બોલિવૂડમાં કોણ ક્યારે સ્ટાર બની શકે છે તે કહી શકાતું નથી. આવું જ કંઇક આર. જે. રહી ચૂકેલી મહવશ સાથે થયુ છે. થોડા સમય પહેલાં જ તેણે `સતરંગી-બદલે કા ખેલ' વેબ સીરિઝમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે હવે તે ફિલ્મ `રાગિની-3'માં સ્ક્રીન શેર કરવાની છે, જે માટે તેણે એકતા કપૂરને દિલથી થેંક્યૂ પણ કહ્યું છે. મહવશે પોતાના સોશિયલ મીડિયા પેજ પર સેટ પરની કેટલીક તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, `પોતાની આગામી ફિલ્મ `રાગિની 3'નું એનાઉસમેન્ટ કરતાં ખૂબ જ ઉત્સાહિત છું. ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થશે. મને આ અવસર આપવા માટે એકતા કપૂર મેમ, બાલાજી મોશન પિક્ચર, શ્રુતિ મહાજન અને અમારા નિર્દેશક શશાંક ઘોષ સરની હું ખૂબ જ આભારી રહીશ. બાકી તમે લોકો પ્રેમથી સંભાળી લેજો દોસ્તો.' નોંધનીય છે કે, આ ફિલ્મમાં મહવશની સાથે સાથે આયુષ શર્મા, જુનૈદ ખાન, તમન્ના ભાટિયા, નરગિસ ફખરી અને અન્ય નામી કલાકારનો પણ સમાવેશ થાય છે. રાગિની 3 મૂળ હોરર સ્ટોરી છે.
આર્યન ખાન કોની સાથે રિલેશનશિપમાં છે?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રોમાન્સના બાદશાહ એટલે કિંગ ખાન શાહરુખ ખાન દિગ્ગજ સ્ટાર્સની શ્રેણીમાં સૌથી મોખરે આવે છે. તેમના દીકરા આર્યન ખાને પણ ઈન્ડસ્ટ્રીમાં દસ્તક આપી દીધી છે. સાથે સાથે હવે તેણે પ્રેમને પણ દસ્તક આપી દીધી એવાં એંધાણ જણાઇ રહ્યાં છે. થોડા દિવસ પહેલાં જ તેને લંડનમાં એક યુવતી સાથે જોવામાં આવ્યો હતો. આ યુવતી સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયો હતો. શાહરુખ પ્લસ આર્યનના ફેન્સ તે યુવતી કોણ છે તે જાણવા ખૂબ જ અધીરા જણાયા હતા. નેટિજન્સે આ મિસ્ટ્રી વુમન વિશે તપાસ કરી તો જાણવા મળ્યું કે તે વિની ટકાયર છે અને તે એક આર્ટિસ્ટ છે. અલબત્ત, આ બંને જણા એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરે છે. નોંધનીય છે કે, આ બંને જણાની મિત્રતા ઘણા લાંબા સમયની છે, પરંતુ બંનેના સાથે વીડિયો જોઇને નેટિજન્સ આ બંને વચ્ચે કંઇક રંધાઇ રહ્યું છે એમ કોમેન્ટ સેક્સનમાં જણાવી રહ્યા છે.
ફાતિમાએ `તીન કૌવે'ના સેટની તસવીરો શેર કરી
બોલિવૂડમાં ગણતરીની ફિલ્મો કરનાર ફાતિમા સના શેખની `તીન કૌવે' નામની વેબ સીરિઝ આવી રહી છે. આ વેબ સીરિઝ એક્શન પ્લસ થ્રિલર સ્પાઇ છે. ફાતિમાએ જે તસવીરો શેર કરી છે તેમાં સિદ્ધાંત ગુપ્તા, બોબી દેઓલ અને અન્ય સ્ટાર પણ જોવા મળી રહ્યા છે. ફાતિમા પોતાની સ્ટારકાસ્ટના મિત્રોને ગેંગસ્ટર તરીકે સંબોધી રહી છે. તેણે જે તસવીરો શેર કરી હતી તેમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, `ગેંગસ્ટર, તીન કૌવે ગેંગ, અમે મજામાં છીએ, હું માત્ર એક છોકરી છું, સૌથી સારી છોકરી, મુસીબત ઊભી કરતી છોકરી, બોબી દેઓલ ગ્રેટ છે, વાત ખતમ.' નોંધનીય છે કે, આ વેબ સીરિઝ ટૂંક સમયમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવાની છે. જેમાં ફાતિમા, બોબી દેઓલ, સિદ્ધાંત ગુપ્તાની સાથે સાથે પાવેલ ગુલાટી, રોનિત રોય, ઇશા તલાવર, ચાંદની બેન્જ ઉપરાંત ફૈસલ મલિકનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રિયંકા ઘોષ કરવાની છે. આ સીરિઝ દિવાળી વેકેશન કે ક્રિસમસ વેકેશનની આસપાસ રિલીઝ થવાની છે.
ફિલ્મ `બટવારા 1947'ના મેકર્સે AI પોસ્ટરમાં ભાંગરો વાટ્યો
થોડા દિવસ પહેલાં જ ફિલ્મ `બટવારા 1947'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ફિલ્મનાં પોસ્ટર્સ પણ લોન્ચ કરવામાં આવ્યાં હતાં. જોકે, આ પોસ્ટર્સ વચ્ચે એક પોસ્ટર એક્ટર કરણ દેઓલ અને એક્ટ્રેસ કનિકા કપૂરનું પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર બનાવવા માટે ફિલ્મમેકર્સે AIનો ઉપયોગ કર્યો હતો, જેમાં કનિકા કપૂરને AIએ કિયારા અડવાણી બનાવી દીધી હતી. જેના લીધે સોશિયલ મીડિયા પર આ ફિલ્મની સ્ટારકાસ્ટ પ્લસ ફિલ્મમેકર્સને ટ્રોલ કરવામાં આવ્યા હતા. અલબત્ત, નેટિજન્સ કોમેન્ટ સેક્શનમાં જણાવી રહ્યા હતા કે, `એક પળ તો મને લાગ્યું કે, ક્રેડિટ્સમાં કિયારાનું નામ કેમ નથી' તો અન્ય એક યૂઝરે જણાવ્યું કે, `તેમણે કિયારાની માહિતી આપવાનું છોડી દીધું?' વધુમાં એક યૂઝરે લખ્યું કે, `આ એક AI પોસ્ટર છે, તેથી જ તે કિયારા જેવી લાગી રહી છે, હદ છે. આ ઇન્ટસ્ટ્રી આટલી આળસુ થઇ ગઇ છે, આ ખૂબ જ શરમજનક છે.'
સોશિયલ મીડિયામાં લારા
દત્તાને ટ્રોલ કરવામાં આવી
હાલ સોશિયલ મીડિયા પર ફિલ્મ `રામાયણ'નું બઝ વાગી રહ્યું છે. ગત સપ્તાહે જ જ્યારે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે નેટિજન્સે તેને ઉત્સાહભેર આવકાર્યું હતું. પ્રસ્તુત ટ્રેલરમાં તમામ ભૂમિકાઓને બિરદાવવામાં આવી હતી, પરંતુ લારા દત્તાની ભૂમિકા નેટિજન્સને થોડી અલગ તરી આવી હોય એવી લાગી હતી, કારણ કે ટ્રેલરમાં તેનો લુક સૌ કરતાં અલગ જ જણાઇ રહ્યો હતો. આ ફિલ્મમાં લારા દત્તા કૈકેયીની ભૂમિકા ભજવી રહી છે. અલબત્ત, રામાયણ ત્રેતા યુગની છે, પરંતુ લારાએ કૈકેયીના રૂપમાં સ્ટોન એમ્બ્રોઇડરીની સાડી પહેરેલી સ્પષ્ટ દેખાય છે તેમજ તેણે સિલ્કનો બ્લાઉઝ પણ પહેરલો છે. તેના લુક પર નેટિજન્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. જેમાં કોઇ કોમેન્ટ કરી રહ્યું છે કે, `લારા દત્તા ખરેખર કોઇ સીરિયલનું શૂટિંગ કરી રહી હોય એવું લાગી રહ્યું છે.' તો કોઇએ લખ્યું કે, `લારા તો રામાયણકાળનાં કપડાં પહેરવાની જગ્યાએ પોતાના ઘરેથી જ પોતાનાં હાલનાં કપડાં પહેરીને આવી છે.'
ઓહ માય ડોગ : એક સાથે 250 કૂતરાઓ પાસે કામ લીધું
ફરી એકવાર પ્રાણીને લીડ રોલમાં રાખીને એક સરસ ફિલ્મ આજથી જ થિયેટરોમાં આવી રહી છે, જે દર્શકોનાં દિલને ચોક્કસ સ્પર્શી જશે. પ્રખ્યાત હિન્દી ફિલ્મ ડિરેક્ટર અમિત રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ `ઓહ માય ડોગ' રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ માનવ અને પ્રાણી વચ્ચેના નિઃસ્વાર્થ પ્રેમ, વફાદારી અને લાગણીઓ અને ભ્રષ્ટ સિસ્ટમનું સુંદર ચિત્રણ છે.
આ ફિલ્મમાં ડિરેક્ટર અમિત રાયના દીકરા માહી રાય મુખ્ય ભૂમિકા (`ઓપો' નામના પાત્રમાં) જોવા મળશે. ફિલ્મમાં માહીએ અત્યંત તેજસ્વી બાળકનો રોલ નિભાવ્યો છે, જે પોતાના શ્વાન પ્રત્યેના લગાવને કારણે અત્યંત જોખમ ઉઠાવીને પણ એક મિશન પૂરું કરે છે. માહીની સાથે જ ફિલ્મનો લીડ હીરો આ ફિલ્મમાં કામ કરતો ડોગ પણ છે જે માહી જેવા જ મિશન ઉપર નીકળે છે. આ ફિલ્મમાં એકસાથે 250 કુતરાઓ પાસે કામ કરાવ્યું છે જે દાદ માંગી લેતું કામ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો