ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ લોકો સાથે સારી રીતે આત્મીયતા કેળવે છે. અલબત્ત, તે ઈન્ડસ્ટ્રીમાં સમાવિષ્ટ કલાકાર સાથે બર્થડેથી માંડીને તેમની એનિવર્સરી કે ડેથ એનિવર્સરીની સ્ટોરી સોશિયલ મીડિયામાં શેર કરવાનું ક્યારેય ભૂલતી નથી. થોડા દિવસ પહેલાં જ એક સમયની હોલિવૂડ ટોપ દિવંગત એક્ટ્રેસ મર્લિન મૂનરોની 100મી જન્મજંયતી ગઇ હતી. જેમાં પ્રિયંકા ચોપરાએ તેમને યાદ કરીને પોતાના સોશિયલ મીડિયા પેજ પર તેમની લાલ રંગની ડ્રેસવાળી સુંદર છબી શેર કરી હતી અને તેમના માટે ખાસ નોટ પણ લખી હતી. આ નોટમાં તેમણે લખ્યું હતું કે, `મર્લિન મુનરોને જન્મદિવસની શુભેચ્છાઓ. આજે તેઓ 100 વર્ષનાં થઇ ગયાં હોત.' આ નોટ સાથે પ્રિયંકા ચોપરાએ અન્ય હાર્ટ ઈમોજી પણ મૂક્યાં હતાં. પ્રિયંકા ચોપરાની આ સ્ટોરી સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે અને પ્રિયંકા પ્લસ મર્લિન મુનરોના ફેન્સ પ્રિયંકા ચોપરાની આ પોસ્ટને હાર્ટ પ્લસ હગ ઇમોજી આપી રહ્યા છે. 1 જૂન, 1926માં અમેરિકામાં જન્મેલાં મર્લિન મનરો હોલિવૂડની સૌથી વધુ લોકપ્રિય એક્ટ્રેસીસમાં પહેલી હરોળમાં આવે છે.


હોલિવૂડ એક્ટર ઇદરિસ એલ્બાને `નાઇટહૂડ'નું સન્માન મળ્યું 

હોલિવૂડ ટોપ એક્ટર ઇદરિસ એલ્બા છેલ્લા બે સપ્તાહથી જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવશે કે નહીં તે માટે ચર્ચામાં હતો. જ્યારે હવે તો તેને `નાઇટહૂડ'નું સન્માન મળ્યું છે તે માટે વિશેષ રીતે ચર્ચામાં છે. `નાઇટહૂડ'નો પદવી સમારોહ ગત 2 જૂનના રોજ લંડનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ઘણી નામી હસ્તીઓ પણ આવી હતી. અલબત્ત, આ પૈકી કેટલાકને `નાઇટહૂડ'નું સન્માન આપીને તેમનું કદ વધારવામાં આવ્યું હતું. આ હસ્તિઓમાં જેન ટોરવિલ, ક્રિસ્ટોફર ડીન અને મીરાં સ્યાલનો પણ સમાવેશ થાય છે. `હાઇજેક' સ્ટાર ઈદરિસ એલ્બાને આ પદવી કિંગ ચાર્લ્સે આપી હતી. નોંધનીય છે કે, લંડનમાં યોજાયેલ આ સમારોહમાં કિંગ્સ ચાર્લ્સે અન્ય કાર્યકર્તા, સંગીતકાર તેમજ એક્ટર્સ-એક્ટ્રેસને પદવીઓ આપી હતી. ઈદરિસ એલ્બાને જ્યારે આ પદવી મળી હતી ત્યારે તેણે ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને તે માટેની પોસ્ટ શેર કરીને એક નોટમાં લખ્યું હતું કે, `હું આ માટે આભારી છું, કામ આવી રીતે ચાલતું રહેશે.'

ગ્રેમી વિનર સિંગર પીબો બ્રાયસનનું નિધન   

ડિઝનીનાં મોટાભાગનાં ક્લાસિક ગીતોએ સૌ કોઇને આકર્ષ્યા છે. ડિઝનીના ગીતો બાળકોમાં ખૂબ જ લોકપ્રિય રહ્યાં છે. ડિઝનીનાં આ ગીતો પૈકી કેટલાક ગીતો સિંગર પીબો બ્રાયસને પણ ગાયા હતા. તેમણે અત્યાર સુધી `બ્યૂટી એન્ડ ધ બીસ્ટ' અને `અ હોલ ન્યૂ વર્લ્ડ' જેવાં ગીતો ગાઇને લોકપ્રિયતા હાંસલ કરી હતી. આજે તેમના વગર હોલિવૂડ સૂનું થઇ ગયું છે. થોડા દિવસ પહેલાં જ 75 વર્ષની જૈફ વયે તેમનું નિધન થયું હતું. તેમના પરિવારે તેમના નિધનની પુષ્ટિ કરી હતી. તેમનો હજી ઇલાજ ચાલતો હતો અને તેમને સ્ટ્રોક આવ્યો હતો. નોંધનીય છે કે, વર્ષ 1992 અને 1993માં તેમને ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમનો અવાજ અસાધારણ હતો. તેમણે પાંચ દશકથી પણ વધુ સમય બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે આપ્યો હતો. અલબત્ત, તેમના મ્યુઝિકે ઘણી પેઢીને ખુશીની પળો, પ્રેમભરી સ્ટોરી અને આરામદાયક પળોને સુંદર મજાના મ્યુઝિકમાં તબદિલ કરી હતી. હોલિવૂડના ઘણા કલાકારોએ તેમજ તેમના અન્ય મિત્રોએ તેમને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ તેમના ફેન્સે પણ સોશિયલ મીડિયા પર તેમને માનપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

આખરે સિંગર દુઆ લિપાએ કેલમ ટર્નરની સાથે લગ્ન કરી જ લીધાં 

મ્યુઝિક ઈન્ડસ્ટ્રી ક્વીન દુઆ લિપા અને કેલમ ટર્નર લગ્ન કરવાનાં છે એવી અફવા ફેલાઇ હતી. જોકે, હવે આ અફવાનો અંત આવ્યો છે. ખુદ દુઆ લિપાએ જ પોતાના સોશિયલ મીડિયા પેજ પર તેના સૌ ફેન્સને પોતાનાં લગ્નની તસવીરો શેર કરીને સૌને ચોંકાવી દીધા છે. પ્રસ્તુત તસવીરોની સાથે દુઆએ એક ડેટ પણ લખી છે જેમાં તેણે માત્ર આટલું જ જણાવ્યું કે, `31 05 2026'! દુઆની આ પોસ્ટ પર કોમેન્ટ સેક્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટાભાગનાં એક્ટર્સ અને એક્ટ્રેસે તેને શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં ગિગિ હદિદનો સમાવેશ થાય છે. ગિગિ હદિદે `ખૂબ જ ખૂબસૂરત, શુભકામનાઓ' લખ્યું હતું. વધુમાં બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે પણ બ્લેક પ્લસ રેડ હાર્ટનાં ઈમોજી કોમેન્ટ બોક્સમાં મૂક્યાં હતાં. નોંધનીય છે કે, આ બંને જણા વર્ષ 2024થી એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં અને ઘણી જગ્યાએ સ્પોટ પણ થયાં હતાં, જેથી નેટિજન્સે સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું પણ હતું કે, ટૂંક સમયમાં જ આ બંને જણા લગ્ન કરી લેશે અને બે વર્ષમાં બંનેએ લગ્ન કરી જ લીધાં. 



આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: