેતરપિંડીના એવા જટિલ જાળમાં, જ્યાં દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ભૂમિકા ભજવી રહી છે, તે સ્પષ્ટ થતું નથી કે સાચો પીડિત કોણ છે? ખલનાયક કોણ તે નક્કી કરવું મુશ્કેલ બની ગયું હતું. આ કથા કેલિફોર્નિયાના એક ઉપનગરમાં રચાયેલા બદલાની સનસનીખેજ યોજનાની તપાસ કરે છે, જ્યાં હિંસક કાવતરું ઘડવા બદલ એક નવપરિણીત માર્શલની ભૂતપૂર્વ પ્રેમિકાની ધરપકડ કરવામાં આવી હતી. 

જ્યારે તેના 8 વર્ષના દીકરાનું અપહરણ થયું... ધ વ્હિસ્પર મેન

28 ઓગસ્ટના રોજ Netflix પર અંગ્રેજી ભાષાની અમેરિકન ફિલ્મ જેની શૈલી ક્રાઈમ, ડ્રામા, થ્રિલર છે, તેમાં શોકાતુર પિતા અને તેમનો નાનો પુત્ર `ફેધરબેંક' નામના શાંત નગરમાં રહેવા જાય છે. આ નગરમાં 15 વર્ષ પહેલાં `ધ વ્હીસ્પર મેન' નામના સીરિયલ કિલરે આતંક મચાવ્યો હતો અને એવી અફવાઓ પણ હતી કે તે કોઈ સાથીદાર સાથે મળીને કામ કરતો હતો. જ્યારે તેના કોઈ સાથીદાર વિશેની જૂની અફવાઓ ફરી સામે આવે છે, ત્યારે તે એક ભયાનક રહસ્યમાં ફસાઈ જાય છે. આ મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ એલેક્સ નોર્થની બેસ્ટ-સેલિંગ નવલકથા પર આધારિત છે. રોબર્ટ ડી નિરો, એડમ સ્કોટ અને મિશેલ મોનાઘન મુખ્ય ભૂમિકામાં છે. વાર્તા એક વિધુર ક્રાઈમ રાઈટર (સ્કોટ) અને તેના નાના પુત્રની આસપાસ ફરે છે, જેઓ એક રહસ્યમય નગરમાં રહેવા જાય છે; પરંતુ બાળકોના અપહરણની નવી ઘટનાઓ શરૂ થતાં તેઓ દાયકાઓ જૂના એક સીરિયલ કિલરના રહસ્યમાં ખેંચાઈ જાય છે.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો