શ્રેણી સ્વતંત્રતા બાદ ભારતના પરમાણુ અને અવકાશ વિજ્ઞાનના પાયાના કાર્યક્રમોનું નિર્માણ કરનારા ડૉ. હોમી જે. ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઈની પ્રેરણાદાયી સફર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સીઝન 1માં બે અસાધારણ પુરુષો ડૉ. હોમી જે. ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઈની વાર્તા છે. આ વાર્તા ભારતના ઇતિહાસના ત્રણ મહત્ત્વપૂર્ણ દાયકાઓ (1940-60) અને રાષ્ટ્ર કેવી રીતે એક મજબૂત, બહાદુર અને સ્વતંત્ર રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે તેની આસપાસ સેટ છે. સીઝન 2, રોકેટ બોય્ઝની બીજી સીઝન સ્વતંત્ર ભારતના શરૂઆતનાં વર્ષોમાં બને છે જ્યારે રાષ્ટ્ર રાજકીય અશાંતિ, આંતરિક સત્તા પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા તેની આકાંક્ષાઓ પર નજર રાખવામાં આવી રહી હતી. ડૉ. હોમી જે. ભાભા, ડૉ. વિક્રમ સારાભાઈ અને ડૉ. એપીજે અબ્દુલ કલામના અસાધારણ જીવન અને સમયનો અહેવાલ રજૂ કરે છે, કારણ કે તેઓ ભારતને પરમાણુ શક્તિ બનાવવાના તેમના પ્રયાસમાં અવરોધોનો સામનો કરે છે.

કેકે મેનન, કરણ ટેકર, તાહિરનું શાનદાર પર્ફોર્મન્સ : સ્પેશિયલ ઓપ્સ

એક ઝડપી ગતિવાળી ઇન્ટેલિજન્સ થ્રિલર, જે આતંકવાદના સૂત્રધારોની દાયકાઓ લાંબી શોધની કથા રજૂ કરે છે. સીઝન 1; હિંમત સિંહ 19 વર્ષના લાંબા શિકાર અને આતંકવાદી હુમલા પાછળના એક જ માસ્ટરમાઇન્ડને પકડવા માટે પોતાની ટીમ સાથે કામ કરે છે. સીઝન 2; વાર્તા ડિજિટલ અને સાઇબર વોર તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાથે જોડાયેલાં નવાં જોખમો અને મિશન પર આગળ વધે છે. આ શ્રેણી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના હિંમત સિંહ(મેનન)ને અનુસરે છે, જે આતંકવાદી હુમલાઓમાં સમાન પેટર્ન શોધે છે અને તેને ખાતરી છે કે બધા હુમલાઓ પાછળ એક જ વ્યક્તિનો હાથ છે. વિશ્વના વિવિધ ભાગોમાં રહેતા પાંચ એજન્ટોની તેમની ટાસ્ક ફોર્સ ટીમ માસ્ટરમાઇન્ડને પકડવાનું લક્ષ્ય રાખે છે. વાર્તા ઝડપી ગતિએ આગળ વધે છે. એક પછી એક ટ્વિટ આવે છે, નવાં પાત્રો આવે છે અને સતત કંઈક નવું બને છે.  

એક ભારતીય સૈનિકનો અદમ્ય જુસ્સો : જીત કી ઝિદ

ભારતીય સેનાના રિઅલ હીરો મેજર દીપેન્દ્ર સિંહ સેંગરના જીવન પર બનેલી એક પ્રેરણાદાયી સાત એપિસોડની વેબ સીરિઝ છે. કારગિલ યુદ્ધના નાયક મેજર દીપેન્દ્ર સિંહ સેંગરની આઝાદી પછીની સાચી લશ્કરી દૃઢતા અને વ્યક્તિગત વિજયની ગાથા રજૂ કરે છે. કારગીલ યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ ચાલવાની ક્ષમતા ગુમાવી દેનાર મેજર દીપેન્દ્ર સિંહ સેંગરની અદમ્ય ઇચ્છાશક્તિ અને સંઘર્ષની સાચી કહાની છે. ઉત્તર-પૂર્વ અને જમ્મુ-કાશ્મીર(1999)માં અનેક લડાયક પરિસ્થિતિઓનો સામનો કરે છે. એકવાર પેટમાં અનેક ગોળીઓ વાગવાથી તેઓ ઘાયલ થયા હતા. જોકે, સાજા થયા બાદ તેઓ ફરીથી યુદ્ધના મેદાનમાં પરત ફર્યા હતા. 

     તેમણે `ઓપરેશન વિજય'માં ભાગ લીધો હતો અને એક મહત્ત્વપૂર્ણ પહાડી ચોકી (પીક) કબજે કરી હતી. બાદમાં લડાઈ દરમિયાન તેઓ ફરી ઘાયલ થયા હતા અને ઈજાઓની ગંભીરતાને કારણે તેમને આજીવન પથારીવશ રહેવું પડે તેવી સ્થિતિ જાહેર કરવામાં આવી હતી.

ભારતીય મિલિટરી ડ્રામા સીરિઝ અવરોધ : ધ સીજ વિધિન

એક તણાવપૂર્ણ સૈન્ય ડ્રામા, જે 2016ની ઉરી સર્જિકલ સ્ટ્રાઇક્સ પાછળની વ્યૂહાત્મક યોજનાની વિગતો રજૂ કરે છે. આ સીરિઝ શિવ અરુર અને રાહુલ સિંહના પ્રખ્યાત પુસ્તક `India's Most Fearless'ના એક પ્રકરણ પર આધારિત છે. નવ ભાગની શ્રેણીના પહેલા સાત એપિસોડ હુમલાના આયોજનમાં ઊંડાણપૂર્વક ભાગ ભજવે છે, જ્યારે છેલ્લા બે એપિસોડ હુમલાને આવરી લે છે. સીઝન 1 (2020); 9 એપિસોડ છે, જેમાં ઉરી હુમલાનું પ્લાનિંગ અને સેનાની જવાબી કાર્યવાહી(સર્જિકલ સ્ટ્રાઈક)ની પડદા પાછળની વાર્તા વિગતવાર દર્શાવવામાં આવી છે. સીઝન 2 (2022); આ એક સ્ટેન્ડઅલોન સિક્વલ છે, જે ભારતીય સેના દ્વારા આતંકવાદી હુમલા અને નકલી નોટોના નેટવર્કને રોકવા માટે કરાયેલા ઓપરેશન્સ પર આધારિત છે. તમે દેશભક્તિ અને આર્મી ઓપરેશન્સ પર આધારિત વાર્તાઓ જોવી પસંદ કરતા હોવ, તો આ સીરિઝ એક રોમાંચક વિકલ્પ છે.

મુંબઈ ડાયરીઝ : તબીબી સ્ટાફમાં આવતા પડકારો

મુંબઈ ડાયરીઝ 26/11 શ્રેણી 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ દરમિયાન અગ્ર હરોળના કાર્યકરો, ખાસ કરીને ડોક્ટરો અને હોસ્પિટલના કર્મચારીઓના સંઘર્ષ અને વીરતાનું નિરૂપણ કરે છે. સરકારી હોસ્પિટલના ઇમરજન્સી રૂમમાં સેટ છે, જે કટોકટીના સમયે તબીબી કર્મચારીઓ અને પ્રથમ પ્રતિભાવ આપનારાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 9 સપ્ટેમ્બર, 2021ના રોજ પ્રથમ સીઝન રિલીઝ થઈ હતી. બીજી સીઝન 6 ઓક્ટોબર, 202૩ના રોજ રિલીઝ થઈ હતી. બીજી સીઝનની વાર્તા 2005ના મુંબઈ પૂર પર આધારિત છે. મુંબઈમાં આવેલા પૂરની પૃષ્ઠભૂમિ પર રચાયેલી આ વાર્તા સમગ્ર શહેરમાં તેમજ ઈમરજન્સી રૂમમાં અસંખ્ય લોકોના જીવ બચાવવા માટે તબીબી સ્ટાફ દ્વારા કરવામાં આવતા પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મોહિત રૈના અને કોંકણા સેન શર્મા બંને સીઝનમાં મુખ્ય ભૂમિકામાં રહ્યાં છે.     


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો