અમેરિકન ટીન સિટકોમ `વિક્ટોરિયસ'ની આગામી સિક્વલ અને સ્પિન-ઓફ ટેલિવિઝન શ્રેણી છે, જેનું પ્રીમિયર 15 ઓક્ટોબર, 2026ના રોજ Netflix પર થવાનું છે. આ શ્રેણી ટ્રીના વેગા પર કેન્દ્રિત છે. ટ્રીના તે જ `હોલિવૂડ આર્ટ્સ હાઈસ્કૂલ'માં શિક્ષિકા તરીકે પાછી ફરે છે, જ્યાં તે એક સમયે પોતે પણ ક્યારેક વિદ્યાર્થિની હતી. ત્યારે મહત્ત્વાકાંક્ષી અને વિચિત્ર સ્વભાવના વિદ્યાર્થીઓની નવી પેઢી સાથે તેને સંઘર્ષ અને પ્રેરણા બંનેનો સામનો કરવો પડે છે. તે પર્ફોર્મિંગ આર્ટ્સ (પ્રદર્શન કળા) માટેની વિશ્વવિખ્યાત શાળા છે. `હોલિવૂડ આર્ટ્સ' મૂળ શ્રેણીના દાયકાઓ પછીની વાર્તા રજૂ કરે છે અને તે લોસ એન્જેલસની એ જ પ્રતિષ્ઠિત પર્ફોર્મિંગ આર્ટ્સ સ્કૂલ પર પાછી ફરે છે.
તફાવત એ છે કે ટોરી વેગા અને તેના મિત્રો હવે વાર્તાનું મુખ્ય કેન્દ્ર નથી, કારણ કે હવે નવી પેઢી તેની કમાન સંભાળે છે. ટ્રીનાનું આગમન આ શોને `વિક્ટોરિયસ' સાથે જોડે છે, પરંતુ નવા વિદ્યાર્થીઓ પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે સજ્જ છે.
છેવટે જાનમાં જાન આવ્યો
પૂજા મેરી જાન
ક્રાઈમ અને સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ લગભગ ચાર વર્ષ સુધી અટવાયેલી રહી હતી, જે છેવટે 2 ઓક્ટોબરના રોજ Z5 પર સીધી રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ પૂજા નામની એક યુવતીની વાર્તા કહે છે, જેનું જીવન તેના બોયફ્રેન્ડ અનિકેતના મૃત્યુ બાદ જટિલ બની જાય છે. ત્યારબાદ પૂજા પર આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો આરોપ મૂકવામાં આવે છે. આ ગંભીર ભાવનાત્મક સંકટ વચ્ચે, તેને તેની મિત્ર અને વકીલ સાનાનો સહારો મળે છે. પૂજાનું ઊથલપાથલભર્યું જીવન એક જોખમી અને આક્રમક હદ સુધીના ગાંડપણભર્યા પ્રેમનો શિકાર બન્યું છે. આ મામલો શંકા તથા કોર્ટરૂમ ડ્રામાથી ભરેલા કેસમાં ફેરવાઈ જાય છે. આ ફિલ્મ સ્ટોકિંગ (પીછો કરવો), અતિશય ઝનૂન, સંબંધોના નકારાત્મક પાસાં અને સાયબર ક્રાઈમ જેવા મુદ્દાઓને આવરી લે છે. શૂટિંગ વાસ્તવમાં 2022માં જ પૂર્ણ થઈ ગયું હતું અને ત્યારથી તે રિલીઝ થવાની રાહ જોઈ રહી છે.
વધુ આશ્ચર્યો સાથે પરત ફરે છે ધ ડિપ્લોમેટ સીઝન 4
આ સીરિઝની વાર્તા આંતરરાષ્ટ્રીય તણાવ અને વ્યક્તિગત સંબંધોની આસપાસ ફરતી રહે છે. કેટ વાઈલર રશિયા અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચેના યુદ્ધથી વિશ્વને બચાવવાનો પ્રયાસ કરે છે. કોના પર વિશ્વાસ કરવો તે નક્કી કરવામાં કેટને મુશ્કેલી પડે છે. કેટ વાઈલરે રાજદ્વારી કટોકટીઓ, રાજકીય દાવપેચ અને જરાય સરળ ન હોય તેવા લગ્નજીવનના ત્રણ તબક્કાઓનો સામનો કર્યો છે. હવે કદાચ તેણે આ ત્રણેય બાબતોનો એકસાથે સામનો કરવો પડી શકે છે. રાષ્ટ્રપતિ ગ્રેસ પેન (એલિસન જેની) અને ઉપરાષ્ટ્રપતિ હેલ વાઈલર (રુફસ સેવેલ) રશિયાના એક શક્તિશાળી શસ્ત્રના મામલે ગુપ્ત રીતે એક થઈ ગયા છે. એક એવું પગલું જે અમેરિકાને યુદ્ધ તરફ ધકેલી શકે છે. સ્વાભાવિક છે કે, કેટ આ બાબતને ચૂપચાપ સહન કરી લે તેવી નથી. સૌથી મોટું આશ્ચર્ય જ આ છે. આ સીરિઝ દમદાર હોવાની સંપૂર્ણ શક્યતા છે. 15 ઓક્ટોબરે Netflix એકસાથે આઠ આઠ એપિસોડમાં વાસ્તવમાં યુદ્ધખોર એવા અમેરિકાનો પડદા પર બચાવ કરશે.
બોડી મોડિફિકેશનની ગજબ ગાથા સાયબરપંક : એજરનર્સ2
વીડિયો ગેમ `સાયબરપંક 2077' પર આધારિત, 2022ની `સાયબરપંક : એજરનર્સ'ની સિક્વલ શ્રેણી, 20 ઓક્ટોબરના રોજ Netflix પર રિલીઝ થવાની છે. આ પ્રથમ સીઝનથી અલગ એવી એક સ્વતંત્ર સિક્વલ છે. એક પ્રખ્યાત વિજ્ઞાન સાહિત્ય સાયબરપંક એનિમ સીરિઝ છે. વાર્તા ભવિષ્યના એક ઉત્તર અને દક્ષિણ કેલિફોર્નિયાના `ફ્રી સ્ટેટ્સ' વચ્ચે આવેલ કાલ્પનિક શહેર `નાઇટ સિટી'માં સેટ થયેલી છે. આ એક એવું શહેર છે જે ટેક્નોલોજી, ભ્રષ્ટાચાર અને બોડી મોડિફિકેશન (શરીરમાં સાયબરનેટિક પાર્ટ્સ બેસાડવા)થી ભરેલું છે. આ મહાનગર શરીરના સાયબરનેટિક ફેરફારોના અતિરેક, બેફામ ગેંગ હિંસા અને ભ્રષ્ટ મ્યુનિસિપલ સરકારને કારણે વણસેલા કોર્પોરેટ સંઘર્ષોથી પીડાય છે. છ મુખ્ય જિલ્લાઓમાં વહેંચાયેલું શહેરનું નિયંત્રણ વિવિધ મેગા-કોર્પોરેશનો દ્વારા કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે `અરાસાકા' અને તેની હરીફ કંપની `મિલિટેક'નો સમાવેશ થાય છે.
પરિવર્તન લાવે છે : ધ ટર્મિનલ લિસ્ટ સીઝન 2
વધુ ડ્રામા, સસ્પેન્સ અને વળાંકો ધરાવતી ષડ્યંત્ર આધારિત અમેરિકન એક્શન-થ્રિલર શ્રેણીના તમામ આઠ એપિસોડ 21 ઓક્ટોબરના રોજ Amazon Prime Video પર જોવા મળશે. આ સીઝન જેક કારના બેસ્ટ-સેલિંગ પુસ્તક `ટ્રુ બિલીવર' પર આધારિત છે. પોતાનું મિશન પૂરું કર્યા પછી જેમ્સ રીસ જીવનમાં એક નવા ઉદ્દેશની શોધમાં છે. જ્યારે CIA તેને ઘેરી લે છે, ત્યારે પોતાનું નામ નિર્દોષ સાબિત કરવા માટે તેણે એક ખતરનાક આતંકવાદી જૂથને રોકવું પડે છે. આ ગ્લોબ-ટ્રોટિંગ મિશન એક બદલો લેવાની થ્રિલર ફિલ્મથી આંતરરાષ્ટ્રીય જાસૂસી ગાથામાં વિસ્તરે છે. આ કાવતરું મોસ્કોથી લેંગલી સુધી ફેલાયેલું છે અને રીસના પોતાના પરિવારના ઇતિહાસ સાથે જોડાયેલું છે. એક મોટા ષડ્યંત્રનો પર્દાફાશ કરે છે. સીઝન વનની મનોવૈજ્ઞાનિક બદલાની થ્રિલર હવે વૈશ્વિક જાસૂસી થ્રિલરમાં પરિવર્તિત થાય છે, જે રીસને હિંદ મહાસાગર, દક્ષિણ અને ઉત્તર આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપની સફરે લઈ જાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો