પ્રવેશ કસોટી લઈને એડમિશન આપતી JNV દેશભરમાં પ્રતિભાશાળી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પ્રયત્નશીલ છે
જવાહર નવોદય વિદ્યાલય JNV દેશભરમાં મહેનતુ અને પ્રતિભાશાળી બાળકોને સારું શિક્ષણ આપવા માટે પ્રવૃત્ત શાળા છે. આ શાળામાં પ્રવેશ મેળવવા માટે પસંદગી કસોટી યાને JNV Selection Test (JNVST)પાસ કરવી જરૂરી હોય છે. આ પરીક્ષા CBSE બોર્ડ દ્વારા તૈયાર કરાય છે અને તેનું આયોજન પણ હાથ ધરાય છે.
પરીક્ષા ક્લાસ ન્યુટ્રલ અને નોન-વર્બલ હોય છે, જેથી તમામ બાળકોને એકસમાન તક મળી શકે. દૂર-સુદુરથી આવતા બાળકોને આસાનીથી પ્રવેશ મળી શકે એ માટે ફોર્મ પણ ફ્રી હોય છે. બાળકો અને માતા-પિતાને માહિતી પહોંચાડવા માટે દુરદર્શન, રેડિયો, અખબાર, પેમ્ફલેટ કે પછી શાળાની વેબસાઈટ અને સ્થાનિક શાળાઓના આચાર્ય કે શિક્ષકો થકી પ્રચાર કરવામાં આવે છે, જેથી બાળકોને પ્રવેશ અંગે માહિતી આપી શકાય.
છઠ્ઠા ધોરણ માટે કોણ અરજી કરી શકે?
નવોદય વિદ્યાલયમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે માત્ર એ જિલ્લાના બાળકો અરજી કરી શકે છે, જ્યાં આવા વિદ્યાલયો આવેલાં હોય. પરીક્ષા આપવા માટે ઉમેદવારે સમગ્ર શૈક્ષણિક સત્ર માટે સરકારી કે સરકારી સહાય મેળવતી શાળાઓમાં જ અનિવાર્યપણે ધોરણ પાંચમાં અભ્યાસ કર્યો હોવો જોઈએ. આ ઉપરાંત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની ઉંમર ૯ થી 13 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ગ્રામીણ અને શહેરી બેઠકોની શરતો
ગ્રામિણ કોટાની બેઠકો પર પ્રવેશ મેળવનાર ઉમેદવારોને ધોરણ 3,4 અને 5નો અભ્યાસ સરકારી કે સરકારી સહાય મેળવતી શાળામાં પૂરો કરવાનો રહેશે અને સમગ્ર શૈક્ષણિક સત્રને ગ્રામિણ ક્ષેત્રની શાળામાં પૂર્ણ કરવાનું રહેશે. જો કોઈ ઉમેદવારે શહેરી શાળામાં ધોરણ 3, 4 કે 5માં અભ્યાસ કર્યો હશે તો તેને શહેરી ક્ષેત્રનો માનવામાં આવશે.
અનામત નીતિ
જવાહર નવોદય વિદ્યાલયમાં કુલ 75 ટકા બેઠકો ગ્રામિણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે અનામત હોય છે. બાકીના 25 ટકા બેઠકો પર ગ્રામિણ અને શહેરી બંને ક્ષેત્રના વિદ્યાર્થીઓને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવતો હોય છે.
પરીક્ષા કેવી રીતે લેવાય છે?
નવોદય વિદ્યાલયમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા લગભગ બે કલાકની હોય છે. આ પરીક્ષામાં બાળકોની માનસિક ક્ષમતા યાને Mental Ability, અંકગણિત યાને Arithmetic અને ભાષા યાને Languageની યોગ્યતાને પરખવામાં આવે છે. પરીક્ષાના કુલ ગુણાંક 10 હોય છે અને તમામ સવાલોના જવાબ બહુવિકલ્પ એટલે કે, MCQ ÁÝપ્રકારના હોય છે. પ્રશ્ન પાંચમા ધોરણના અભ્યાસક્રમ પર આધારીત હોય છે, જેથી આ પરીક્ષા બાળકોની મૌલિક સમજ અને શીખવાની ક્ષમતાનો યોગ્ય ક્યાસ કાઢી શકે.