બોક્સઓફિસ માર્કેટમાં કરન્ટલી વુમન એમ્પાવરમેન્ટનો સિક્કો કોઈનો વાગતો હોય તો એ આલિયા ભટ્ટ છે. મહેશ ભટ્ટની દીકરી તરીકે હિન્દી સિનેમામાં એન્ટ્રી મેળવનારે એવી ઓળખ મેળવી લીધી છે કે આજે લોકો મહેશ ભટ્ટને આલિયાના પિતા તરીકે ઓળખે છે. હિટ ફ્લોપ એ કોઈ પણ કલાકારની ફિલ્મોગ્રાફીનો ભાગ છે, પરંતુ આલિયાએ જે આઈડેન્ટી ક્રિએટ કરી છે એ સૌથી તાકાતવાળી બાબત છે. આલિયાની આજે બિગ બજેટ ફિલ્મ આલ્ફા રિલીઝ થવાની છે. યશરાજ સ્પાય ફિલ્મ યુનિવર્સિની ફર્સ્ટ ફિમેલ એજન્ટ ફિલ્મ છે. એક થા ટાઈગર, પઠાણ, વોર કેટેગરીમાં આલ્ફા ફિલ્મનું નામ હવેથી જોડાયેલું રહેશે. ફિલ્મનું રિઝલ્ટ શું આવશે એ આજથી શરૂ થતાં બોક્સઓફિસ કાઉન્ટડાઉન મીટર કહી દેશે!   

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર સફળતા મેળવવી સહેલી નથી. રોમ કોમ ટાઈપની ફિલ્મોથી આલિયાનું બોક્સઓફિસ કાઉન્ટડાઉન શરૂ થયું હતું, પણ સોલો લીડ લેડીમાં બોક્સઓફિસ પર પોતાના નામે ફિલ્મને હિટ કરવાનો રેકોર્ડ બોલે છે. આલિયાનો સક્સેસ સેન્સેક્સ સૌથી હાઈ છે. એવું નથી કે આલિયાની ફિલ્મોગ્રાફીમાં ગ્રેટેસ્ટ અને બ્લોકબસ્ટર ફિલ્મો જ છે. આલિયાએ પણ કલંક અને સડક 2 જેવી જીરો રેટિંગની ફિલ્મો આપી છે, પરંતુ આલિયાનો ગ્રાફ સોલિડ છે. તેની ફિલ્મોની પસંદગી અને લીડ લેડી તરીકે બ્લોકબસ્ટર ફિલ્મો આપવાનો ટ્રેક સૌથી પાવરફુલ છે. 

આલિયાને ફિલ્મો મેળવવા માટે ભલે સંઘર્ષ ન કરવો પડ્યો હોય, પણ પોતાની જાતને સાબિત કરવા તનતોડ મહેનત કરી છે. વળી, બ્રાન્ડ સ્ટારના સહારાની જરૂર પડી નથી. વિદ્યા બાલન, કંગના રનૌતની જેમ એ બોક્સઓફિસ પર પોતાના નામે ફિલ્મોને હિટ કરાવી શકે એવી એની પકડ છે. 

ચૌદ વર્ષની ફિલ્મી કરિયર આલિયાના નામે લખાઈ ગઈ છે અને વળી સક્સેસ ફિલ્મોની સાથે સૌથી વધુ ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસની ટ્રોફી જીતવાનો રેકોર્ડ પણ તેના નામે બોલાવા લાગ્યો છે. નૂતન અને કાજોલના ખાતામાં પાંચ બ્લેકલેડી હતી અને હવે સૌથી વધુ અભિનેત્રી તરીકે બ્લેકલેડી આલિયા ભટ્ટ પાસે છે. આલિયાને છ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડની ટ્રોફી મળી છે અને ત્રણ વરસ લગાતાર એવોર્ડ જીતવાનું સન્માન પણ તેના નામે છે. 2023માં ગંગુબાઈ કાઠિયાવાડી, 2024માં રોકી ઔર રાની કી પ્રેમકહાની અને 2025માં જીગરા ફિલ્મ માટે આલિયાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.   

સ્ટુન્ટ ઓફ ધ યર ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર આલિયા ભટ્ટ નામનો સિતારો ચમકવાનું શરૂ થયું હતું. આજે ભારતીય સિનેમાના ફિલ્મકારો સૌથી મોંઘી ફિલ્મ આલિયા ભટ્ટ સાથે બનાવી રહ્યા છે. આલિયાએ મલ્ટિપલ જોનરમાં પોતાના અભિનયને ચમકાવ્યો છે. આ નામ પર જેટલો નિર્માતાઓને ભરોસો બેસવા લાગ્યો એટલો દર્શકો પણ કરવા લાગ્યા છે. 

હાઈવે, 2 સ્ટટેસ, હમ્પ્ટી શર્મા કી દુલ્હિનયા, શાનદાર, કપૂર એન્ડ સન્સ, ઉડતા પંજાબ, ડિઅર જિંદગી, રાઝી, ગુલ્લી બોય, કલંક, સડક 2, ગંગુબાઈ કાઠિયાવાડી, ડાર્લિંગ્સ, બ્રહ્માસ્ત્ર, રોકી ઔર રાની કી પ્રેમકહાની, હાર્ટ ઓફ સ્ટોન અને જીગરા જેવી ફિલ્મોગ્રાફીમાં આલિયાનું નામ ગુંજ્યું છે. રાઝી ફિલ્મથી આલિયાએ બાજી પલટાવી નાખી એમ કહીએ તો પણ ચાલે. આલિયાએ એક્સલન્ટ એક્ટિંગ, કલ્ટ ફિલ્મ અને બોક્સઓફિસ હિટનું ટ્રિપલ ટેગ એકસાથે રાઝી ફિલ્મમાં મેળવ્યું. દિગ્દર્શક મેઘના ગુલઝારે 2018માં સ્પાય થ્રિલર રાઝી ફિલ્મ બનાવી. સ્પાય યુનિવર્સ કોન્સેપ્ટ અત્યારે હિટ છે, પણ હિરોઈનના ખભા પર આવી ફિલ્મ બનાવવાનું સાહસ મેઘના ગુલઝાર જ કરી શકે. આલિયા ભટ્ટની રાઝીએ દર્શકોને રાજીના રેડ કરી દીધા.   

આલિયાનો પણ વચ્ચે નબળો સમયગાળો આવ્યો હતો. કરણ જોહરની મલ્ટિસ્ટારર બિગ બજેટ કલંક ફિલ્મ આલિયા માટે સૌથી મોટી ફ્લોપ ફિલ્મ બની. જે ફિલ્મથી મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટની જોડીને હિટનો સિમ્બોલ મળ્યો હતો એ સડકના નામે બીજો ભાગ આલિયાને લઈને મહેશ ભટ્ટે બનાવીને દેવાળું ફૂંક્યું હતું. વર્ષો પછી મહેશ ભટ્ટે ડિરેક્ટર તરીકે કમબેક કર્યું હતું, પણ આલિયાની કરિયરને બિગેસ્ટ ડિઝાસ્ટર ફ્લોપ ફિલ્મ સડક 2 બની હતી, પણ જેવો કોરોનાનો સમયકાળ પૂરો થયો અને આલિયાના નામે ગ્રાન્ડ સક્સેસ ફિલ્મો આવવા લાગી. એસ. એસ. રાજામૌલીની ટ્રિપલ આરમાં મહત્ત્વનું કિરદાર હતું. ગંગુબાઈ કાઠિયાવાડીથી સંજય લીલા ભણસાલી સાથે કોમ્બો સેટ થયો અને તેની સાથે જ રણબીર કપૂર અને વિકી કૌશલની લવ એન્ડ વોર ફિલ્મ આવતા વરસે રિલીઝ થવાની છે. 

રણબીર સાથેની બ્રહ્માસ્ત્ર બિગ હિટ થઈ તો ફર્સ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનમાં મહેમાન કલાકારના બદલે લીડ રોલમાં આલિયા જોવા મળી હતી.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો