વર્ષ 2026ની શરૂઆતથી જ આ ફિલ્મને લઇને બોલિવૂડમાં બઝ્ઝ વાગી રહ્યું હતું. ગત સપ્તાહે જ ફિલ્મ રિલીઝ થઇ અને તેને નેટિજન્સે એવરેજ હિટ સાબિત કરી આપી છે. આ ફિલ્મનાં કેટલાંક ગીતો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યાં છે, પરંતુ આ ફિલ્મનો સેકન્ડ હાફ ખૂબ જ બોરિંગ બન્યો હોવાની ફરિયાદ નેટિજન્સે કરી રહ્યાં છે. આ ફિલ્મ સાવ સરળ બની છે અને ફિલ્મમાં ઉત્સાહ જણાતો નથી તેવું નેટિજન્સનું કહેવું છે. વધુમાં રશ્મિકા મંદાનાની હિન્દી પણ થોડીક અલગ પડી જાય છે. સોશિયલ મીડિયા પર આ ફિલ્મને માત્ર થોડું એન્ટરટેઇનમેન્ટ પીરસતી ફિલ્મ તરીકે ગણવામાં આવી છે અને ફિલ્મની સ્ટોરીમાં કોઇ જ પ્રકારનો રસ જોવા મળતો નથી. જોકે, કોકટેલ 2ની સાથે અન્ય સ્ક્રીનમાં પણ સારી ફિલ્મ ન હોવાથી કોકટેલ 2ને તેનો સીધો લાભ મળી રહ્યો છે અને હજુ તે એકાદ સપ્તાહ ખેંચી શકે છે.
વિક્રમ ભટ્ટ `હોન્ટેડ 3ડી' પછી પણ એક ડરામણી ફિલ્મ બનાવશે
ભલે વિક્રમ ભટ્ટની ફિલ્મો બોક્સઓફિસ બ્રેક નથી કરતી, પરંતુ તેમની ફિલ્મો એવરેજ હિટ સાબિત થતી હોય છે. ગત તારીખ 12 જૂન, 2026ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ `હોન્ટેડ 3ડી : ઇકોઝ ઓફ ધ પાસ્ટ'ને દર્શકો અને નેટિજન્સ વધાવી રહ્યા છે. અલબત્ત, ફિલ્મ બોક્સઓફિસ રેકોર્ડ બ્રેક નથી કરી રહી, પરંતુ આ ફિલ્મને જોવા ઘણા દર્શકો આકર્ષાઇ રહ્યા છે. આ ફિલ્મમાં મિમોહ ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં છે. મૂળ વિક્રમ ભટ્ટ હોરર ફિલ્મો માટે વિશેષ જાણીતા છે. વિક્રમ ભટ્ટ હવે પોતાની ફિલ્મ `હોન્ટેડ 3ડી' પછી પ્રોડ્યૂસર આનંદ પંડિતની સાથે મળીને ફિલ્મ `1920 કોલ્ડ વિન્ટર' બનાવવા જઇ રહ્યા છે. જોકે, આ ફિલ્મ પણ અન્ય ફ્રેન્ચાઇઝીની ફિલ્મ જેવી જ રહેશે.
હવે રણવીર સિંહ દોઢ વર્ષ સુધી કોઇ જ ઇન્ટરવ્યૂ નહીં કરે
ગત વર્ષના અંતે અને વર્ષ 2026ના માર્ચ માસમાં રણવીર સિંહની ફિલ્મ `ધુરંધર 1 અને ધુરંધર 2'એ ધૂમ મચાવી દીધી હતી. અલબત્ત, વર્ષ 2025-2026 મૂળ હિટ ફિલ્મોમાં આ બેય ફિલ્મ ટોપ પર રહી છે અને તેને ફાઇટ આપતી કોઇ ફિલ્મ હજી સુધી રિલીઝ થઇ નથી. જોકે, આ દરમિયાન રણવીર સિંહ પર ફરહાન અખ્તરને પોતાની ફિલ્મ `ડોન 3'ને લઇને વિવાદ હતો અને આ બાબતે સોશિયલ મીડિયા પર અને અન્ય વાદવિવાદો પણ જોવા મળ્યા હતા. જેમાં રણવીર સિંહને કોઇ પણ ફિલ્મ ન કરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હતું. હાલમાં આ બધી બાબતોનો તો અંત આવ્યો છે, પરંતુ રણવીર સિંહ હવે આ વાત પર કે અન્ય વાત પર 18 મહિના સુધી કોઇ પણ ઈન્ટરવ્યૂ કરશે નહીં તેવી જાહેરાત કરી છે. તે હવે પોતાની આગામી ફિલ્મ `પ્રલય'ને લઇને તડામાર તૈયારી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે,`પ્રલય' ફિલ્મ મુંબઇ પર આધારિત છે અને તે એક પોસ્ટ-અપોકેલિપ્ટિક ઝોમ્બી થ્રિલર છે. આ ફિલ્મનું નિર્દેશન હંસલ મહેતાનો દીકરો જય મહેતા કરવાનો છે.
`મૈં વાપસ આઉંગા'ને લઈને ઇમ્તિયાઝ ખુશી વ્યક્ત કરી
છેલ્લા બે સપ્તાહમાં ઘણી ફિલ્મો રિલીઝ થઇ હતી. આ બધી ફિલ્મોની વચ્ચે ઈમ્તિયાઝ અલીની ફિલ્મ `મૈં વાપસ આઉંગા' પણ રિલીઝ થઇ હતી. આ ફિલ્મને નેટિજન્સે વધાવી તો હતી જ, પરંતુ આ ફિલ્મ બોક્સઓફિસ કલેક્શન નહોતી કરી શકી. અલબત્ત, ફિલ્મને ક્રિટિક્સે પણ વધાવી હતી. પ્લસ ફિલ્મની સ્ટોરી, એક્ટિંગ અને નિર્દેશનને પણ સૌ કોઇ દર્શક વધાવી રહ્યું છે. જોકે, ફિલ્મ હજી સુધી સૌ કોઇ સુધી પહોંચી નથી અને કમાણી પણ ન કરી શકવાથી સૌ કોઇ ઇમ્તિયાઝ અલી આ વિશે શું કહી રહ્યા છે તે જાણવા માંગી રહ્યા છે. જેના જવાબમાં ઇમ્તિયાઝ અલીએ જણાવ્યું હતું કે, અમારી આ ફિલ્મ કોઇ મોટા સ્ટાર પર આધારિત નથી તેથી આ થવું સ્વાભાવિક છે, પણ જો ફિલ્મ સારી જઇ રહી છે તો ધીમે ધીમે તે માઉથ પબ્લિસિટીથી પણ હિટ જઇ શકે છે. મને ખુશી છે કે, આ ફિલ્મને જેટલા લોકોએ પણ જોઇ છે તેમના દિલમાં ચોક્કસ સ્થાન બનાવી રાખ્યું છે.
ખરાબ ફિલ્મોને સારી બનાવવાનો ટ્રેન્ડ ચાલે છે : મનોજ વાજપેયી
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા બે-ત્રણ દશકથી મનોજ વાજપેયી કાર્યરત છે. મનોજ વાજપેયીએ અત્યાર સુધીની પોતાના ફિલ્મી કરિયરમાં વિલનથી લઇને પોલીસ અધિકારી કે પછી સામાન્ય વ્યક્તિ તરીકેની તમામ ભૂમિકાઓ ભજવી જાણી છે. બોલિવૂડમાં તેમનો દબદબો આજે પણ યથાવત્ છે. થોડા દિવસ પહેલાં જ તેમણે બોલિવૂડ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યાં હતાં. તેમના જણાવ્યા પ્રમાણે હાલમાં બોલિવૂડમાં એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે, જો તમારી ફિલ્મ સાવ ખરાબ હશે તો પણ ફિલ્મની સાથે સંકળાયેલી પી.આર. ટીમ તમારી ખરાબ ફિલ્મોને એકદમ સારી છે અને બ્લોકબસ્ટર હિટ છે તેવું સાબિત કરવા લાગી જાય છે. વધુમાં તે કામ સોશિયલ મીડિયામાં હવે સરળ બની રહ્યું છે. જોકે, આજના નેટિજન્સ આ બધું જાણી રહ્યા છે કે, કઇ ફિલ્મ સારી છે કે ખરાબ, તેથી આ બધું એક તબક્કે વ્યર્થ જ છે સમજો. પોતાની વાતના અંતે મનોજે જણાવ્યું હતું કે, તેઓ પોતાની ફિલ્મનું પ્રમોશન ચોક્કસ કરે છે, પરંતુ તે પોતાની ફિલ્મને વધારે ચડાવીને પ્રસ્તુત નથી કરતા.
આમિર ખાન હવે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માટે તત્પર છે
બોલિવૂડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતો આમિર ખાન હવે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર બનવાની છે. જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પ્રેરણાદાયક જિંદગી પર આધારિત રહેશે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આમિર ખાન પ્રોડક્શનન્સે નજીકના ભવિષ્યમાં જ આ ડોક્યુમેન્ટરી બનાવવાની જાહેરાત કરી છે. મૂળ આ ફિલ્મમાં તેમના જીવનના અહમ પડાવ, સંઘર્ષ, પડકાર તેમજ તેમનાં કેટલાંક વ્યક્તિગત દુઃખને પણ દર્શાવવામાં આવશે. અલબત્ત, તેઓ કેવી રીતે ભારતનાં રાષ્ટ્રપતિ બન્યાં તે તમામ બાબતોને આ ડોક્યુમેન્ટરીમાં સમાવી લેવામાં આવશે. રાષ્ટ્રપતિ મુર્મુની જિંદગી પર ડોક્યુમેન્ટરી બનાવવા માટે સ્વાતિ ચક્રવર્તી ભટકલની પસંદગી કરવામાં આવી છે. સ્વાતિ ચક્રવર્તી આવી ડોક્યુમેન્ટરી બનાવવા માટે પરફેક્ટ છે, કારણ કે સ્વાતિ અગાઉ પણ `રૂબરૂ રોશની' નામની સફળ ડોક્યુમેન્ટરી બનાવી ચૂકી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો