દુનિયાભરમાં ડીસીના ફેન્સ જોવા મળી રહ્યા છે. આ ડીસી ફેન્સ હવે આગામી ફ્રેન્ચાઇઝી ફિલ્મ `વંડર વુમન'માં ફરીથી ગેલ ગેડોટને જ જોવા માંગી રહ્યા છે. જોકે, ફિલ્મ મેકર્સ દ્વારા નેક્સટ વંડર વુમન પ્રોજેક્ટમાં ગેલ ગેડોટ જોવા મળશે કે કેમ તે બાબતે સ્પષ્ટ નથી. અલબત્ત, ગેલ ગેડોટે એક મીડિયા ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભલે તેને નેક્સ્ટ વંડર વુમન ફ્રેન્ચાઇઝીને સમાવવામાં ન આવે પરંતુ તે આ ફ્રેન્ચાઇઝી આગળ વધે અને દર્શકોને મનોરંજન થાય તેવી તેમની ઇચ્છા છે. વધુમાં હજી ગેલ ગેડોટે ડીસી સ્ટૂડિયો તેમજ ડાયરેક્ટર જેમ્સ ગન સાથે પણ આ બાબતે કોઇ વાત થઇ નથી તેમ જણાવ્યું હતું. જોકે, ગેલ ગેડોટે સ્મિત કરતા જણાવ્યુ હતું કે, જ્યારે તેમણે થોડા સમય પહેલા ડીસી સ્ટૂડિયોની મુલાકાત લીધી હતી ત્યારે તેમ જણાવવામાં આવ્યું હતું કે, તેઓ `વંડર વુમન 3' ડેવલપ કરવા માંગે છે. હવે જોવું રહ્યું કે, ડીસી ફિલ્મ મેકર્સ `વંડર વુમન 3' બનાવશે કે કેમ? અને તેમાં ગેલ ગેડોટ કે અન્ય નવી એક્ટ્રેસ તરીકે હશે કે કેમ?
ફરી એકવાર ફિલ્મ `એવેન્જર્સ એન્ડગેમ' રિલીઝ થશે
જેદર્શકોએ ફિલ્મ `એવેન્જર્સ એન્ડગેમ' મોટા પડદે જોઇ નથી તે દર્શકો માટે ફરી એકવાર આ ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે. વર્ષ 2019માં ફિલ્મ `એવેન્જર્સ એન્ડગેમ' રિલીઝ થઇ હતી. આ ફિલ્મે દુનિયાભરના દર્શકોને આકર્ષ્યા હતા. હવે જ્યારે આ ફિલ્મ ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે ત્યારે આ ફિલ્મમાં કેટલાક નવા કન્ટેટ પણ રજુ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં `એવેન્જર્સ ડૂમ્સ ડે'ની ઝલક પણ જોવા મળશે. વર્લ્ડ વાઇડ આ ફિલ્મ 18 ડિસેમ્બર 2026માં રિ-રિલીઝ કરવામાં આવશે. જોકે, ભારતમાં આ ફિલ્મને `એવેન્જર્સ એન્ડગેમ એનકોર'ના નામે 25 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. મૂળ આ ફિલ્મનો રનિંગ ટાઇમ 185 મિનિટનો છે, જે ઓરિજિનલ થિયેટ્રિકલ વર્ઝનથી 4 મીનિટ લાંબી છે.
હોલિવૂડ એક્ટર એન્ડ્રયૂ ગારફીલ્ડ પણ સોશિયલ મીડિયા એડિક્શનનો શિકાર છે
સામાન્ય માણસ જ નહીં પરંતુ દુનિયાભરની નામી હસ્તીઓ પણ સોશિયલ મીડિયા એડિક્શનનો શિકાર બની રહી છે. તેનુ તાજુ ઉદાહરણ હોલિવૂડ એક્ટર એન્ડ્રયૂ ગારફિલ્ડ છે. થોડા દિવસ પહેલાં જ તેણે એક ઈન્ટરવ્યુમાં સ્વિકાર્યુ હતું કે, તેનું પોતાનું એક સિક્રેટ સોશિયલ એકાઉન્ટ છે અને તે પણ સોશિયલ મીડિયામાં ડૂબકી મારતો આવે છે. તેણે સોશિયલ મીડિયાને લઇને એક વાત પણ સ્વિકારી હતી કે, સોશિયલ મીડિયાના નોટિફિકેશન્સ તેને સખત રીતે ડરાવે છે. પોતાની વાતમાં તેણે ગંભીર રીતે જણાવ્યું હતું કે, `મને સોશિયલ મીડિયાની ખરાબ આદત છે અને તે ગર્વ કરવા જેવી બાબત નથી જ.' વાતની અંતમાં તેણે તેમ પણ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા વાપરવાથી મને એવું લાગે છે કે, જાણે હું કલાકોના કલાક બર્બાદ કરી રહ્યો છું. આ ખરેખર ગુસ્સે ઉપજાવે તેવું જ છે કારણ કે આ ઇચ્છાઓ પર આપણું નિયંત્રણ હોવું જોઈએ તેટલું નથી અને તે જાણી જોઈને તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જ્યારે તમે તેના વિશે વિચારો છો, ત્યારે તે ખૂબ જ ખલેલ પહોંચાડે છે!
હોલિવૂડ સુપરસ્ટાર વિન ડિઝલને મીડો વોકર તેના ફાધર માને છે
હોલિવૂડમાં પણ ફિલ્મી એકટર્સ બેસ્ટ ફ્રેન્ડ તરીકે જોવા મળે છે. જેમાં વિન ડિઝલ અને દિવંગત પોલ વોકરનો વિશેષ સમાવેશ થાય છે. ભલે પોલ વોકર આજે હયાત નથી. પરંતુ તેમની દીકરી મીડો વોકરની સાર સંભાળ વિન ડિઝલ એક ફાધર તરીકે જ કરી રહ્યા છે અને આજે પણ તે બંનેના સંબધ અકબંધ છે. વર્ષ 2013માં જ્યારે પોલનું કાર અકસ્માતમાં અવસાન થયુ હતું ત્યારે મીડો વોકર માત્ર પંદર વર્ષની હતી. પોતાના સગા ફાધરના નિધનના સમાચાર સાંભળી તે ભાંગી પડી હતી અને તેને તે આઘાતમાંથી બહાર લાવવા વિન ડિઝલે ખૂબજ મદદ કરી હતી. અલબત્ત વર્ષ 2021માં જ્યારે મીડોએ લુઇ થોર્નટન-એલનથી લગ્ન કર્યા હતા ત્યારે પણ વિન ડિઝલે તેના ફાધર તરીકેની તમામ જવાબદારીઓ નિભાવી હતી. વધુમાં જ્યારે પણ `ફાધર્સ ડે' હોય છે ત્યારે સૌથી પહેલા મીડો વિન ડિઝલને વિશ કરે છે અને તેમને મળવા પહોંચી જાય છે. જ્યારે વિન ડિઝલ મીડોને દરેક જન્મદિવસે સૌથી પહેલા વિશ કરે છે અને તેમના માટે ગિફ્ટ્સ અને સરપ્રાઇઝીસ આપે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો