થોડા દિવસ પહેલાં જ બાર્બાડોસમાં `ક્રોપ ઓવર' ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો. જેમાં વર્લ્ડ ફેમસ પોપ સિંગર રિહાનાએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રિહાનાએ જે પ્રકારે ડ્રેસ પ્લસ હેડપીસ પહેર્યા હતા, તે સૌ કોઇને પસંદ આવ્યા હતા અને રિહાના આ ફેસ્ટિવલમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. અલબત્ત, તેની તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ પણ થઇ હતી. રિહાના ઘણા સમયથી આઇલેન્ડના સૌથી મોટા ફેસ્ટિવલમાં હરખભેર સામેલ થતી રહે છે. વધુમાં વર્ષ 2024 બાદ `ગ્રાન્ડ કડૂમેન્ટ ડે' પરેડમાં રિહાના પોતાના અસલ ફોમમાં પરત ફરી હતી. તેના પરત ફરતાં જ તેના ચાહકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી. રિહાનાએ જે ડ્રેસ-કોસ્ચ્યુમ પહેર્યો હતો તે ડિઝાઈનર લોરેન ઓસ્ટીને બનાવ્યો હતો. આ ડ્રેસ-કોસ્ચ્યુમમાં ઝીણો બોડીસૂટ હતો જેને ચમકાવવામાં આવ્યો હતો. પ્લસ તેમાં અઢળક રંગબેરંગી જેમસ્ટોન, ક્રિસ્ટલ, પંખીઓનાં કલરફુલ ફેધર (પીંછાં) અને બારીક બીડવર્ક જોવા મળ્યાં હતાં. નોંધનીય છે કે, ગ્રેમીએ અત્યાર સુધી 8 ગ્રેમી એવોર્ડ્સ જીત્યા છે અને તે જગપ્રસિદ્ધ બ્યૂટી બ્રાન્ડની ફાઉન્ડર પણ છે.

`સ્પાઇડર મેન : બ્રાન્ડ ન્યૂ ડે' બેક ટુ બેક રેકોર્ડ બ્રેક કરી રહી છે  

દુનિયાભરનાં થિયેટર્સમાં ફિલ્મ `સ્પાઇડર મેન : બ્રાન્ડ ન્યૂ ડે' છવાઇ ગઇ છે. આ ફિલ્મે બોક્સઓફિસ તો બ્રેક કરી છે, પણ નવા રેકોર્ડ્સ પણ નોંધાવ્યા છે. વર્ષ 2026ના પહેલા વીકમાં જ `ધુરંધર 2' પછી સૌથી વધુ કમાણી કરતી ફિલ્મમાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મ સુપરહિટ જતાં માર્વેલ સ્ટુડિયોએ સ્પાઇડીના ફેન્સ માટે નવી ખુશખબરી પણ આપી છે. તેઓ ટૂંકા સમયગાળામાં જ `સ્પાઇડર મેન 5' બનાવવાના છે, જે માટે તેમની ટીમે કમર પણ કસી લીધી છે. ફિલ્મનિર્માતા એમી પાસ્કલે એ પણ આશા વ્યક્ત કરી છે કે, આ નવા પ્રોજેક્ટમાં નિર્દેશક ડેસ્ટિન ડેનિયલ ક્રેટન પરત ફરી શકે છે. નોંધનીય છે કે, માર્વલ અને તેમની ક્રિએટિવ ટીમ અગાઉની યોજનાઓ તો ઘડી જ રહ્યા છે. જોકે, નેક્સ્ટ સ્પાઇડર મેન 5માં ટોમ હોલેન્ડ ફરીથી સ્પાઇડર મેન તરીકે જોવા નહીં મળે, પરંતુ એકાદ કેમિયો ચોક્કસ જોવા મળશે.

ફિલ્મ `માઇકલ' બાદ જાફર જેક્સનને બીજો મોટો પ્રોજેક્ટ મળ્યો  

પોપ સ્ટાર પ્લસ ડાન્સિંગ સ્ટાર તરીકે દુનિયાભરમાં ફેમસ દિવંગત માઇકલ જેક્સન પર જે બાયોપિક ફિલ્મ બની હતી, તેમાં તેના ભત્રીજા જાફર જેક્સને માઇકલની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ બ્રેક તો કરી હતી, સાથે સાથે જાફરને પણ એક ઉમદા કલાકાર તરીકે દર્શકોએ સ્વીકાર્યો હતો. તેના ભાગરૂપે જ તેને હોલિવૂડ તરફથી બીજો મોટો પ્રોજેક્ટ મળી રહ્યો છે. જેમાં તે સુપરસ્ટાર વીલ સ્મિથ સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળવાનો છે. આ ફિલ્મ કોઇ ડાન્સિંગ કે પોપ સિંગિંગને લઇને નહીં, પરંતુ એક ધમાકેદાર એક્શન થ્રિલર છે, જેનું નામ `સુપરમેક્સ' રાખવામાં આવ્યું છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે તે એમેઝોન એમજીએમ અને મિરામેક્સની ફિલ્મ `સુપરમેક્સ'માં દમદાર ભૂમિકા ભજવવાનો છે. હવે તેમાં જાફર કઇ ભૂમિકા કરવાનો છે તે વિશે જાણી શકાયું નથી. મૂળ સુપરમેક્સ એફબીઆઇ એજન્ટ્સ અને તેમાં જોવા મળતા સસ્પેન્સ પ્લસ દાવપેચ પર આધારિત છે. જાફર જેક્સનની સાથે વિલ સ્મિથ તો છે જ, પણ સાથે સાથે એના સોફિયો રોબ પણ જોવા મળશે.  

વીન ડિઝલની ધમાકેદાર ફિલ્મ `ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ' વર્ષ 2027માં રિલીઝ થશે 

છેલ્લા બે-ત્રણ દશકથી હોલિવૂડ ફિલ્મ ફ્રેન્ચાઇઝી `ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ' દુનિયાભરના દર્શકોનું મનોરંજન કરતી આવી છે. આ ફ્રેન્ચાઇઝીની તમામ ફિલ્મો બોક્સઓફિસ તો બ્રેક કરે જ છે, સાથે સાથે નેક્સ્ટ ફિલ્મ માટેની પણ તાલાવેલી જગાવે છે. જેના ભાગરૂપે થોડા દિવસ પહેલાં જ વીન ડિઝલે મીડિયાને જણાવ્યું હતું કે, મેં આગામી ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ માટેની સ્ક્રિપ્ટ વાંચી છે. આ સ્ક્રિપ્ટ વાંચીને હું ખૂબ જ ભાવુક થયો છું અને ટૂંકા સમયમાં જ હું આ સ્ક્રિપ્ટ પર કામ ચાલુ કરી દઇશ. વીન ડિઝલે વધુમાં જણાવ્યું હતું કે, `તમને અંદાજો પણ નથી કે, જ્યારે 17 માર્ચ, 2028ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તમે પ્રભુનો આભાર માનશો કે, તમે આ ફિલ્મ તમારા નજીકનાં થિયેટર્સમાં જોઇ લીધી છે.' અલબત્ત, આ ફિલ્મ 17 માર્ચ, 2028ના રોજ દુનિયાભરનાં થિયેટર્સમાં રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીની આ ફિલ્મની ફ્રેન્ચાઇઝીમાં રિયો ડી જનેરિયો, ટોકિયો, લંડન, હવાના અને અબુધાબી જેવાં શહેરોમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. દર્શકો હવે એ જાણવા પણ ઉત્સુક છે કે, નેક્સ્ટ તેઓ કયા શહેરને ફિલ્મમાં સમાવશે?


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો