ઈન્ટરવ્યૂની ખાસ બાબતો
માત્ર લેખિત પરીક્ષામાં મેરીટમાં આવેલા ઉમેદવારોને જ બોલાવાય છે.
ઈન્ટરવ્યૂમાં સામાન્ય રીતે 50 માર્કનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
આખરી પસંદગીમાં લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના એકંદર માર્ક ગણવામાં આવે છે.
આ UPSC ભવન નવી દિલ્હીમાં આયોજીત થાય છે.
ઈન્ટરવ્યૂમાં શું પુછાય છે?
UPSCના ઈન્ટરવ્યૂ જ્ઞાનની સાથે સાથે વ્યક્તિત્વ, સમજ અને વ્યવહાર પર પણ આધારીત હોય છે.
ઈન્ટરવ્યૂની તૈયારી કેવી રીતે કરશો?
1. EPF અને શ્રામ-કાનૂન પર મજબૂત પકડ : EPF & MP Act, 1952 કર્મચારીઓની પેન્શન યોજના સામાજિક સુરક્ષા સંહિતા
2. સાંપ્રત પ્રવાહોનો નિયમિત અભ્યાસઃ અર્થવ્યવસ્થા, શ્રામ સુધાર, સામાજિક સુરક્ષા યોજનાઓ વગેરે.
3. મોક ઈન્ટરવ્યૂનો અભ્યાસઃ
બે-ત્રણ મોક અનિવાર્યપણે કરવા. ઉમેદવારે પોતાના બોડી લેંગ્વેજ અને ઉત્તર સંરચના પર કામ કરવું.
4. DAF (ડિટેઈલ્ડ એપ્લિકેશન ફોર્મ)ની સમજઃ મોટાભાગના સવાલ તમારા ડ્ઢછહ્લ માંથી જ પૂછાય છે. પોતાના શૈક્ષણિક વિષયો, શોખ, કાર્યાનુભવ વગેરેની માહિતી તૈયાર કરવી.
ઈન્ટરવ્યૂ ક્યારે થશે? (અપેક્ષિત સમય-સીમા)
UPSC સામાન્ય રીતે લેખિત પરીક્ષા લીધાના 2-3 માસની અંદર-અંદર ઈન્ટરવ્યૂ શરૂ કરે છે. આ પ્રકારે, EPF-2025ના ઈન્ટરવ્યૂ ફેબ્રુઆરી-માર્ચ 2026ની વચ્ચે યોજાવાની સંભાવના છે. આ બાબતની અધિકૃત જાહેરાત થવાની હજી બાકી છે.
EPF ઈન્ટરવ્યૂમાં પુછાતા સામાન્ય સવાલ
શ્રામ સુધાર ભારતમાં શા માટે આવશ્યક છે?
EPF માં ડિજિટલ ટ્રાન્સફરમેશનનું શું મહત્ત્વ છે?
PF અને પેન્શન યોજનાઓની ખામીઓ અને પડકાર કયા છે?
તમે તમારા અગાઉના અનુભવ પરથી શું શીખ્યા?
ભારતમાં સામાજિક સુરક્ષા માળખાને કેવી રીતે વધારે મજબૂત કરી શકાય?
ઉપયોગી સ્રોત
EPF નો વાર્ષિક અહેવાલ
શ્રામ મંત્રાલય દ્વારા બહાર પડાયેલ PIB
UPSC ઈન્ટરવ્યૂ વિડિયો (સત્તાવાર ચેનલ લેવી-)
ધ હિન્દુ/ઈન્ડિયન એક્સપ્રેસ-ઈકોનોમી
શ્રામ મંત્રાલયની વેબસાઈટ
સાંપ્રત ઘટનાઓ
ભારત અને વિશ્વમાં ચાલી રહેલા આર્થિક, સામાજિક અને રાજનૈતિક મુદ્દાઓ.
EPF ના ઈન્ટરવ્યૂમાં પસંદગી માત્ર જ્ઞાન આધારિત નથી હોતી પરંતુ સંતુલિત વ્યક્તિત્વ, સ્પષ્ટ વિચાર અને સામાજિક સંવેદનશીલતા પર આધારિત હોય છે. જો તમે લેખિત પરીક્ષા સારી રીતે આપી હોય તો ઈન્ટરવ્યૂની તૈયારી પણ અત્યારથી જ શરૂ કરી દેવી તમારા માટે લાભદાયક રહેશે. આ તબક્કામાં આત્મવિશ્વાસ, સંતુલિત જવાબ અને અદ્યતન માહિતી જ તમારી સફળતાની ચાવી બનશે.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
https://sandesh.com/supplement