છેલ્લા કેટલાક સમયથી એસએસ રાજામૌલીની ફિલ્મ `વારાણસી'નું બઝ વાગી રહ્યું છે. આ ફિલ્મ ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બોક્સઓફિસ બ્રેક કરે એવી ચર્ચા ચાલી રહી છે. અલબત્ત, આ ફિલ્મને લઇને કોઇ પણ પ્રકારની અપડેટ ફેન્સને વધુ રોમાંચિત કરી દે છે. એવામાં એસએસ રાજામૌલીએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર પ્રિયંકા ચોપરાના નવા લુકને રિવીલ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઇ રહ્યો છે. એસએસ રાજામૌલીએ પ્રિયંકા ચોપરાના બે લુક રિવીલ કર્યા છે, જેમાં એક બ્લેક કલરના આઉટફિટમાં ગુસ્સામાં જોવા મળી રહી છે, જ્યારે અન્ય એક તસવીરમાં પ્રિયંકા નાચતી અને પોતાનામાં મસ્ત જોવા મળી રહી છે. આ સાથે એસએસ રાજામૌલીએ કેપ્શમાં લખ્યું છે કે, `જ્યારે તે હસે છે ત્યારે તે વિનમ્ર, જ્યારે તે એવું નથી કરતી તો તે આગ છે.' મૂળ પ્રિયંકા ચોપરાના જન્મદિવસ પર આ બેય લુકને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ફિલ્મ `વારાણસી'માં પ્રિયંકા ચોપરાનું નામ `મંદાકિની' છે અને તેની સાથે મહેશબાબુ સ્ક્રીન શેર કરવાના છે.
ફિલ્મ `કાલા હિરન'નું ટીઝર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયામાં છવાયું
ગત સપ્તાહે જ વિવાદાસ્પદ ફિલ્મ `કાલા હિરન-ધ બેટલ ફોર લેગસી'નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ટીઝર લોન્ચ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. આ ફિલ્મમાં ટીઝરની શરૂઆતમાં સાક્ષી કોર્ટમાં નિવેદન આપતી વખતે કહે છે, `રાત્રે લગભગ 11 વાગ્યા હતા, જ્યારે એક પછી એક બે ગોળીબારનો અવાજ સંભળાયો' અને વાર્તા આગળ વધે છે. અલબત્ત, વિવાદોની વચ્ચે જ આ ફિલ્મના ટીઝરને રિલીઝ કરી દેવામાં આવ્યું, જેમાં કોર્ટરૂમ ડ્રામા જોવા મળી રહ્યો છે. અંદાજિત 1 મિનિટ 26 સેકન્ડના ટીઝરમાં શિકાર મામલો, સાક્ષીઓનું નિવેદન, પોલીસ તપાસ અને કોર્ટમાં ચાલી રહેલી ચડસાચડસી રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મના ટીઝરમાંથી પણ નેટિજન્સ કેટલાક સીન્સ કટ કરીને રીલ્સ અને શોર્ટ બનાવીને સોશિયલ મીડિયામાં પ્રસ્તુત કરી રહ્યા છે. જોકે, આ બધા વચ્ચે આ ફિલ્મ હજી ક્યારે રિલીઝ કરવાની છે તે વિશે મીડિયામાં કોઇ જ પ્રકારની જાણકારી નથી, પરંતુ ફિલ્મ ટૂંક સમયાં રિલીઝ થવાની છે તેવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.
ક્રિતિ હવે સનકી પ્રકારની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે
થોડા સમય પહેલાં જ ક્રિતિ સેનનની ફિલ્મ `કોકટેલ 2' રિલીઝ થઇ હતી. જોકે, આ ફિલ્મ સેમી હિટ સાબિત થઇ હતી, પરંતુ આ ફિલ્મને લઇને ક્રિતી સેનન પોતાના લુક પ્લસ એક્ટિંગને લઇને જબરદસ્ત લાઇમલાઇટમાં આવી ગઇ છે. બોલિવૂડમાં ક્રિતિ સેનન લગભગ દરેક પ્રકારની ભૂમિકા ભજવી નાખી છે અને હવે તે પોતાની ભૂમિકામાં હજી પણ વધારો કરવા માંગે છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે તે હવે એક સનકી ભૂમિકા ભજવવા તૈયાર છે. જોકે, પોતે આ સનકી ભૂમિકા ભજવવાની છે તેનું કારણ હોલિવૂડ ફિલ્મ `ઓબ્સેશન' છે. ક્રિતિના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મ સાઇકોલોજિકલ ડ્રામા છે અને તે ફિલ્મે મને આ પ્રકારની ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરી છે. આ વિશે ક્રિતિએ વધુમાં જણાવ્યું હતું કે, `જ્યારે મેં `ઓબ્સેશન' જોયું, ત્યારે મને લાગ્યું, `અરે બાપર રે! આપણે સુરક્ષિત રીતે રમવાનું બંધ કરવું પડશે. આપણે કંઈક અલગ કરવું પડશે.' તે જોઈને મને ખરેખર ઉત્સાહ થયો.'
માધવનના દીકરાને ઈન્ડિયન ફિલ્મો જોવામાં જરાય રસ નથી
ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટરનો દીકરો એક્ટર બને તેવો રિવાજ છે. જોકે, આમાં કેટલાક અપવાદ કિસ્સાઓ પણ છે. તાજેતરમાં જ આર. માધવને પોતાના દીકરા વેદાંતને લઇને ચિંતા વ્યક્ત કરી હતી કે, તેમનો દીકરો ઇન્ડિયન ફિલ્મો જોવા આતુર નથી. અલબત્ત, તે તમિલ ફિલ્મો પણ જોવા માંગતો નથી, પરંતુ તે જાપાની એનીમે અને કોરિયાઇ કન્ટેટ જોવાનું સૌથી વધુ પસંદ કરી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં આર. માધવને જણાવ્યું હતું કે હાલના યુવાદર્શકો અન્ય કોઈ ફિલ્મ ઉદ્યોગને કારણે નહીં, પરંતુ વિવિધ વાર્તાઓ અને સામગ્રીને કારણે આકર્ષિત થઈ રહ્યા છે. જેમાં કોરિયાઇ પ્લસ જાપાનીઝ ફિલ્મો તે વર્ગને વધુ ને વધુ આકર્ષિત કરી રહી છે. નોંધનીય છે કે, હાલમાં આર. માધવન પોતાની આગામી ફિલ્મ `જીડીએન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ દરમિયાન થતી કોન્ફરન્સમાં તે આ મુદ્દો સૌથી પહેલાં મીડિયા સમક્ષ રજૂ કરે છે. અલબત્ત, તે ઈન્ડિયન સિનેમાને વધુ મજબૂત કરવા પ્રેરિત કરે છે.
સૈયારાની એક્સક્લુસિવ 2 - ડિસ્ક કલેક્ટર એડિશન LP ગિફ્ટ!
ગત 18 જુલાઈ, 2025ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ `સૈયારા'એ ભારતભરમાં ધૂમ મચાવી હતી અને બોક્સઓફિસ પણ બ્રેક કરી હતી. આ ફિલ્મને એક વર્ષ પૂરું થતાં ફિલ્મમેકર્સે તેમના ફેન્સ માટે `એક્સક્લુસિવ 2 - ડિસ્ક કલેક્ટર એડિશન LP' બહાર પાડી છે. જોકે, હાલમાં તે લિમિટેડ એડિશન છે, તેથી વહેલા તે પહેલાંના ધોરણે જેવા હાલ છે. નોંધનીય છે કે, આ ફિલ્મના બે સુપરસ્ટાર અહાન પાંડે અને અનીત પડ્ડા પોતાની સુપરડુપર હિટ ફિલ્મને એક વર્ષ પૂરું થયાના સેલિબ્રેશન માટે લંડનના વેમ્બલી સ્ટેડિયમ પહોંચ્યાં હતાં. અહીં તેમણે પોતાની ફિલ્મ માટે `કલેક્ટર્સ એડિશન વિનાઇલ LP' લોન્ચ કરી હતી. મૂળ આ પેકેજ સૈયારાના ફેન્સ પ્લસ મ્યુઝિક લવર્સ માટે આ ફિલ્મની સંપૂર્ણ મ્યુઝિકલ સફરને ફરીથી યાદ કરવા માટે સુંદર અનુભવ માટે પરફેક્ટ સાબિત થવાની છે. આ ફિલ્મે 300 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી હતી. મોહિસ સૂરીના નિર્દેશમાં બનેલી આ ફિલ્મે અંદાજિત કુલ 329.73 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
ફરહાને ફિલ્મ `તૂફાન'નાં પાંચ વર્ષ પૂરાં થયાની ખુશી જાહેર કરી
વર્ષ 2021માં ફરહાન અખ્તરની ફિલ્મ `તૂફાન' રિલીઝ થઇ હતી. આ ફિલ્મ ભલે એવરેજ હિટ સાબિત થઇ હતી, પરંતુ આ ફિલ્મ ફરહાન અખ્તરની ખૂબ જ નજીક છે, તેથી જ તેણે પોતાની ફિલ્મનાં પાંચ વર્ષ પૂરાં થયાની ખુશી એક વીડિયો તરીકે સોશિયલ મીડિયા પર રજૂ કરી હતી. આ વીડિયોમાં ફિલ્મની સ્ટારકાસ્ટની કેટલીક ભાવુક પળોને પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં એક્ટ્રેસ મૃણાલ ઠાકુર અને ફરહાન અખ્તર વચ્ચેના મીઠા સંવાદો, ફરહાનની બોક્સિંગ ટ્રેનિંગ તેમજ બોક્સિંગ રિંગની વચ્ચેના એક્શન સીન્સ જોવા મળ્યા હતા. આ વીડિયો શેર કરતાં ફરહાને કેપ્શનમાં લખ્યું હતું કે, `તૂફાનનાં પાંચ વર્ષ.' નોંધનીય છે કે, આ ફિલ્મ મુંબઇના લોકલ નાના ગુંડા અજીજ અલી (ફરહાન અખ્તર) પર આધારિત છે, જે બોક્સિંગની દુનિયામાં પગ મૂકે છે અને પોતાના કોચની મદદથી પોતાની અલગ દુનિયા જ બનાવી લે છે. નોંધનીય છે કે, ફરહાને બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો