ઓટીટી ક્વીન' તરીકે ઓળખાતી કરિશ્મા તન્નાના ઘરે ખુશીઓનો માહોલ છવાયો છે. 42 વર્ષની ઉંમરે અભિનેત્રી પ્રથમ વખત માતા બની છે અને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આ શુભ સમાચાર તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેને લઈને ચાહકો અને બોલિવૂડ-ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારો તરફથી દંપતીને સતત અભિનંદન મળી રહ્યાં છે. કરિશ્મા તન્ના અને તેના પતિ વરુણ બંગેરા તેમના જીવનના આ નવા પ્રકરણને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન માતા બનવાના અનુભવ અને મોડા માતા-પિતા બનવા અંગે વાત કરતાં કરિશ્માએ જણાવ્યું હતું કે, યોગ્ય સમયે નિર્ણય લેવો અને માનસિક રીતે તૈયાર હોવું ખૂબ જરૂરી છે. તેના મતે દરેક વ્યક્તિનું જીવનચક્ર અલગ હોય છે અને સાચા સમયે લેવાયેલો આ નિર્ણય તેમના માટે એક અદ્ભુત આશીર્વાદ સમાન છે. ઉલ્લેખનીય છે કે, કરિશ્મા તન્નાએ `ક્યોંકિ સાસ ભી કભી બહુ થી', `નાગિન' જેવા લોકપ્રિય ટીવી શોઝથી લઈને `સ્કૂપ' જેવી હિટ ઓટીટી સીરિઝમાં શાનદાર એક્ટિંગથી દર્શકોનાં દિલ જીત્યાં છે. હવે માતા બન્યા બાદ તે પોતાની લાઈફની આ નવી સફરને માણી રહી છે.
એક્ટ્રેસ ક્રિસ્ટલને મળી ધમકી કે પબ્લિસિટી સ્ટંટ?
ધુરંધર' અને `એક હજારોં મેં મેરી બહના હૈ' ફેમ લોકપ્રિય ટીવી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા હાલમાં એક શંકાસ્પદ અને રહસ્યમય ઘટનાને કારણે ચર્ચામાં છે. ક્રિસ્ટલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું કે તેની કારની વિન્ડસ્ક્રીન પર એક ચિઠ્ઠી છોડવામાં આવી હતી. આ નોટમાં લખ્યું હતું: `તમારું સત્ય ટૂંક સમયમાં બહાર આવશે.' આ ચિઠ્ઠી જોઈને અભિનેત્રી ભારે ચિંતામાં મુકાઈ ગઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે પોતાની ચિંતા વ્યક્ત કરતાં પૂછ્યું હતું કે, `મને સમજાતું નથી કે મારે હવે શું કરવું જોઈએ?' આ ઘટના બાદ તેના ચાહકોને ચિંતા થવા લાગી છે. બીજી તરફ સોશિયલ મીડિયા યૂઝર્સ અને નેટિજન્સનું માનવું છે કે આ કોઈ વાસ્તવિક ધમકી નથી, પરંતુ તેના આગામી શો `ધ ટ્રેટર્સ સીઝન 2'ના પ્રમોશનનો એક ભાગ હોઈ શકે છે.
માત્ર 23 વર્ષની ઉંમરે વાળ ખરી જતાં ડિપ્રેશનમાં સરી પડ્યા હતા `ભીડે'
લોકપ્રિય શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં `એકમેવ સેક્રેટરી' આત્મારામ ભીડેનું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા થયેલા અભિનેતા મંદાર ચંદવાડકરે પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કા વિશે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે 23 વર્ષની નાની ઉંમરે જ તેમના વાળ ખરવા લાગ્યા હતા, જેના કારણે તેઓ ગંભીર ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. તેમને એવું લાગવા માંડ્યું હતું કે હવે તેમને એક્ટિંગ ક્ષેત્રે ક્યારેય કામ નહીં મળે. દુબઈમાં મિકેનિકલ એન્જિનિયરની સારી નોકરી છોડીને અભિનયના ક્ષેત્રમાં કરિયર બનાવવા આવેલા મંદાર માટે આ સમય ખૂબ જ કઠિન હતો, પરંતુ તેમણે હિંમત ન હારી અને થિયેટર તથા સંઘર્ષ ચાલુ રાખ્યો. આખરે તેમની મહેનત રંગ લાવી અને તેમને `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં આત્મારામ તુકારામ ભીડેનો રોલ મળ્યો. આ રોલે તેમના જીવનની દિશા બદલી નાખી. આજે તેઓ પોતાના આ લુક અને કૌશલ્યના દમ પર લાખો દર્શકોનાં દિલ પર રાજ કરી રહ્યા છે.
નાગિન ફેમ નિઆ શર્મા સિકંદર સિંહ સાથે ડેટિંગ કરી રહી છે?
અભિનેત્રી નિઆ શર્મા પોતાની પર્સનલ લાઈફને લઈને ભારે ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માલદીવ્સ વેકેશનની કેટલીક સુંદર તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેને જોઈને તેના ચાહકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે અને નિઆના ડેટિંગને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. નિઆ શર્મા હાલમાં બિઝનેસમેન અને મોડલ સિકંદર સિંહ સાથે માલદીવ્સમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી હોવાની ચર્ચા છે. જોકે, બંનેએ એકસાથે કોઈ કપલ ફોટો શેર નથી કર્યા, પરંતુ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોનું બેકગ્રાઉન્ડ, લોકેશન અને સમાન સ્થળોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. ચાહકોએ તરત જ બંનેના લોકેશન મેચ કરીને અંદાજ લગાવી લીધો છે કે તેઓ સાથે જ રજાઓ માણી રહ્યાં છે. ફેન્સ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને પૂછી રહ્યા છે કે શું સિકંદર સિંહ જ તેનો મિસ્ટ્રી મેન છે?
ઇન્ટિમેટ સીન્સને લઈને નવીનાએ કર્યો ખુલાસો
ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી નવીના બોલ પોતાના બોલ્ડ નિવેદનને કારણે ચર્ચામાં આવી છે. ઓનસ્ક્રીન ઈન્ટિમેટ કે બોલ્ડ સીન્સના શૂટિંગ દરમિયાન કલાકારોની નિયત બગડવા કે તેઓ લાગણીઓમાં વહી જવા અંગે વાત કરતાં નવીનાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાનો નિષ્પક્ષ અભિપ્રાય આપ્યો છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, સ્ક્રીન પર બોલ્ડ કે ઈન્ટિમેટ સીન્સનું શૂટિંગ કરતી વખતે આવા કેસ થવાની શક્યતા નકારી શકાય નહીં. કેમેરા સામે કામ કરતી વખતે ક્યારેક એક્ટર્સ પોતાની ભાવનાઓ પરથી નિયંત્રણ ગુમાવી બેસે તે સ્વાભાવિક છે, કારણ કે માનવ સહજ સ્વભાવ મુજબ આવી સ્થિતિમાં `કંઈ પણ થઈ શકે છે'. નવીનાએ વધુમાં ઉમેર્યું કે, પ્રોફેશનલ એક્ટર્સ માટે આવા સીન્સ માત્ર શૂટિંગનો એક ભાગ હોય છે અને આસપાસ લાઈટ્સ, ડિરેક્ટર અને સમગ્ર ક્રૂની હાજરી હોય છે, પરંતુ તેમ છતાં પાત્રમાં ઊંડા ઊતરતી વખતે કેમેરા સામે અંગત અનુભવો કે લાગણીઓ ક્યારેક વહી જાય તે શક્ય છે.
શિવાંગી જોશીએ વ્યક્ત કરી આર્થિક સંઘર્ષની પીડા
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શિવાંગી જોશીએ પોતાના ભૂતકાળ અને પરિવારના આર્થિક સંઘર્ષ વિશે એક એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને ફેન્સ પણ ભાવુક થઈ ગયા છે. શિવાંગીએ જણાવ્યું હતું કે, કરિયરના શરૂઆતના દિવસોમાં તેનો પરિવાર અત્યંત ખરાબ નાણાકીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે તેના પરિવાર પાસે જમવા માટેના પણ પૈસા નહોતા. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે તેણે અને તેના પરિવારે ભારે મહેનત અને અસહ્ય સંઘર્ષ કરવો પડ્યો હતો. `યે રિશ્તા ક્યા કહલાતા હૈ' જેવા હિટ શોથી જાણીતી બનેલી શિવાંગીએ સાબિત કર્યું કે આજે તે જે સ્થાન પર છે તે તેના સખત પરિશ્રમ અને સમર્પણનું પરિણામ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો