દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓ NEET અને JEEફરીવાર ચર્ચામાં આવી પડી છે. હાલમાં જ શિક્ષણ અંગેની સંસદીય સમિતિએ એવું સૂચન કર્યું છે કે, આ પરીક્ષાઓને હવે ઓનલાઈન CBT મોડમાં લેવા મુદ્દે સમીક્ષા કરવી જોઈએ અને જરૂર પડે તો પેન-પેપર કે હાઈબ્રિડ મોડમાં લેવામાં આવે. આ ચર્ચા એવા સમયે શરૂ થઈ છે, જ્યારે દેશના અનેક ભાગોમાં ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ ટેક્નિકલ ખામીઓ, પેપર લીક થવાની આશંકાઓ અને ડિજિટલ અસમાનતા બાબતે ચિંતા વ્યક્ત કરી છે.

આ મુદ્દો ફરીથી કેમ ચગ્યો છે?

 ઓનલાઈન પરીક્ષાઓમાં ટેક્નિકલ સમસ્યાઓ

 પેપર લીક અને સાયબર ગરબડની ફરિયાદો

 ગ્રામિણ અને અર્ધ-શહેરી વિદ્યાર્થીઓ વચ્ચે ડિજિટલ અસમતા

 પરીક્ષા દરમિયાન માનસિક દબાણમાં થઈ રહેલો વધારો

ગુજરાતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં કે પછી નાના

શહેરોમાં અને ગ્રામિણ વિસ્તારોમાં રહે છે, જ્યાં પેન-પેપર પરીક્ષા વધુ પરિચિત માનવામાં

આવે છે.

સમિતિએ કઈ ભલામણ કરી?

 ઓનલાઈન પરીક્ષા પ્રણાલીની સમીક્ષા કરાય

 પેન-પેપર કે હાઈબ્રિડ મોડ પર વિચારણા કરાય

 પરીક્ષાની સુરક્ષા અને પારદર્શિતા વધારવામાં આવે

ખાનગી એજન્સીઓ પરની નિર્ભરતા ઘટાડાય

અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાની સાથે સાથે જિલ્લા અને તાલુકા સ્તરે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ NEET-JEE પરીક્ષાઓ આપે છે. શિક્ષકોનું માનવું છે કે, પેન-પેપર મોડ વિદ્યાર્થીઓ માટે સહજ છે. એટલું જ નહીં પણ આ મોડમાં ટેક્નિકલ નિષ્ફળતાનું જોખમ પણ ઓછું છે. વળી, તેના મૂલ્યાંકન પર વિદ્યાર્થીઓ અને વાલીઓને વધુ ભરોસો પણ હોય છે. જો કે, નિષ્ણાતો માને છે કે, પેન-પેપર પરીક્ષામાં લોજિસ્ટિક્સ, સમય અને સુરક્ષા જેવા પડકારો પણ રહે છે.

વિદ્યાર્થીઓએ શું કરવું?

 પરીક્ષાના મોડ પર નહીં, વિષય-વસ્તુ પર ધ્યાન આપવું MR શીટ અને CBTબંનેનો અભ્યાસ કરવો માત્ર NTAકે પછી અધિકૃત માહિતી પર જ ભરોસો કરવો અફવાઓથી દૂર રહેવું

આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/supplement