આગામી તપાસ-આધારિત થ્રિલર ફિલ્મ છે, જેનું પ્રીમિયર આજે (9 ઓક્ટોબર) Netflix પર થવાનું નિર્ધારિત છે. ફિલ્મ એક મહત્ત્વાકાંક્ષી યુવાન પત્રકાર અને તેના અનિચ્છા ધરાવતા છતાં અનુભવી કેમેરામેનની વાર્તા છે, જેઓ ગેરકાયદેસર રેતી ખનનના જોખમી વિશ્વમાં એક મહત્ત્વપૂર્ણ કડી(લીડ)નો પીછો કરે છે. તેમની તપાસ તેમને એક નિર્દય સિન્ડિકેટ અને રેતી માફિયાની સામે લાવીને ઊભા કરી દે છે, જેઓ તેમના ગુનાહિત વ્યવસાયને છુપાવી રાખવા માટે કટિબદ્ધ છે. ફિલ્મ એવાં ગંભીર જોખમો અને વાસ્તવિક ભયને ઉજાગર કરે છે, જેનો સામનો પત્રકારોએ ત્યારે કરવો પડે છે જ્યારે તેઓ એવી ઘટનાઓ કે મુદ્દાઓની ખૂબ નજીક પહોંચી જાય છે, જેને શક્તિશાળી લોકો દબાવી રાખવા માંગતા હોય છે. મહત્ત્વાકાંક્ષી રિપોર્ટર તરીકે પરિણીતિ ચોપરા છે જ્યારે દેવેન ભોજાણી કેમેરામેન તરીકે જોવા મળશે. સાથે જ અમોલ પાલેકર અને શેખર સુમન પણ છે, જેઓ પોતપોતાના સમયના પ્રભાવશાળી કલાકારો રહ્યા છે.
ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થનારી પહેલી એ-લિસ્ટર ફિલ્મ ગુલાબો સિતાબો
જેમ 1931માં બનેલી અર્દેશર ઈરાનીની ફિલ્મ આલમ આરા પહેલી બોલતી ફિલ્મ હતી, એ જ રીતે ગુલાબો સિતાબો ઓટીટી પ્લૅટફૉર્મ પર રિલીઝ થનારી પહેલી એ-લિસ્ટર ફિલ્મ છે. 2020માં મહામારી દરમિયાન સિનેમાઘરો બંધ હોવાને કારણે તેનું પ્રીમિયર સીધું Amazon Prime Video પર કરવામાં આવ્યું હતું, જે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર અમિતાભની મુખ્ય ફીચર ફિલ્મની પ્રથમ રજૂઆત હતી. ફિલ્મની શૈલી કોમેડી, સોશિયલ સટાયર (સામાજિક કટાક્ષ) હતી. આ ફિલ્મ એક જૂની હવેલીની માલિકી માટે મકાનમાલિક મિર્ઝા ચુન્નન નબાવ (અમિતાભ બચ્ચન) અને ભાડૂઆત બાંકી રસ્તોગી (આયુષ્માન ખુરાના) વચ્ચેની રમૂજી લડાઈ પર આધારિત છે. બંને એકબીજાને નીચા દેખાડવા માટે રમૂજી યુક્તિઓ અપનાવે છે. અમિતાભ અને આયુષ્માન ખુરાનાની `લખનવી તરેહ'ની તીખી તકરારોને આ ફિલ્મનો જીવ કહી શકાય. મિર્ઝા બડબડે છે, દરેક સાથે ઝઘડો કરી લે છે, એક લાલચુ, લડકણા, તિકડમબાજ, વૃદ્ધ અને કંજૂસનો અદ્ભુત વેશ અમિતાભે ધારણ કર્યો છે. 11 ઓક્ટોબરે મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે.
શી...શ! કોઈને કહેતા નહિ, આવી રહી છે બેવોચ
જ્યારે ભારતમાં પ્રાઇવેટ ટેલિવિઝન ચેનલોનો યુગ શરૂ થયો હતો ત્યારે કેટલીક શ્રેણીઓ ખૂબ જ લોકપ્રિય થઇ હતી, અંગ્રેજી ભાષામાં હોવા છતાં; તેમાંની એક બેવોચ હતી. જે લોસ એન્જેલસ કાઉન્ટી, કેલિફોર્નિયા અને હવાઈના દરિયાકિનારા પર પેટ્રોલિંગ કરતા લાઇફગાર્ડ્સ વિશે હતી અને લોકપ્રિય થવા પાછળનું મુખ્ય કારણ તો ખૂબસૂરત આકર્ષક મહિલા કલાકારો જ હતી. એક જમાનામાં બેવોચ એ ગ્રહ પર સૌથી વધુ જોવાતો શો રહ્યો હતો. હવે 12 એપિસોડનું નવું ફોક્સ અને ફ્રેમન્ટલ બેવોચ રીબૂટ તેના પ્રીમિયર પછી પ્રાઇમ વીડિયો પર આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ થવાનું છે Amazon Prime Video પર. લાઇફગાર્ડ્સનું એક જૂથ બીચ પર નવા આવનારાઓને ફરજ દરમિયાન મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની તાલીમ આપે છે. નિઃસંદેહ મૂળ તત્ત્વ એ જ રહેશે એટલે સફળતા માટે બહુ સંઘર્ષ નહિ કરવો પડે, કેમ કે સમુદ્ર કિનારે બિકીની સજ્જ સુંદરીઓનું આકર્ષણ દરેક યુગમાં સરખું જ રહેવાનું. અરે! ઉતાવળા ન થાઓ, જાન્યુઆરી સુધી રાહ જોવી પડશે.
હોન્ટેડ હોટલની બીજી સીઝન તમને હસાવશે અને ડરાવશે પણ!
અડધા કલાકના 8 એપિસોડ ધરાવતી એનિમેશન, કોમેડી, હોરર સીરિઝની બીજી સીઝન આજે Netflix પર રિલીઝ થશે. આ શો એક સિંગલ મધર, કેથરિન ફ્રીલિંગ(એલિઝા કૂપ)ની વાર્તા રજૂ કરે છે, જેને તેના સ્વર્ગસ્થ ભાઈ પાસેથી `અંડરવેલ હોટલ' નામની એક ડરામણી હોટલ વારસામાં મળે છે. ત્યાં પહોંચ્યા પછી તેને જાણ થાય છે કે હોટેલમાં વિવિધ ભૂત અને રાક્ષસોનો વાસ છે અને તેનો ભાઈ (વિલ ફોર્ટે) પણ ત્યાં ભૂત સ્વરૂપે હાજર છે. બીજી સીઝનમાં નવા ભૂત અને અજાણી દુષ્ટ શક્તિઓનો સામનો જોવા મળશે. એબેડન એ એક પ્રાચીન અને દુષ્ટ રાક્ષસ તથા નરકના પાંચમા વર્તુળનો ભૂતપૂર્વ દ્વારપાળ છે, જેનો આત્મા 1700ના દાયકાના એક પ્યુરિટન છોકરાના શરીરમાં વસે છે. ત્યારબાદ રમૂજી ઘટનાઓની એક શ્રેણી સર્જાય છે. હોટલમાં મહેમાનોએ ભૂતો વચ્ચે રહેવાનું થાય તો હસવું આવે કે રડવું?
22 વર્ષની લાંબી સફરનો અંત કોફી વિથ કરણ
કરણ જોહરે એક ભાવુક વીડિયો સંદેશ દ્વારા જાહેરાત કરી કે `સીઝન 9' એ આ શોનો અંતિમ અધ્યાય છે. પોપ-કલ્ચરની યાદગાર ક્ષણો, `રેપિડ-ફાયર' રાઉન્ડ્સ અને વિવાદોથી ભરેલા બે દાયકા બાદ, તેઓ તેમની કારકિર્દીનો આગામી દાયકો ફિલ્મ નિર્દેશન અને વાર્તા કહેવાની કળા (સ્ટોરીટેલિંગ) માટે સમર્પિત કરવા માગે છે, માટે સમાપ્ત થઈ રહી છે. સીઝન 9નું પ્રીમિયર 14 ઓક્ટોબરના રોજ JioHotstar પર થશે. 22 વર્ષમાં સૌથી વધુ વિવાદાસ્પદ ક્ષણો રહી હતી; ત્રીજી સીઝનના ત્રીજા એપિસોડમાં રણબીર કપૂર વિશે દીપિકા પાદુકોણની `કોન્ડોમ' અંગેની ટિપ્પણી, જિયો-હોટસ્ટાર પરથી કે.એલ. રાહુલ અને હાર્દિક પંડ્યાનો એપિસોડ હટાવી દેવામાં આવ્યો હતો (છઠ્ઠી સીઝનનો 12મો એપિસોડ), ઈમરાન હાશ્મીએ ઐશ્વર્યા રાય બચ્ચનને `પ્લાસ્ટિક' કહી હતી (ચોથી સીઝન, નવમો એપિસોડ) અને સૌથી પરમ સીમા સમો પાંચમી સીઝનનો 16મો એપિસોડ કંગના રનૌતની `નેપોટિઝમ' (ભત્રીજાવાદ) અંગેની ટિપ્પણી, જ્યારે કંગનાએ કરણને જ `મૂવી માફિયા, ભત્રીજાવાદનો ધ્વજવાહક' ગણાવ્યો હતો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો