1. તિરૂપતિ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી યાને TUDA દ્વારા સુવર્ણમુખી નદીને બચાવવા અને તેનો વિકાસ કરવા હાથ ધરાયેલા મહા-અભિયાનને શું નામ અપાયું છે?


 (અ) ઓપરેશન સ્વર્ણ (બ) ઓપરેશન પ્રકૃતિ

 (ક) ઓપરેશન કલ્યાણી (ડ) ઓપરેશન તિરૂપતિ

2. કયા દેશે ટાયફન મિસાઈલ સિસ્ટમ વિકસાવી હતી?

 (અ) ભારત (બ) ચીન (ક) અમેરિકા (ડ) ફ્રાંસ

3. તાજેતરના અભ્યાસ મુજબ, લાંબાગાળા સુધી હદયરોગના હુમલાને ટાળવા એસ્પિરિનને બદલે વધુ અસરકારક દવા કઈ છે?

 (અ) મેટફોર્મિન (બ) ક્લોપિડોગ્રિલ (ક) ઈબ્યુપ્રોફેન(ડ) હેપેરીન

4. નીચે પૈકી કયા રાજ્યમાં શ્રીવિલિપુથુર-મેઘમલાઈ ટાઈગર રીઝર્વ SMT આવેલો છે?

 (અ) તામિલનાડુ (બ) આંધ્ર પ્રદેશ (ક) મહારાષ્ટ્ર (ડ) ઓડિશા

5. ઘાઘર નદીના તટપ્રદેશમાં પૂર નિયંત્રણ માટે મહત્ત્વ ધરાવતો કૌશલ્યા બંધ કયા ભારતીય રાજ્યમાં આવેલો છે?

 (અ) પંજાબ (બ) હિમાચલ પ્રદેશ (ક) રાજસ્થાન (ડ) હરિયાણા

6. સ્પેનના ભૂમધ્ય જળમાં તાજેતરમાં જોવા મળેલા બ્લુ ડ્રેગન્સ માટે વિજ્ઞાનીઓએ કયા પર્યાવરણીય પરીબળને જવાબદાર ગણાવ્યું છે?

 (અ) ભૂમધ્ય સમુદ્રના પાણીનું ઝડપી ગરમ થવું

 (બ) મૂળ ભક્ષકો દ્વારા મોટાપાયે માછીમારી

 (ક) ભૂમધ્ય સમુદ્રમાં તેલ ઢોળાવું (ડ) સમુદ્રનું પાણી તેજાબી થવું

7. પર્યાવરણીય સંશોધનપત્રમાં તાજેતરમાં પ્રસિદ્ધ હેવાલ મુજબ, એટલાન્ટીક સમુદ્રનો કયો મહત્ત્વનો પ્રવાહ તૂટી પડવાના આરે છે?

(અ) કેનેરી પ્રવાહ (બ) કુરોશિઓ પ્રવાહ(ક) એટલાન્ટીક મેરિડિઓનલ ઓવરટરનીંગ સર્ક્યુલેશન (AMOC) (ડ) લાબ્રાડોર પ્રવાહ

1. (અ) ઓપરેશન સ્વર્ણ 2. (ક) અમેરિકા 3. (બ) ક્લોપિડોગ્રિલ 4. (અ) તામિલનાડુ 5. (ડ) હરિયાણા 6. (અ) ભૂમધ્ય સમુદ્રના પાણીનું ઝડપી ગરમ થવું 7. (ક) એટલાન્ટીક મેરિડિઓનલ ઓવરટરનીંગ સર્ક્યુલેશન (AMOC)


  • Follow us on: